Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોટિસ આપવા છતાં વસૂલાત ન થતાં 11 એકમ સામે કાર્યવાહી:મનપાની સીલિંગ ઝુંબેશ: સે-21 શાક માર્કેટમાં ભાડું ન ભરનારાં 4 એકમ સીલ

    9 hours ago

    ગાંધીનગર મનપાની માલિકીની દુકાનો અને ઓટલા ભાડે રાખી લાંબા સમયથી ભાડું નહીં ચૂકવનારા ભાડૂતો સામે તંત્રએ કાર્યવાહી તેજ કરી છે. સે.21 શાક માર્કેટમાં બાકી ભાડું વસૂલવા પહોંચેલી એસ્ટેટ શાખાની ટીમે 11 એકમ સામે કાર્યવાહી કરી હતી. આ પૈકી 4 એકમને સીલ કર્યાં હતાં. આ એકમો પાસેથી રૂ.6.96 લાખનું ભાડું વસૂલવાનું બાકી હતું. મનપાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના અનેક સેક્ટરની માઈક્રોશોપિંગ દુકાનો, કેબિનો અને ઓટલાના બાકી ભાડાની વસૂલાત માટે હાથ ધરેલી ઝુંબેશમાં અગાઉ સે.17થી 22 વિસ્તારમાં માઈક્રોશોપિંગની ભાડે આપેલી 9 દુકાનને સીલ કરી હતી. હવે સે.21 શાક માર્કેટમાં બાકી ભાડું નહીં ભરનારાં એકમો સામે કાર્યવાહી કરી છે. મનપાના તંત્રએ બાકીદારોને અગાઉ અનેકવાર નોટિસ આપી નિયત સમયમાં ભાડું ભરવા જણાવ્યું હતું. છતાં ભાડું નહીં ભરતાં એસ્ટેટ શાખાની ટીમે સ્થળ પર 11 એકમો સામે હાથ ધરેલી કાર્યવાહીમાં 4 એકમને સીલ કર્યાં હતાં. કાર્યવાહી દરમિયાન કેટલાક ભાડૂતોએ બાકી રકમ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. મનપાની માલિકીની મિલકતો ભાડે આપ્યા બાદ તેની નિયમિત આવક જરૂરી છે, લાંબા સમયથી ભાડું બાકી રહેતાં વસૂલાતનો પ્રશ્ન ઊભો થતા તંત્ર બાકીદારો સામે સીલિંગનાં પગલાં લઇ રહ્યું છે. આ ઝુંબેશ સે.21 પૂરતી મર્યાદિત ન રહેતાં શહેરના અન્ય વિસ્તારમાં પણ બાકી ભાડાની વિગત મેળવી વસૂલાત કરશે.
    Click here to Read More
    Previous Article
    ધો.10ના 441 અને ધો.12ના 108 વિદ્યાર્થી પરીક્ષા આપશે:ગાંધીનગરમાં GSOSની SSC અને HSC પરીક્ષા 30 નવેમ્બરથી શરૂ થશે
    Next Article
    સિટી એન્કર:દૂધ સંજીવની યોજનામાં છ વર્ષ સુધીનાં બાળકોને અપાતાં 200 મિલી દૂધમાં 15 ગ્રામ ખાંડ, જે દૈનિક મર્યાદાની 60 ટકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment