Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાપોદ્રામાં ખાડીના મચ્છરોના ત્રાસથી લોકો ત્રાહિમામ:ગૌતમ પાર્ક અને સમ્રાટ સોસાયટી સહિતના રહીશોનો ઉગ્ર વિરોધ, રોડ જામ કરવાની ચીમકી

    6 hours ago

    સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ગૌતમ પાર્ક સોસાયટી અને સમ્રાટ સોસાયટીના રહીશો ખાડીના મચ્છરોના અસહ્ય ત્રાસ અને તંત્રની નિષ્ક્રિયતા સામે રોષે ભરાયા છે. ખાડી કિનારે વસતા લોકો મચ્છરોના ઉપદ્રવના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સ્થાનિકોએ એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો છે. રહીશોનું સ્પષ્ટ માનવું છે કે જો ખાડી પેક કરવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ નોંધપાત્ર રીતે ઘટી શકે છે, પરંતુ લાંબા સમયથી રજૂઆતો છતાં કોઈ નક્કર કામગીરી ન થતાં રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાડીની અંદર ગંદકી અને ઝાડ ઊગી નીકળ્યા મચ્છરોના બેફામ ત્રાસને કારણે સોસાયટીના નાના બાળકો, યુવાનો અને વડીલો સહિતના લોકો વિવિધ બીમારીઓમાં સપડાઈ રહ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ખાડીની અંદર ગંદકી અને ઝાડ ઊગી નીકળ્યા છે, જેના કારણે મચ્છરોનું ઉત્પાદન વધી રહ્યું છે. અગાઉ શરૂ કરાયેલી કામગીરીમાં પણ ખામી રહી હોવાની અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાની ફરિયાદો રહીશો દ્વારા કરવામાં આવી રહી છે. 'રજૂઆત કરવા છતાં યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી' આ સમસ્યા અંગે રહીશો દ્વારા સ્થાનિક કોર્પોરેટરો અને મહાનગરપાલિકાના અધિકારીઓને વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા રહીશોએ વિરોધનો માર્ગ અપનાવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રજૂઆત કરવા છતાં યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી અને માત્ર આશ્વાસન આપીને સમય પસાર કરવામાં આવે છે. રોડ જામ કરવાની સ્થાનિકોની ચીમકી જો આગામી દિવસોમાં ખાડી પેક કરવાની અને મચ્છરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ નહીં કરવામાં આવે, તો ગૌતમ પાર્ક અને સમ્રાટ સોસાયટીના રહીશો ભેગા મળીને રસ્તા બંધ કરી રોડ જામ કરશે તેમજ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 'ચૂંટણીમાં મત જોઈતા હોય તો દોડી-દોડીને આવે, પણ કામ કરતા નથી' સ્થાનિક રહીશ મનીષાબેને જણાવ્યું હતું કે, આ ખાડીમાં મચ્છરોનો ત્રાસ એટલો વધી ગયો છે કે નાના-મોટા બાળકો અને વડીલો બધા બીમાર પડી રહ્યા છે. અમારા વિસ્તારના ચાર કોર્પોરેટર છે અને અમે વારંવાર ફરિયાદ કરીએ છીએ, પણ તેઓ બિલકુલ ધ્યાન આપતા નથી. ઘણીવાર ફોન કરીએ તો ઉપાડતા પણ નથી. જ્યારે ચૂંટણીમાં મત જોઈતો હોય ત્યારે દોડી-દોડીને આવે છે અને મોટા-મોટા વચનો આપે છે, પણ કામ કંઈ કરતા નથી. અમે માગ કરીએ છીએ કે ખાડીનું કામ વહેલી તકે ચાલુ થાય અને મચ્છરોના ત્રાસથી અમને છુટકારો મળે. જો હવે કામ નહીં થાય તો અમે અમારી રીતે પગલાં ભરશું, ફરીથી મત નહીં આપીએ અને ગૌતમ પાર્ક તથા સમ્રાટ સોસાયટીના રહીશો ભેગા થઈને રોડ જામ કરીશું. 'ચાર-પાંચ મહિનાથી આ સ્થિતિ છે' ગૌતમ પાર્કના પ્રમુખ નિલેશભાઈએ જણાવ્યું હતું કે, ખાડીના મચ્છરના ત્રાસની સાથે ખાડીની અંદર ત્રણ-ત્રણ અને ચાર-ચાર ફૂટના ઝાડવા થઈ ગયા છે. અગાઉ ખાડીનું કામ શરૂ કર્યું હતું ત્યારે પાણી યોગ્ય જગ્યાએ જવાને બદલે ખોટી દિશામાં જઈ રહ્યું છે અને તેનો કોઈ નિકાલ આવતો નથી. મનપાના અધિકારીઓ આવે છે તો માત્ર ફોટા પાડીને જતા રહે છે. કોર્પોરેટરને ફોન કરીએ તો ઉપાડતા નથી અને ઉપાડે તો કામ થઈ જશે તેવું કહે છે. લેખિત રજૂઆતો અને અધિકારીઓને ફોન કરવા છતાં ક્યારેક સમય નથી તો ક્યારેક સ્ટાફ નથી તેવા જવાબ મળે છે. ચાર-પાંચ મહિનાથી આ સ્થિતિ છે. જો આમ જ ચાલશે તો ઉગ્ર આંદોલન કરવાની અને રસ્તા બંધ કરવાની તૈયારી છે. ચારેય કોર્પોરેટરને રજૂઆત કરી છે, જેમાં ખાસ કરીને જગદીશભાઈને મહિનામાં ત્રણથી ચાર વાર ફોન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    વરતેજ નજીક ગઢડાના યુવક પર બનેવી સહિત ત્રણનો હુમલો:ભરણપોષણ કેસની અદાવતમાં ભાવનગર કોર્ટે જતા યુવકની બાઈક અટકાવી પાઇપ-લાકડી વડે જીવલેણ હુમલો
    Next Article
    પાટણમાં નિયમભંગ બદલ 6 સરકારી આવાસ સીલ કરાયા:ટોળાએ વિરોધ નોંધાવતા પોલીસ બંદોબસ્ત બોલાવવો પડ્યો; 14 આવાસોની યાદી તૈયાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment