Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરતેજ નજીક ગઢડાના યુવક પર બનેવી સહિત ત્રણનો હુમલો:ભરણપોષણ કેસની અદાવતમાં ભાવનગર કોર્ટે જતા યુવકની બાઈક અટકાવી પાઇપ-લાકડી વડે જીવલેણ હુમલો

    6 hours ago

    બોટાદ જિલ્લાના ગઢડા ગામનો યુવક ભાવનગર કોર્ટમાં જઈ રહ્યો હતો, ત્યારે વરતેજ નજીક આર.કે. રેસ્ટોરન્ટ પાસે તેની બાઈક અટકાવી બનેવી સહિત ત્રણ શખસે પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને માથા, હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે વરતેજ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરણપોષણના કેસની દાઝ રાખી રસ્તામાં આંતરી હુમલો કર્યો ગઢડાના સામા કાંઠે હુડકો સોસાયટીમાં રહેતા પ્રતાપ દેવાભાઈ વાઘેલા (ઉં.વ. 40)એ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના બનેવી ગણેશ દુલાભાઈ ચારોલીયા તેમની બહેનને સાચવતા ન હોવાથી બહેને ભરણપોષણનો કેસ કર્યો હતો. આ વાતની અદાવત રાખી ગત 19 નવેમ્બરના રોજ પ્રતાપભાઈ જ્યારે કોર્ટનું વોરન્ટ રદ કરાવવા માટે બાઈક પર ભાવનગર કોર્ટ જઈ રહ્યા હતા, ત્યારે વરતેજ આર.કે. રેસ્ટોરન્ટ પાસે બનેવી ગણેશ દુલાભાઈ ચારોલીયા, તેના ભાઈ સંજય દુલાભાઈ ચારોલીયા (રહે. હાથબ) અને પિતા દુલા લાખાભાઈ ચારોલીયા (રહે. સીદસર, ભાવનગર) એ તેમની બાઈક અટકાવી હતી. અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી ત્રણેય ફરાર ત્રણેય શખ્સોએ પ્રતાપભાઈને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પાઇપ તથા લાકડી વડે તૂટી પડ્યા હતા. હુમલામાં યુવકને માથા, હાથ અને પગમાં લોહીયાણ ઈજાઓ પહોંચાડી ત્રણેય આરોપીઓ નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા બાદ વરતેજ પોલીસે ત્રણેય શખ્સો સામે BNSની કલમ 117(2), 115(2), 352, 351(3), 54 તેમજ જી.પી. એક્ટ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દિલજીત દોસાંઝે ITC નર્મદામાં ફાફડા-જલેબી-ખમણની મજા માણી:મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટમાં જતા દર્શકોને ફ્રીમાં પાઘડી બાંધી અપાશે, અહીં કરજો વાહન પાર્ક
    Next Article
    કાપોદ્રામાં ખાડીના મચ્છરોના ત્રાસથી લોકો ત્રાહિમામ:ગૌતમ પાર્ક અને સમ્રાટ સોસાયટી સહિતના રહીશોનો ઉગ્ર વિરોધ, રોડ જામ કરવાની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment