Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેરલમાં છુપાયેલો ‘વિદેશી દારૂ' ઝડપાયો:સોખડા ચોકડી પાસે ગોડાઉનમાં દરોડો 6.22 લાખનો સ્કોચ-વોડકાનો જથ્થો જપ્ત

    11 hours ago

    શહેરમાં પાર્સલ સર્વિસનો દુરુપયોગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરવાના મોટા કૌભાંડાનો પીસીબીની ઝડપી કામગીરીથી પર્દાફાશ થયો છે. સોખડા ચોકડી નજીક બોમ્બે સુપર કોમર્સિયલ ઝોન વિસ્તારમાં આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસના ગોડાઉનમાં દરોડો પાડી પોલીસે રૂ. 6.22 લાખની કિંમતનો મોંઘોદાટ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. માહિતી મુજબ, પીસીબીને ખાનગી બાતમી મળી હતી કે, બેડી ચોકડી તરફ જતાં રોડ પર બોમ્બે સુપર કોમર્સિયલ ઝોન- 18ની સામે એસીપીએલ ટ્રાન્સપોર્ટ મેઈન ડેપો સૌભાગ્ય વેરહાઉસ નામના ગોડાઉનમાં લોખંડના બ્લૂ કલરના બેરલમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ માહિતીના આધારે પીએસઆઈ પી.બી. ત્રાજિયાની ટીમે તાત્કાલિક દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 28 બેરલમાંથી કુલ 174 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.6,22,680 આંકવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ પાર્સલ રાજસ્થાનના નિમરાણા ખાતેથી મોકલવામાં આવ્યું હતું અને તેનો અંતિમ ડિલિવરી પોઈન્ટ મોરબી હતો. પાર્સલ બૂટલેગર સુધી પહોંચે તે પહેલાં જ પોલીસે છાપો મારીને સમગ્ર જથ્થો જપ્ત કરી લીધો હતો. હાલ સપ્લાયર અને મગાવનાર વ્યક્તિ સુધી પહોંચવા માટે પોલીસે મોબાઈલ નંબરના આધારે તપાસનો દોર વેગવંતો બનાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    1લી એપ્રિલથી ઓનલાઈન કામગીરી બહિષ્કાર:આંગણવાડી બહેનોની અચોક્કસ મુદતની ઓનલાઇન હડતાળ
    Next Article
    પરિણીતાને ધમકી:રાજકોટમાં જેઠે છેડતી કરી પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment