Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો.10ના 441 અને ધો.12ના 108 વિદ્યાર્થી પરીક્ષા આપશે:ગાંધીનગરમાં GSOSની SSC અને HSC પરીક્ષા 30 નવેમ્બરથી શરૂ થશે

    9 hours ago

    ગાંધીનગર શહેર અને ગ્રામ્ય જિલ્લામાં SSC-HSC GSOS પરીક્ષા-2026નું આયોજન કરાયું છે. 30 નવેમ્બરથી 9 ડિસેમ્બર દરમિયાન યોજાનારી પરીક્ષામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના મળી 549 વિદ્યાર્થી પરીક્ષા આપશે. જેમાં SSCના 441 અને HSC સામાન્ય પ્રવાહના 108 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. પરીક્ષા માટે 2 કેન્દ્ર ફાળવ્યાં છે. પરીક્ષા વ્યવસ્થા અંતર્ગત જુદી-જુદી શાળાના ભવનોના બ્લોકમાં પરીક્ષા યોજાશે. નિયમિત શાળામાં અભ્યાસને બદલે ગુજરાત રાજ્ય મુક્તશાળા હેઠળ ભણતાં વિદ્યાર્થીઓ માટે SSC-HSC પરીક્ષા-2026નું આયોજન કર્યું છે. આગામી 30 નવેમ્બરથી શરૂ થનારી આ પરીક્ષા 9 ડિસેમ્બર સુધી ચાલશે. ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ 549 વિદ્યાર્થી આ પરીક્ષામાં બેસશે. જેમાં ધો.10ના 441 અને ધો.12 સામાન્ય પ્રવાહના 108 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. પરીક્ષાના આયોજન માટે ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના જુદાં-જુદાં ઝોન નક્કી કર્યાં છે. ગાંધીનગરના SSC ઝોનના 104 વિદ્યાર્થી માટે 1 પરીક્ષા કેન્દ્ર, 1 બિલ્ડિંગ અને 6 બ્લોક ફાળવ્યા છે. જ્યારે ગાંધીનગર ગ્રામ્યના SSC ઝોનના 337 વિદ્યાર્થીઓ માટે 1 પરીક્ષા કેન્દ્ર, 2 બિલ્ડિંગ અને 13 બ્લોક ફાળવ્યા છે. આમ, ધો.10માં શહેર અને ગ્રામ્ય મળી 441 વિદ્યાર્થી પરીક્ષા આપશે, તો ધો.12 સામાન્ય પ્રવાહમાં ગાંધીનગર ઝોનમાં 32 વિદ્યાર્થી પરીક્ષા આપશે. તેમના માટે 1 પરીક્ષા કેન્દ્ર, 1 બિલ્ડિંગ અને 2 બ્લોક ફાળવ્યા છે. જ્યારે ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં 76 વિદ્યાર્થી પરીક્ષા આપશે. આ માટે 1 પરીક્ષા કેન્દ્ર, 1 બિલ્ડિંગ અને 3 બ્લોક ફાળવ્યા છે. આમ, ધો.12 સામાન્ય પ્રવાહમાં કુલ 108 વિદ્યાર્થી પરીક્ષા આપશે. ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાં GSOS હેઠળ ધો.10-12ના કુલ 549 વિદ્યાર્થી પરીક્ષા આપશે. પરીક્ષા માટે બંને જિલ્લામાં મળી 5 બિલ્ડિંગ અને 24 બ્લોક ફાળવ્યા છે. 30 નવેમ્બરથી શરૂ થનારી પરીક્ષા 9 ડિસેમ્બર સુધી ચાલશે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:GTA-6 ગેમે યુવાનોને ઘેલું લગાડ્યું: મધરાતે કલાકોનું વેઇટિંગ, બમણો ચાર્જ ચૂકવવા પણ યુવાનો તૈયાર
    Next Article
    નોટિસ આપવા છતાં વસૂલાત ન થતાં 11 એકમ સામે કાર્યવાહી:મનપાની સીલિંગ ઝુંબેશ: સે-21 શાક માર્કેટમાં ભાડું ન ભરનારાં 4 એકમ સીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment