Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અછતની કપરી પરિસ્થિતિમાં જિલ્લાના માલધારી આલમની માંગ:કચ્છમાં દુષ્કાળ રાહતની સબસિડીનો લાભ પશુપાલકો સુધી સમયસર પહોંચે તે આવશ્યક

    9 hours ago

    ગુજરાત રાજ્યના કચ્છ સહિત ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. હાલે માલધારીઓ અને ખેડૂતો માટે પશુધન બચાવવું સૌથી મોટો પડકાર બન્યો છે. વરસાદની અછતથી ઘાસચારો, પાણી અને પશુઓના પોષણની સમસ્યા ગંભીર બની છે. આ સ્થિતિમાં સરકાર દ્વારા પશુદીઠ રોજની રૂ. 70 કે 80ની સહાય આપવાની વિચારણા થઈ રહી છે, પરંતુ તેનો વાસ્તવિક લાભ જરૂરિયાતમંદ પશુપાલકો સુધી સમયસર પહોંચે તે અત્યંત જરૂરી છે તેવી માગ કચ્છના પશુપાલકોમાં ઉઠી છે. કેટલાક જાગૃત માલધારીઓના જણાવ્યા મુજબ પશુપાલકના ખાતામાં સીધી પશુદીઠ સબસિડી જમા કરાવવાની પદ્ધતિ પારદર્શક લાગે છે, પરંતુ તેના અમલીકરણમાં વ્યવહારિક અને ટેક્નિકલ મુશ્કેલીઓ રહેલી છે. દરેક ગામમાં ઘરેઘરે પશુઓની સાચી ગણતરી, નોંધણી અને ચકાસણી કરવી પડકારજનક બને છે. ઘણા માલધારીઓ પાસે 50થી 300 જેટલા પશુઓ હોય છે, જેથી ખોટી નોંધણી અટકાવવી જરૂરી છે. વધુમાં, રોકડ રકમ સીધી ખાતામાં આવે ત્યારે તે દરેક પશુના ઘાસચારા અને ખોરાક માટે જ વપરાશે કે અન્ય ઘરખર્ચમાં ખર્ચાઈ જશે, તે અંગે પણ દેખરેખની વ્યવસ્થા હોવી જરૂરી છે. અગાઉ દુષ્કાળમાં સંસ્થાઓ અને ટ્રસ્ટો દ્વારા ઢોરવાડા ખોલીને ઘાસચારો, પાણી અને આરોગ્યની સામૂહિક વ્યવસ્થા કરવામાં આવતી હતી. આ પદ્ધતિમાં સ્થળ પર ગણતરી, નિયમિત અધિકારી મુલાકાત, હિસાબ-કિતાબ અને જવાબદારી નક્કી કરવાનું સરળ રહે છે. કોઈપણ પદ્ધતિ ગેરરીતિથી સંપૂર્ણ મુક્ત નથી, પરંતુ ભૌતિક ચકાસણી, ઘાસચારા વિતરણનો રેકોર્ડ અને ડિજિટલ કે ફોટોગ્રાફિક નોંધણી જેવી આધુનિક દેખરેખ ઉમેરીને જૂની પદ્ધતિને વધુ અસરકારક બનાવી શકાય. કચ્છ જેવા વિસ્તારમાં માલધારીઓની વસાહતો, ચરિયાણ, પાણી અને ઘાસચારાના ભાવને ધ્યાનમાં રાખીને યોજના ઘડવી આવશ્યક છે. પશુદીઠ સહાયની સમીક્ષા કરવાની સાથે સંસ્થાઓના સહયોગથી ચાલતી ઢોરવાડા પદ્ધતિને પણ પ્રાધાન્ય આપવું જોઈએ. દુષ્કાળમાં સહાયનો મુખ્ય હેતુ પશુધન બચાવવાનો છે. ઢોરવાડાના અનુભવ અને આધુનિક પારદર્શક દેખરેખના સમન્વયથી પશુઓને સમયસર ઘાસચારો અને પાણી મળી રહે તથા સરકારી સહાયનો દુરુપયોગ અટકે તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરવાની માગ કચ્છના માલધારીઓ કરી રહ્યા છે. જાગૃત પશુ પાલકોના સૂચન
    Click here to Read More
    Previous Article
    કચ્છ સહિત રાજ્યમાં રેશનિંગની દુકાનોમાં બાયોમેટ્રિક પ્રક્રિયા બંધ થઇ:સર્વર ઠપ થતા કચ્છની 622 રેશનિંગ દુકાનોમાં અનાજ વિતરણ અટક્યું
    Next Article
    પ્રાંત અધિકારી-ખાણ-ખનિજ વિભાગની કાર્યવાહી:વાગડમાં ગેરકાયદે ખનિજ વહન કરતા 12 ડમ્પર ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment