Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આયુષ ક્લિનિક શરૂ:એક જ સ્થળે આયુર્વેદ અને હોમિયોપથીની સારવાર, નિદાન અને દવાઓ વિનામૂલ્યે મળશે

    एक दिन पहले

    વેરાવળની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આયુર્વેદ અને હોમિયોપથી સારવારને પ્રોત્સાહન આપવા માટે આયુષ ક્લિનિક (આયુર્વેદ અને હોમિયોપથી ઓપીડી)નો શુભારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અંતર્ગત શરૂ કરવામાં આવેલી આ ઓપીડીમાં હવે દર્દીઓને એક જ સ્થળે આયુર્વેદ અને હોમિયોપથી બંને પદ્ધતિની સારવાર ઉપલબ્ધ થશે. વેરાવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે બંને સારવાર પદ્ધતિની ઓપીડી શરૂ થવાથી શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને વિશેષ સુવિધા મળશે. આ ક્લિનિકમાં એક આયુર્વેદિક અને એક હોમિયોપેથીક તબીબ દ્વારા દર્દીઓનું નિદાન કરી જરૂરી સારવાર આપવામાં આવશે. ખાસ વાત એ છે કે અહીં દર્દીઓને તમામ દવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલી આ પ્રથમ આયુષ ક્લિનિક છે, જેનાથી વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ વધશે. જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો. રસુલ ઓઠાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, લાંબા ગાળાના અને કેટલાક અસાધ્ય રોગોમાં આયુર્વેદ તથા હોમિયોપથી સારવાર દર્દીઓ માટે ઉપયોગી બની શકે છે. આયુષ ચિકિત્સા પદ્ધતિ અંગે લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયત હસ્તકની આયુર્વેદ શાખાઓ મારફતે સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં અગાઉથી 8 આયુર્વેદિક અને 6 હોમિયોપેથીક મળી કુલ 14 દવાખાનાં કાર્યરત છે. પ્રભાસ પાટણ-સોમનાથ ખાતે આયુર્વેદિક ઓપીડી અને ડારી ખાતે હોમિયોપેથી ઓપીડી કાર્યરત છે. હવે વેરાવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે બંને પદ્ધતિની ઓપીડી શરૂ કરવામાં આવતા દર્દીઓને વધુ એક સુવિધા પ્રાપ્ત થઈ છે. આયુષ સારવારનો વ્યાપ વધારવા અને લોકોને ઘરઆંગણે વૈકલ્પિક સારવારની સુવિધા મળી રહે તે દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થશે. ખાસ કરીને આર્થિક રીતે નબળા અને લાંબા સમયથી સારવાર લઈ રહેલા દર્દીઓને વિનામૂલ્યે દવાઓ મળવાથી રાહત મળશે. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર, તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમાર, વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલ, ઉપપ્રમુખ હેમીબેન જેઠવા, આહીર સમાજના અગ્રણી ડો. રામભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોંઘવારી અને ભેળસેળ સામે કડક કાર્યવાહીની માંગ સાથે AAPનું આવેદન,:બેફામ મોંઘવારી અને નકલી વસ્તુઓના વેચાણ સામે AAPનો વિરોધ, સરકારની નીતિઓ પર આકરા પ્રહાર અને તાત્કાલિક પગલાં લેવા ઉગ્ર માંગણી
    Next Article
    સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરીના બે સ્થળે તપાસ:મુળીમાં બે ડમ્પર અને ધ્રાંગધ્રામાં વોશ પ્લાન્ટ, 3 ટ્રેક્ટર તથા JCB જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment