Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં ઘાસચારાની અછતને લઈ માલધારી સમાજની રજૂઆત:પશુઓ માટે તાત્કાલિક ઘાસચારાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર

    3 days ago

    લાલપુર તાલુકામાં ઓછા વરસાદને કારણે ઘાસચારાની ગંભીર અછત સર્જાઈ છે. આ મુદ્દે લાલપુર તાલુકા માલધારી સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. સમાજના પ્રમુખ રમેશભાઈ રાણાભાઈ ગમારાની આગેવાનીમાં આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં જણાવાયું છે કે ચારો પાક નિષ્ફળ જતાં પશુપાલકોને પોતાના પશુઓ માટે પૂરતો ઘાસચારો મળતો નથી. આના કારણે પશુધનના નિભાવની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. માલધારી સમાજે સરકારના નિયમો મુજબ તાત્કાલિક ઘાસચારા ડેપો શરૂ કરવા, ઘાસચારાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને પશુપાલકોને સમયસર રાહત મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ આવેદનપત્રની નકલ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને તાલુકા વિકાસ અધિકારીને પણ મોકલવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઉમરગામમાં વાદળ ફાટ્યું:28 કલાકમાં 43 ઇંચ વરસાદ, 8 ઇંચમાં અમદાવાદ પાણીમાં, 180થી વધુ તાલુકામાં તોફાની બેટિંગ, આગમી 24 કલાક અતિભારે
    Next Article
    પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ:કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3 પર પહોંચી, 2 બાળકોનાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment