Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરીના બે સ્થળે તપાસ:મુળીમાં બે ડમ્પર અને ધ્રાંગધ્રામાં વોશ પ્લાન્ટ, 3 ટ્રેક્ટર તથા JCB જપ્ત

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના મુળી અને ધ્રાંગધ્રા તાલુકામાં ખાણ-ખનીજ વિભાગની ટીમે ગેરકાયદે ખનન અને વહન મામલે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા બંને સ્થળેથી આશરે ₹1.10 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મુળીમાંથી 2 ડમ્પર અને ધ્રાંગધ્રામાંથી 1 વોશ પ્લાન્ટ, 3 ટ્રેક્ટર તથા 1 JCB કબજે કરીને નિયમ મુજબની કાર્યવાહી શરૂ કરાઈ છે. મુળી તાલુકાની સરા ચોકડી પાસેથી ₹60 લાખના 2 ડમ્પર ઝડપાયા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના અધિકારી જે.એસ. વાઢેરના માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેક્ટર ઇન્દ્રસિંહ જાડેજા અને માઇન્સ સુપરવાઇઝર વિનય ડોડીયાની ટીમે મુળી તાલુકાના સરા ચોકડી પાસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સફેદ માટીનું ગેરકાયદે વહન કરતા 2 ડમ્પર અટકાવીને આશરે ₹60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જે અંગે નિયમ મુજબની કાર્યવાહી ચાલુ છે. ધ્રાંગધ્રાના નારિતાણા ખાતેથી ₹50 લાખનો મુદ્દામાલ કબજે કરાયો ખાણ-ખનીજ વિભાગની ટીમે ધ્રાંગધ્રા તાલુકાના નારિતાણા ખાતે પણ દરોડો પાડીને તપાસ કરી હતી, જ્યાં સાદી રેતીનું ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહ થતો હોવાનું સામે આવ્યું હતું. ટીમે સ્થળ પરથી 1 વોશ પ્લાન્ટ, 3 ટ્રેક્ટર અને 1 JCB અટકાવીને આશરે ₹50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, તેમજ આ મામલે પણ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આયુષ ક્લિનિક શરૂ:એક જ સ્થળે આયુર્વેદ અને હોમિયોપથીની સારવાર, નિદાન અને દવાઓ વિનામૂલ્યે મળશે
    Next Article
    'We Gotta Bring Jensen Huang Back': Uber Co-Founder Backs Former Nvidia CEO

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment