Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રીમાં ગરબા પાર્કિંગમાંથી વાહનો ચોરતી ગેંગનો પર્દાફાશ:મહેસાણા LCBએ બાવળની ઝાડીઓમાંથી 2 શખ્સોને દબોચ્યા, ₹1.75 લાખના 3 વાહનો જપ્ત

    2 days ago

    મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાં નવરાત્રીના તહેવારો દરમિયાન વાહન ચોરી કરતી એક સક્રિય ટોળકીનો મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ગરબા મહોત્સવના પાર્કિંગ તેમજ રહેણાંક મકાનો આગળથી ચોરાયેલા ત્રણ ટુ-વ્હીલર્સ સાથે એલસીબીની ટીમે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોયલ એનફીલ્ડ બુલેટ, ટીવીએસ જ્યુપીટર અને સ્પ્લેન્ડર બાઇક સહિત કુલ ₹1,75,000નો મુદ્દામાલ જપ્ત કરી કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ત્રણ ગુનાઓનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. બાતમીના આધારે જાસલપુર રોડ પર છાપો LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ PSI એ.ડી. કાકરેચા અને તેમની ટીમ કડી વિસ્તારમાં સઘન પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજેશજી ચુનાજી અને જોરાજી કડવાજીને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરીના વાહનો સાથે બે શખ્સો શંકાસ્પદ હાલતમાં છુપાયેલા છે. બાતમીના આધારે પોલીસે જાસલપુરથી કડી જતા રોડ પર બાવળની ઝાડીઓમાં દરોડો પાડીને નંબર પ્લેટ વગરના ત્રણ વાહનો સાથે બે શખ્સોને કોર્ડન કરી ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં 23 વર્ષીય નાસીરખાંન અમીરઉલ્લાખાંન પઠાણ અને 21 વર્ષીય સાહીલ મહેબુબસા અબ્દાલનો સમાવેશ થાય છે. એન્જિન-ચેસિસ નંબરની ચકાસણીમાં ભાંડો ફૂટ્યો પોલીસે પંચોની હાજરીમાં વાહનોના એન્જિન અને ચેસિસ નંબર મેળવી RTO ડેટાબેઝ સાથે સરખાવતાં વાહનોના સાચા નંબરો સામે આવ્યા હતા. આરોપીઓ વાહનોના કોઈ માલિકી દસ્તાવેજ રજૂ ન કરી શકતાં અને ગલ્લાંતલ્લાં કરતાં પોલીસે કડક પૂછપરછ હાથ ધરી હતી. આખરે બંને શખ્સો ભાંગી પડ્યા હતા અને નવરાત્રીના તહેવારો દરમિયાન મોજશોખ અને આર્થિક ફાયદા માટે મિત્રો સાથે મળીને વાહન ચોરીનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી. ગરબા પાર્કિંગ અને સોસાયટીઓમાંથી કરતા હતા ચોરી આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેમણે નાની કડી ખાતે કામનાથ પાર્ટી પ્લોટમાં ચાલતા નવરાત્રી ગરબાના પાર્કિંગમાંથી એક ટીવીએસ જ્યુપીટર સ્કૂટરની ચોરી કરી હતી. આ ઉપરાંત કડી જાપલી વાસ નજીક એક મકાન આગળથી રોયલ એનફીલ્ડ બુલેટ અને મલ્હારપુરા વિસ્તારમાંથી ઘર આંગણે પાર્ક કરેલી હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક ચોરી હોવાનું કબૂલ્યું હતું. ₹1.75 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપીઓ પાસેથી: આમ, કુલ ₹1,75,000નો મુદ્દામાલ BNSS હેઠળ જપ્ત કર્યો છે. બંને આરોપીઓની વિધિવત અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી અને અન્ય સાગરીતોની શોધખોળ માટે તેમને કડી પોલીસ મથકને સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં સાયબર ઠગોનું વધુ એક કારરસ્તાન:મની લોન્ડ્રિંગ કેસમાં ફસાવવાનું ષડયંત્ર રચી પિતા-પુત્રીને 6 દિવસ ડિજિટલ એરસ્ટ રાખ્યા, 14 લાખ ખંખેરી ફોન બંધ કર્યાં
    Next Article
    કોડીનારમાં બોલેરોમાંથી સસ્તા અનાજનો ગેરકાયદે જથ્થો પકડાયો:વહીવટી તંત્રે ₹3.33 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment