Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં સાયબર ઠગોનું વધુ એક કારરસ્તાન:મની લોન્ડ્રિંગ કેસમાં ફસાવવાનું ષડયંત્ર રચી પિતા-પુત્રીને 6 દિવસ ડિજિટલ એરસ્ટ રાખ્યા, 14 લાખ ખંખેરી ફોન બંધ કર્યાં

    1 day ago

    ગાંધીનગરના સરગાસણમાં પિતા પુત્રી સાથે ટેલિકોમ ઓથોરિટી અને CBIના અધિકારીઓની ઓળખ આપી સાયબર ઠગોએ મુંબઈથી ખરીદેલા સિમ કાર્ડનો ઉપયોગ પોર્નોગ્રાફી વીડિયો અને હેરેસમેન્ટ મેસેજ મોકલવા થઈ રહ્યો હોવાનો કારસો રચ્યો હતો. બાદમાં પૂછપરછના નામે પાંચ દિવસ સુધી ઘરમાં જ ડિજિટલ અરેસ્ટ કરી મની લોન્ડરીંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 14 લાખ પડાવી લેતા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ટેલિફોમ ઓથોરિટીના નામથી ઓળખ આપી હતી સરગાસણ સ્થિત મેઘમલ્હાર રેસિડેન્સીમાં રહેતા અને નિવૃત્ત જીવન વિતાવતા 81 વર્ષીય અમૃતલાલ પરમારના મોબાઈલ પર 4 ઓક્ટોબરના રોજ એક ફોન આવ્યો હતો. ફોન કરનારે ટેલિકોમ ઓથોરિટીમાંથી વિજય જશવંત બોલતો હોવાનું જણાવી દાવો કર્યો હતો કે, તેમના નામે મુંબઈથી ખરીદેલા સિમ કાર્ડનો ઉપયોગ પોર્નોગ્રાફી વીડિયો અને હેરેસમેન્ટ મેસેજ મોકલવા થઈ રહ્યો છે. મની લોન્ડરીંગ કેસના બનાવટી ઓર્ડર વૃદ્ધને મોકલ્યા ઉપરાંત કેનેરા બેંકમાં ખોલાવાયેલું એક બેંક ખાતું નરેશ ગોયેલ નામના શખસને 5 લાખ રૂપિયામાં વેચીને તેમાં બે કરોડના વ્યવહારો કર્યા હોવાનું જણાવી મની લોન્ડરીંગ કેસમાં સંડોવણી હોવાનું રટણ કર્યું હતું. બાદમાં ઠગોએ વ્હોટ્સએપ પર નકલી CBI લેટર, FIR, નરેશ ગોયેલની ધરપકડના ફોટા, ફ્રીઝિંગ ફંડ કંટ્રોલ ઓર્ડર, અરેસ્ટ ઓર્ડર અને સુપ્રીમ કોર્ટનો બનાવટી ઓર્ડર મોકલીને વૃદ્ધને માનસિક રીતે તોડી નાખ્યા હતા. 4થી 9 ઓક્ટોબર સુધી પિતા-પુત્રીને ડિજિટલ અરેસ્ટ રાખ્યા આ અંગે તેમણે પોતાની દીકરી મીરાને વાત કરી હતી. એટલે મીરાએ પણ સામે વાળી વ્યક્તિ સાથે વાતચીત કરી હતી. પરંતુ સામેથી ગર્ભિત રીતે ધાકધમકી મળતા પિતા-પુત્રી હેબતાઈ ગયા હતા. બાદમાં પોલીસ યુનિફોર્મ પહેરીને વીડિયો કોલ દ્વારા બંનેની કડક પૂછપરછ બહાને ઠગોએ 4થી 9 ઓક્ટોબર દરમિયાન ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખ્યા હતા. 14 લાખ પડાવી લીધા બાદ ઠગોના મોબાઈલ બંધ આ માયાજાળમા ફસાયેલા વયોવૃદ્ધે વેરિફિકેશનના નામે પોતાના એસબીઆઈ ખાતામાંથી આરટીજીએસ દ્વારા 7 ઓક્ટોબરે 9,00,000 રૂપિયા બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં અને 9 ઓક્ટોબરે 5,00,000 રૂપિયા યસ બેંકના ખાતામાં એમ કુલ 14,00,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ રકમ પડાવ્યા બાદ ઠગોના ફોન બંધ થઈ જતાં સાયબર ફ્રોડ થયાની તેઓને જાણ થતાં હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ કરવામાં આવી હતી. જે મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં નવી ફૂડ લેબોરેટરી બનશે:મનપા જેટકોને જમીન ફાળવીને 85 કરોડની આવક મેળવશે, વ્યાજમાફી યોજના 31 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે
    Next Article
    નવરાત્રીમાં ગરબા પાર્કિંગમાંથી વાહનો ચોરતી ગેંગનો પર્દાફાશ:મહેસાણા LCBએ બાવળની ઝાડીઓમાંથી 2 શખ્સોને દબોચ્યા, ₹1.75 લાખના 3 વાહનો જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment