Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરોધ ઉગ્ર બની ગયો:ભારતમાલા પ્રોજેક્ટની માપણી કરવા પહોંચેલી ટીમને ખેડૂતોના વિરોધને લીધે પરત ફરવું પડ્યું

    9 hours ago

    ભારતમાલા નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો મુદ્દો ગાંધીનગર જિલ્લામાં ફરી ગરમાયો છે. ચાર વર્ષથી વળતર મુદ્દે નારાજ ખેડૂતો અને તંત્ર વચ્ચેનો વિવાદ હજુ ઉકેલ્યો નથી, ત્યાં શુક્રવારે માણસાના ખાટાઆંબા ગામમાં માપણી કરવા પહોંચેલી નેશનલ હાઈવે ઓથોરિટી ટીમને ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. માપણી માટે કયા અધિકાર હેઠળ આવ્યા છો તેની લેખિત મંજૂરી માગતાં અધિકારીઓ પાસે આવો કોઈ આદેશ ન હોવાનું જણાયું હતું. એટલું જ નહીં, પ્રાંત અધિકારીએ પણ માપણી માટે મંજૂરી આપી ન હોવાનું જણાતાં ખેડૂતો એકત્ર થતા ટીમને કામગીરી કર્યા વગર પરત જવાની ફરજ પડી હતી. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનના બદલામાં મળનારા વળતરની રકમ સામે ખેડૂતોને વાંધો છે. અગાઉ આ પ્રોજેક્ટ માટે બે વખત જાહેરનામાં બહાર પાડ્યાં હતાં, પણ ખેડૂતોના વિરોધને કારણે સંપાદન કામગીરી આગળ વધી નહોતી. જિલ્લામાં અત્યાર સુધી જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ શકી નથી. આ સ્થિતિ વચ્ચે શુક્રવારે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફનો કાફલો માપણીનાં સાધનો સાથે ખાટાઆંબાની સીમમાં પહોંચ્યો હતો, સાથે પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો. માપણીની તૈયારી ચાલતી હોવાનું જણતાં જ અસરગ્રસ્ત ખેડૂતોએ સ્થળ પર એકત્ર થઈ અધિકારીઓ પાસે માપણી માટેની લેખિત મંજૂરી માગી હતી. જોકે, અધિકારીઓ પાસે કોઈ લેખિત મંજૂરી કે આદેશ ન હોવાથી ખેડૂતો અને ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સ્થળ પર હાજર એક ખેડૂતે કલોલના પ્રાંત અધિકારીને ટેલિફોન કરી માપણીની મંજૂરી વિશે સીધું પૂછતાં પ્રાંત અધિકારીએ આવી કોઈ મંજૂરી આપી ન હોવાનું જણાવ્યું હતું. આથી ખેડૂતોનો વિરોધ વધુ તીવ્ર બનતા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી-કર્મચારીઓએ માપણી કર્યા વગર જ સ્થળ છોડવું પડ્યું હતું. ગ્રામ પંચાયતે કામગીરી મામલે વાંધો ઉઠાવ્યો આ ઘટનાથી ખાટાઆંબા ગ્રામ પંચાયતે વાંધો ઉઠાવ્યો છે. ગ્રામ પંચાયતે નેશનલ હાઈવે ઓથોરિટી અને કલોલ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી ગામની જમીનમાં માપણી કે સંપાદન સંબંધી કોઈ કાર્યવાહી કરતાં પહેલાં ગ્રામ પંચાયત અને અસરગ્રસ્ત ખેડૂતોને વિશ્વાસમાં લેવા માગણી કરી છે. ખેડૂતોના વળતરના લાંબા સમયથી પડતર પ્રશ્નના ઉકેલ વિના માપણી માટે નહીં આવવા તંત્રને ચેતવણી આપી છે.
    Click here to Read More
    Previous Article
    આગામી દિવસોમાં પણ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાશે:કસકથી ઝાડેશ્વર સુધી 150 દબાણો પર બુલડોઝર‎ફરી વળ્યું, રોડ માર્જિન ખાલી કરાવવાની ઝુંબેશ
    Next Article
    સિટી એન્કર:GTA-6 ગેમે યુવાનોને ઘેલું લગાડ્યું: મધરાતે કલાકોનું વેઇટિંગ, બમણો ચાર્જ ચૂકવવા પણ યુવાનો તૈયાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment