Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જસદણમાં મકાન-મિલકતના ઝઘડામાં દંપતીની હત્યા:કૌટુંબિક ભાઈ ધોકો લઈને સગર્ભા અને ભાઈ પર તૂટી પડ્યો, બચાવવા વચ્ચે પડેલા અન્ય 2 સભ્યો ઈજાગ્રસ્ત, આરોપીને પોલીસે દબોચ્યો

    1 day ago

    જસદણ તાલુકાના જંગવડ ગામમાં ગુરુવારે બપોરના સમયે મકાન અને મિલકતની અદાવતમાં ડબલ મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે. કથામાં જવા માટે ઘર બહાર નીકળેલા પ્રકાશ ઘોડકીયા અને તેમના સગર્ભા પત્ની વિલાસ પર કૌટુંબિક ભાઈ અશોક ઉર્ફે સૂડાએ ધોકા વડે હુમલો કરી આડેધડ ઘા ફટકાર્યા હતા. આ ગંભીર હુમલામાં વિલાસનું ઘટનાસ્થળે અને પ્રકાશનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ ઉપરાંત બચાવવા વચ્ચે પડેલા અન્ય બે પરિવારજનોને પણ ઈજા પહોંચી છે. આમ આ બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો છે. કથામાં જતી વખતે ધોકા વડે હુમલો જંગવડ ગામના લીમડા ચોક વિસ્તારમાં રહેતા 35 વર્ષીય પ્રકાશ બચુ ઘોડકીયા અને તેની 32 વર્ષીય પત્ની વિલાસ ગુરુવારે બપોરે 3.30 વાગ્યાની આસપાસ ગામમાં ચાલી રહેલી કથા સાંભળવા જવા માટે ઘર બહાર નીકળ્યા હતા. આ દરમિયાન જૂના ચોરા પાસે રહેતો પ્રકાશના મોટા બાપુનો દીકરો અશોક ઉર્ફે સૂડો ગોવિંદ ઘોડકીયા હાથમાં લાકડાનો ધોકો લઈને ધસી આવ્યો હતો અને દંપતી પર તૂટી પડ્યો હતો. હુમલાખોરે બંનેના માથાના ભાગે આડેધડ ધોકાના ઘા ફટકારતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બચાવવા પડેલા પરિવારના અન્ય બેને ઈજા દંપતી પર હુમલો થતા બૂમાબૂમ સાંભળીને નજીકમાં કરિયાણાની દુકાન ધરાવતા પ્રકાશના ભત્રીજાના પત્ની પુરી ભૂપત ઘોડકીયા તેમજ પ્રકાશના બહેન મુક્તા ઉર્ફે લાભુ જયંતી ઘોડકીયા બચાવવા માટે દોડી આવ્યા હતા. આરોપી અશોકે બચાવવા પડેલા પુરી અને મુક્તા પર પણ ધોકા વડે હુમલો કરીને માથા સહિતના શરીરના ભાગે ઈજા પહોંચાડી હતી. દરમિયાન પ્રકાશના મોટાભાઈ રમેશ સ્થળ પર આવી જતા આરોપી અશોક ત્યાંથી નાસી છૂટ્યો હતો. સારવાર દરમિયાન પતિનું મોત ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે રિક્ષા મારફતે આટકોટની કે.ડી.પી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે વિલાસને મૃત જાહેર કર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા પ્રકાશ અને પુરીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે સારવાર દરમિયાન પ્રકાશનું પણ મોત થતા બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો છે. રાજકોટ ખાતે બંને મૃતકોના મૃતદેહના ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મિલકત અને ભાડાના મકાનનો વિવાદ આ સમગ્ર ઘટના અંગે આટકોટ પોલીસે ઈજાગ્રસ્ત મુક્તા ઉર્ફે લાભુની ફરિયાદના આધારે આરોપી અશોક ઉર્ફે સૂડો વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદ મુજબ, મુક્તાને પાડોશમાં રહેતી ઈલાના ફોન મારફતે પોતાના દીકરા વ્રજ સાથે વાત થઈ હતી, જેમાં વ્રજે પ્રકાશકાકા સાથે દૂર આવેલા મંદિરે કથામાં જવાની વાત કરી હતી. મંદિર રોડ પર હોવાથી અને દૂર હોવાથી મુક્તાએ દીકરાને ના પાડી હતી અને તેને લેવા માટે પ્રકાશના ઘર તરફ જવા નીકળ્યા હતા. ઘરનું બારણું ખખડાવતા વિલાસ બહાર આવ્યા હતા અને તે જ સમયે ધોકા સાથે હાજર અશોક મોટેમોટેથી ગાળો બોલતો હોવાથી મુક્તા અને વિલાસે ગાળો બોલવાની ના પાડી હતી. જેના પગલે ઉશ્કેરાયેલા આરોપીએ બધાને મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યો હતો. પોલીસ તપાસમાં ઘટનાના મૂળમાં મકાન અને મિલકત બાબતનું જૂનું મનદુઃખ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. અગાઉ મુક્તા અને તેમનો પરિવાર કાકાજી સસરા લઘરા મંગળા ઘોડકીયાના મકાનમાં રહેતા હતા, ત્યારે કૌટુંબિક જેઠ અશોક ઉર્ફે સૂડો અવારનવાર માથાકૂટ કરીને ગાળો આપતો હતો અને મારી નાખવાની ધમકી આપતો હતો. આ ત્રાસથી કંટાળીને પરિવારે મકાન ખાલી કરી ભાડે રહેવા જવાનું પસંદ કર્યું હતું, જે બાબત આરોપીને પસંદ પડી ન હતી. નિઃસંતાન કાકા લઘરાની પ્રકાશે પિતાની જેમ સેવા કરી હોવાથી કાકાએ પોતાનું મકાન અને બેંકની બચતની રકમ પ્રકાશને આપી દીધી હતી. તેનું મનદુઃખ રાખીને આરોપીએ દારૂ અને ગાંજાના નશામાં ધૂત થઈને હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે. સીમંત પહેલા પરિવારમાં માતમ હત્યાનો ભોગ બનેલા વિલાસના લગ્ન 2 વર્ષ પહેલા જ થયા હતા અને તેઓ હાલ સગર્ભા હતા. પરિવારમાં નવા મહેમાનના આગમનની ખુશી વચ્ચે ટૂંક સમયમાં સીમંતનો પ્રસંગ યોજવાનો હતો, પરંતુ બાળક જન્મ લે તે પહેલા જ સગર્ભા માતા અને પિતાની હત્યા થઈ જતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હીરા ઘસવાનું કામ કરીને ગુજરાન ચલાવતા પ્રકાશ અને તેમનો પરિવાર ગામમાં શાંત અને સરળ સ્વભાવનો પરિવાર ગણાતો હતો. નશાની હાલતમાં આરોપી ઝડપાયો આરોપી અશોક ઉર્ફે સૂડો વધુ દૂર ભાગી શકે તે પહેલા જ ગામના નાકા પાસેથી પોલીસે તેને ઝડપી લીધો હતો. નશાની હાલતમાં હોવાથી આરોપી દૂર જઈ શક્યો ન હતો અને પોલીસે તેની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. અગાઉ પણ દારૂ અને ગાંજાના વ્યસન તેમજ અન્ય ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા આરોપીની વિધિવત ધરપકડ કરીને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જનરલ બોર્ડમાં જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે તડાફડી:કોર્પોરેટર જયશ્રીબેને પ્રશ્ન પૂછવાનું પતિ પાસે ફોનમાં લાઇવ માર્ગદર્શન મેળવ્યું; ખર્ચકાંડનો તપાસ રિપોર્ટ જાહેર કરવા કોંગ્રેસની માગ
    Next Article
    અડતાળામાં પાણીની રજૂઆત બાદ મારામારી અને ફાયરિંગનો મામલો:પોલીસે 3 આરોપીની ધરપકડ કરી;2 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું; પંચનામું કરી માફી મંગાવાઈ; જીતુવાળા ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment