Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન: કિન્નરો-મહિલાઓએ છાજીયા લીધા:સરકાર અને અદાણી વિરુદ્ધ પ્રતીક ઉપવાસ યથાવત, વળતરની માંગ યથાવત

    3 days ago

    મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન ચાલુ છે. આજે મહેન્દ્રનગર ગામથી ખેડૂતો અને મહિલાઓ ઉપવાસી છાવણીમાં પહોંચ્યા હતા. અહીં 7 ખેડૂતો અને 11 મહિલાઓ દ્વારા પ્રતીક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન મહિલાઓ અને કિન્નરો દ્વારા સરકાર અને અદાણી વિરુદ્ધ છાજીયા લેવામાં આવ્યા હતા. ખેડૂતો ખાનગી વીજ કંપની દ્વારા તેમના ખેતરોમાં ઉભા કરવામાં આવી રહેલા વીજપોલ સામે વળતરની માંગ કરી રહ્યા છે. તેઓની માંગ છે કે પૂરતું વળતર આપીને ખેડૂતોને ન્યાય આપવામાં આવે. મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ખાનગી વીજ કંપનીઓની વીજ લાઈનો પસાર કરવા અને વીજપોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતો દ્વારા તેનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેતરોમાં વીજપોલ ઊભા થવાથી ખેતીની જમીનની કિંમત ઘટી જાય છે અને ખેડૂતો પર આજીવન જીવનું જોખમ પણ રહે છે. આ માંગણીઓ સામે સરકારે નવી વળતર નીતિનો પરિપત્ર જાહેર કર્યો હતો. જોકે, જેતપર ગામની ખેડૂત આંદોલન સમિતિએ આ નીતિનો વિરોધ કરીને 'આંદોલન પાર્ટ 3' શરૂ કર્યું છે. અગાઉ, મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોની પદયાત્રા યોજાઈ હતી. જેમાં 365 ગ્રામ પંચાયતના લેટરપેડ સાથે નવી વળતર નીતિનો પરિપત્ર મંજૂર ન હોવાનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોએ પૂરતા વળતર માટે સરકારને ત્રણ વિકલ્પ પણ આપ્યા હતા. હજુ સુધી ખેડૂતોની આ માંગણીઓ સ્વીકારવામાં આવી નથી. તેથી, જેતપર ગામે ખેડૂત આંદોલનની છાવણી ચાલુ છે. સત્યાગ્રહ છાવણી ખાતે આજે 500 જેટલા મહિલાઓ અને ખેડૂતો આંદોલનના સમર્થનમાં હાજર રહ્યા હતા. તેઓએ ફરીથી પૂરતું વળતર આપીને ખેડૂતોને ન્યાય આપવાની માંગ દોહરાવી હતી.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ:કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3 પર પહોંચી, 2 બાળકોનાં મોત
    Next Article
    બોટાદમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા:રહીશો પરેશાન, નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment