Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:3માંથી 2 પૂરગ્રસ્ત સોસાયટીને વેરામાફી અપાઈ, વચ્ચેની બાકાત, મ્યુનિ.એ કહ્યું ‘વીડિયો અનિવાર્ય’

    7 hours ago

    જુલાઈના ભયાનક પૂર બાદ અસરગ્રસ્તોને વેરા માફી યોજનામાં આવરી લેવા પાલિકાએ યાદી જાહેર કરી હતી. જોકે તેમાં વંચિત પરિવારોને હવે લાભ આપવા તંત્રએ ઘરમાં પાણી ભરાયા હોય તેવા ફોટો-વીડિયો રજૂ કરે તો વેરા માફી યોજનામાં સમાવી લેવા કહ્યું છે. જે લોકોને રાજ્ય સરકારે પૂરગ્રસ્ત માનીને કેશડોલ ચૂકવી હતી, તેમને પણ મ્યુનિ.એ વેરા માફી લિસ્ટમાં સ્થાન ન આપતાં આ ગંભીર ચૂક બાદ પૂરગ્રસ્ત પરિવારોની પરિસ્થિતિ પડતા પર પાટું સમાન સાબિત થઈ છે. આ તબક્કે અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે, ‘વેરા બિલ આવ્યાના 2 મહિનામાં પૂર સમયના ફોટો કે વીડિયોના પુરાવા આપો તો વેરો માફ કરાશે.’ આ મુદ્દે સરથાણાની વ્રજ એન્ટોનિયાએ લિસ્ટમાં સામેલ કરવા કચેરીએ લેખિત ફરિયાદ કરી છે, જ્યારે સીમાડાના વાલમનગર અને સિદ્ધાર્થનગરના પૂરગ્રસ્ત પરિવારો પણ વેરા માફીની રાહ જોઈને બેઠા છે. સરકારે કેશડોલ આપી, પાલિકાએ વેરો માફ ન કર્યો : ધારાસભ્યો જેમને કેશડોલ ચૂકવી દીધી છે તેમને પણ પાલિકા વેરા માફી આપવા તૈયાર નથી. તંત્રનું કહેવું છે કે વેરાબિલ આવ્યાના 2 મહિનામાં પૂર સમયના વીડિયો કે ફોટો અપાશે તો જ વેરો માફ કરાશે. સરકાર અને પાલિકા વચ્ચે ડેટા સિંક ન થતાં અસરગ્રસ્તો કચેરીઓના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. કેશડોલ મળ્યા છતાં વેરા માફી લિસ્ટમાંથી નામો કપાતાં ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયા અને સંદીપ દેસાઈએ જાહેરમાં બળાપો કાઢીને બેદરકાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. નિષ્ણાતોના મતે વીડિયો ન હોય ત્યારે જિયોલોજી સર્વેના આધારે પાણી ભરાયાની ચકાસણી થઈ શકે છે. લિસ્ટમાંથી વચ્ચેની સોસાયટી જ ગાયબ સરથાણાની વ્રજ એન્ટોનિયાના રહીશોમાં પાલિકાના સર્વે સામે ભારે રોષ છે. પાલિકાની યાદીમાં આ સોસાયટીની આગળ-પાછળની સોસાયટીઓમાં પાણી ભરાયું હોવાથી તેમને વેરા માફી મળી છે, પણ વચ્ચે આવેલી વ્રજ એન્ટોનિયાને બાકાત કરી દેવાઈ છે. રહીશ જેરામ પટેલે કહ્યું કે, તંત્રએ આજુબાજુની સોસાયટીને સમાવી અમને બાકાત કર્યા છે. કામની વાત :પાણી ભરાવાના વીડિયો ન હોય તો આટલું કરો જો કેશડોલ મળી હોય પરંતુ વેરાબિલમાં પૂર રાહત ન મળી હોય તો બિલ જનરેટ થયાના 60 દિવસમાં લેખિત વાંધા અરજી આપો. પૂરની નુકસાનીના વીડિયો કે ફોટો ન હોય તો કેશડોલ જમા થયાની બેંક પાસબુકની એન્ટ્રી અથવા પાલિકાની પ્રિન્ટ પુરાવા તરીકે રજૂ કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    7 વર્ષ પછી ચોમાસામાં ઉકાઈ ડેમ 100% ન ભરાયો:ડેમ 80% ભરાયો છતાં સંગ્રહ પૂરતો હોવાથી પાણીની ખેંચ નહીં વર્તાય
    Next Article
    खून के बदले फूल! Jantar-Mantar Protest | Gyanesh Kumar | Neha Bora | CJP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment