Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જનરલ બોર્ડમાં જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે તડાફડી:કોર્પોરેટર જયશ્રીબેને પ્રશ્ન પૂછવાનું પતિ પાસે ફોનમાં લાઇવ માર્ગદર્શન મેળવ્યું; ખર્ચકાંડનો તપાસ રિપોર્ટ જાહેર કરવા કોંગ્રેસની માગ

    एक दिन पहले

    રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ પૂર્વે અને સભા દરમિયાન જંગલેશ્વર ડિમોલિશન ખર્ચકાંડ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે 30 મિનિટ સુધી તડાફડી થઈ હતી. કોંગ્રેસે ડિમોલિશનના 4.5 મહિના બાદ પણ ખર્ચનો તપાસ રિપોર્ટ જાહેર ન કરાતા વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ, ચાલુ બોર્ડમાં વોર્ડ 12ના મહિલા કોર્પોરેટરને તેમના પતિ ફોન પર માર્ગદર્શન આપતા હોવાની ઘટના પણ સામે આવી હતી. ખર્ચનો રિપોર્ટ જાહેર કરવા વિપક્ષ નેતાની માગ વિપક્ષ નેતા દીપ્તિબેન સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે જંગલેશ્વર ડિમોલિશનને 4.5 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સત્તાધીશો ખર્ચનો રિપોર્ટ આપવામાં વિલંબ કરી રહ્યા છે. રિપોર્ટ આપવાના સમયે મ્યુનિસિપલ કમિશનર રજા પર ઉતરી જતાં જવાબદાર અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકા તેમણે વ્યક્ત કરી હતી. કોંગ્રેસે આ ખર્ચનો રિપોર્ટ વહેલી તકે જનતા સમક્ષ રજૂ કરવાની માગણી કરી છે. જનરલ બોર્ડ સભામાં હોબાળાની 2 તસવીર ડિમોલિશન મુદ્દે ભાજપ-કોંગ્રેસના નગરસેવકો સામસામે જનરલ બોર્ડમાં દીપ્તિબેન સોલંકીનો ડિમોલિશન અંગેનો પ્રશ્ન આવતા પૂર્વ મેયર અને વોર્ડ 12ના કોર્પોરેટર ડો. પ્રદીપ ડવે જંગલેશ્વરમાં ક્રાઇમ રેટ ઊંચો હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસના સભ્યોએ ભાજપના ઈશારે ડિમોલિશન થયાનું કહેતા બંને પક્ષના નગરસેવકો સામસામે આવી ગયા હતા. ડો. પ્રદીપ ડવે સ્પષ્ટતા કરી હતી કે ટીપી રોડ અને આજી નદીનો પટ ખુલ્લો કરવા ડિમોલિશન કરાયું હતું, જ્યાં નદીના પટમાં બંગલા અને ઓરડીઓ બનાવી ભાડે અપાતી હતી, અને આ કાર્યવાહી બાદ ક્રાઇમ રેટ ઘટ્યો છે ચાલુ સભામાં મહિલા કોર્પોરેટરને પતિનું ફોન પર માર્ગદર્શન સામાન્ય સભા દરમિયાન વોર્ડ નંબર 12ના મહિલા કોર્પોરેટર જયશ્રીબા જાડેજા જ્યારે ટાઉન પ્લાનિંગને લગતો પ્રશ્ન પૂછી રહ્યા હતા, ત્યારે તેમના પતિ દશરથસિંહ જાડેજા મીડિયા ગેલેરીમાં બેસીને ફોન પર તેમને સૂચનાઓ આપતા જોવા મળ્યા હતા. દશરથસિંહ જાડેજાએ બચાવ કરતા કહ્યું હતું કે જયશ્રીબા પ્રથમ વખત ચૂંટાયા હોવાથી પૂરતી માહિતીના અભાવે તેઓ મદદ કરી રહ્યા હતા. મેયર ડો. નેહલ શુક્લે આ બાબતે તપાસ બાદ જરૂરી સૂચના આપવાની ખાતરી આપી હતી. અસરગ્રસ્તો માટે રાજકોટમાં 30,000 આવાસ બનાવવાનું લક્ષ્યાંક જનરલ બોર્ડ બાદ મેયર ડો. નેહલ શુક્લે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનના માધ્યમથી જંગલેશ્વરમાં કરાયેલું ડિમોલિશન યોગ્ય છે અને અસરગ્રસ્તોને સમાવવા તંત્ર પ્રતિબદ્ધ છે. આગામી દિવસોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી રાજકોટમાં 30,000 આવાસ બનાવવાનું લક્ષ્યાંક નક્કી કરાયું છે, જેમાં ડિમોલિશનના અસરગ્રસ્તો અને જરૂરિયાતમંદ પરિવારોનો સમાવેશ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    'ગિરનાર પરિક્રમા', અંબાજી મંદિર પરિસરમાં હૈયે હૈયું દળાયું:ભવનાથ ક્ષેત્રમાં વહેલા પહોંચેલા પરિક્રમાર્થીઓ ગિરનાર પર્વત પહોંચ્યા, પગથિયાં પર લોકોનો અવિરત પ્રવાહ
    Next Article
    જસદણમાં મકાન-મિલકતના ઝઘડામાં દંપતીની હત્યા:કૌટુંબિક ભાઈ ધોકો લઈને સગર્ભા અને ભાઈ પર તૂટી પડ્યો, બચાવવા વચ્ચે પડેલા અન્ય 2 સભ્યો ઈજાગ્રસ્ત, આરોપીને પોલીસે દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment