Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:GTA-6 ગેમે યુવાનોને ઘેલું લગાડ્યું: મધરાતે કલાકોનું વેઇટિંગ, બમણો ચાર્જ ચૂકવવા પણ યુવાનો તૈયાર

    9 hours ago

    ગાંધીનગર સહિત દેશભરમાં GTA-6 ગેમ લોન્ચ થતાં જ યુવાનોમાં તેનો ભારે ક્રેઝ જોવા મળ્યો છે. એમાં ય 20થી 30ની વયજૂથના યુવાનો લાંબા સમયથી આ ગેમની રાહ જોતા હતા. GTA સિરીઝની અગાઉની ગેમ GTA-5ને રિલીઝ થયાને 13 વર્ષનો સમય વીત્યો છે. આટલા લાંબા સમય બાદ નવી ગેમ આવતાં ગેમિંગ શોખીનોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. 20 નવેમ્બરે GTA-6ના લોન્ચિંગને પગલે યુવાનોમાં ઉત્સુકતા વધી છે. સોશિયલ મીડિયા પર આ ગેમને લઈને ચર્ચા જોવા મળી છે. આ ગેમ રમવા માટે PlayStation-5 અથવા Xboxની જરૂર પડે છે. આ બંને ડિવાઇસની કિંમત સામાન્ય વર્ગના યુવાનો માટે વધુ હોવાથી તેને ખરીદી શકે તેમ નથી. તો, ગેમિંગનો શોખ પૂરો કરવા ગેમ ઝોન સારો વિકલ્પ છે. જ્યાં કલાક પ્રમાણે નિયત ચાર્જ ચૂકવી મોંઘાં ગેમિંગ કન્સોલ ખરીદ્યા વિના પસંદગીની ગેમ રમી શકે છે. GTA-6ને લઈ વધેલી માગના કારણે ગેમ ઝોનમાં યુવાની સંખ્યા વધી છે. ગેમ ઝોન સંચાલકોએ આ તકને ધ્યાને રાખી GTA-6 રમવાના દર અગાઉ કરતાં બમણા કર્યા છે. સામાન્ય દિવસમાં જે દરે ગેમ રમવા મળતી તેની તુલનામાં GTA-6 માટે વધુ ફી ચૂકવવી પડે છે. છતાં યુવાનો ગેમ રમવા વધુ પૈસા ખર્ચવા તૈયાર છે. કેટલાક ગેમ ઝોનમાં એક પછી એક યુવાનની અવરજવર વધી છે અને ગેમ રમવા રાત્રે 2 વાગ્યે પણ 4-5 કલાક વેઇટિંગમાં બેસે છે. લાંબો સમય રાહ અને બમણા રૂપિયા ચૂકવીને પણ યુવાનોમાં આ ગેમનો ઉત્સાહ યથાવત્ છે. આમ, 13 વર્ષ બાદ આવેલી GTA સિરીઝની નવી ગેમે ગેમ ઝોનની રોનક વધારી છે. GTA-6ને લઈ ગેમ ઝોનમાં ધમધમાટ GTA-6 લોન્ચ થતાં જ ગેમના શોખીનોએ પૂછપરછ અને બુકિંગમાં વધારો કર્યો છે. પહેલાંની તુલનામાં હાલ આ ગેમ રમવા વધુ યુવાનો આવી રહ્યા છે. ખાસ કરી 20થી 30ની વયના યુવાનોમાં ગેમનો ક્રેઝ વધુ જોવા મળ્યો છે. વેઇટિંગ વધતાં ગેમનો ચાર્જ વધારવા છતાં યુવાનો ગેમ રમવા કલાકો સુધી રાહ જુએ છે. - નીતિન સિંઘ,માલિક,ગેમ ઝોન 13 વર્ષથી GTAની નવી ગેમની રાહ જોવાતી હતી GTA-5 રમ્યા બાદ GTA-6ની આતુરતાથી રાહ જોતા હતા. PS-5 કે Xbox ખરીદવા મોટો ખર્ચ કરવો પડે છે, તેથી ગેમ ઝોનમાં કલાકના હિસાબે રૂપિયા ચૂકવી ગેમ રમવાનું પસંદ કર્યું છે. ગેમ રમવા લાંબો સમય વેઇટિંગમાં બેસવું પડે છે અને પહેલાં કરતાં વધુ નાણાં ચૂકવવા પડે છે, છતાં નવી ગેમ રમવાનો અનુભવ માટે વિશેષ રસ જણાઇ રહ્યો છે. - તુષાર ઠાકોર, ગેમ રમનાર
    Click here to Read More
    Previous Article
    વિરોધ ઉગ્ર બની ગયો:ભારતમાલા પ્રોજેક્ટની માપણી કરવા પહોંચેલી ટીમને ખેડૂતોના વિરોધને લીધે પરત ફરવું પડ્યું
    Next Article
    ધો.10ના 441 અને ધો.12ના 108 વિદ્યાર્થી પરીક્ષા આપશે:ગાંધીનગરમાં GSOSની SSC અને HSC પરીક્ષા 30 નવેમ્બરથી શરૂ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment