Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં નવી ફૂડ લેબોરેટરી બનશે:મનપા જેટકોને જમીન ફાળવીને 85 કરોડની આવક મેળવશે, વ્યાજમાફી યોજના 31 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષપદે મળી હતી. આ બેઠકમાં શહેરી વિકાસ અને જનહિતના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કુલ 32 દરખાસ્તોમાંથી 30 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે, જ્યારે રાત્રી સફાઈ અને બાયોમેડિકલ વેસ્ટનાં નિકાલની 2 દરખાસ્તો વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. સ્ટે. કમિટી દ્વારા આજે કુલ 60 કરોડના કામોની દરખાસ્ત સામે 49,41 કરોડનાં વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. જોકે નવી ફૂડ લેબોરેટરી બનાવવા, જેટકોને જંમીન ફાળવવા અને વ્યાજમાફીની મુદ્દત 31 ડિસેમ્બર સુધી લંબાવવાનાં નિર્ણય પર મંજૂરીની મહોર લગાવવામાં આવી છે. જેટકોને જમીન આપવાની બાબતમાં કોર્પોરેશનને અંદાજે 85 કરોડની આવક સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાનાં જણાવ્યા અનુસાર, વોર્ડ નં. 10 માં નવી ફૂડ લેબોરેટરી બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. ફૂડ લેબોરેટરી અંગે 18 ટકા GST સહિતનો ખર્ચ વહેતા 5.22 કરોડનો ખર્ચ થશે. આ લેબોરેટરી બનવાથી ફૂડ સેમ્પલના રિપોર્ટ્સ હવે રાજકોટમાં જ ઝડપથી મળી રહેશે અને ગેરરીતિ સામે ત્વરિત પગલાં લઈ શકાશે. આ ઉપરાંત, જેટકોને નવા રિંગરોડ ઉપર કીમતી જમીન કોર્પોરેશન વેચશે. જેટકોને જમીન આપવાની બાબતમાં કોર્પોરેશનને અંદાજે 85 કરોડની આવક થશે. આ રકમ મનપાની તિજોરીમાં જમા થશે, જેનાથી આર્થિક સધ્ધરતા વધશે. 11 કરોડનો ત્રિ-વાર્ષિક કોન્ટ્રાક્ટ મંજૂર કરવા દરખાસ્ત હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નાગરિકો માટે રાહતના સમાચાર તરીકે, કરદાતાઓ માટે વ્યાજમાફીની યોજના આગામી 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. જોકે, બે દરખાસ્તોને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. જેમાં શહેરના મુખ્ય માર્ગોની રાત્રી સફાઇની કામગીરીમાં રોકાયેલા ટ્રક માઉન્ટેડ મિકેનિકલ પાવર રોડ વેક્યુમ સ્વિપિંગ મશીન 12 નંગ કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેઇટેનન્સ માટે 11 કરોડનો ત્રિ-વાર્ષિક કોન્ટ્રાક્ટ મંજૂર કરવા દરખાસ્ત હતી. આમાં વેક્યુમ મશીન કરતાં ઓપરેશન એન્ડ મેઇટેનન્સનો ખર્ચ વધુ જણાતાં તેમજ 11 કરોડના ખર્ચ અંગે આશંકા ઉઠતા આ દરખાસ્ત પેન્ડિંગ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત આરોગ્ય શાખા હસ્તકના યુ.પી.એચ.સી., યુ.સી.એચ.સી. તથા અન્ય શાખાઓના બાયો મેડિકલ વેસ્ટના નિકાલ અર્થે દ્વિ-વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ કરવા કમિશનર દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. આ કામગીરી માટે આરોગ્ય સમિતિના ચેરમેનને જ વિગતો નહીં મળી હોવાનું સામે આવ્યું હતું. વર્ષ 2024-25માં આ માટે રૂ. 11,11,855નો ખર્ચ થયો હતો. આ અંગે ઇ-ટેન્ડર પ્રક્રિયામાં ડિસ્ટ્રોમેડ બાયો ક્લિન પ્રા.લિ. દ્વારા દરખાસ્ત કરાઈ હતી, જેને વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવા આદેશ કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ભેળસેળિયાઓ બેફામ:પનીરમાં મિલ્ક ફેટ ઓછું, ઘીમાં ભેળસેળ, આઇસ્ક્રીમમાં દુધ ઓછું મળતા તમામ ધંધાર્થી સામે કેસ થશે, કમિશ્નર બંગલા સામેથી ફુગવાળી ડુંગળી-સમોસા ફેંકી દેવાયા, રાસોત્સવમાં સઘન ચેકીંગ
    Next Article
    ગાંધીનગરમાં સાયબર ઠગોનું વધુ એક કારરસ્તાન:મની લોન્ડ્રિંગ કેસમાં ફસાવવાનું ષડયંત્ર રચી પિતા-પુત્રીને 6 દિવસ ડિજિટલ એરસ્ટ રાખ્યા, 14 લાખ ખંખેરી ફોન બંધ કર્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment