Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર અને ખમીસણાને જોડતા નવા પુલનું ખાતમુહૂર્ત કરાયું:મોરબી શાખા નહેર પર સરદાર સરોવર નર્મદા નિગમ પુલ બનાવશે; નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

    एक दिन पहले

    સુરેન્દ્રનગર અને ખમીસણાને જોડતા મોરબી શાખા નહેર પર બનનારા નવા પુલનું નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા આ પુલનું નિર્માણ કરવામાં આવશે. આ પુલ બનવાથી બંને વિસ્તારો વચ્ચે સીધું જોડાણ થશે અને સ્થાનિક નાગરિકો તથા વાહનચાલકોને અવરજવરમાં સરળતા રહેશે. મોરબી શાખા નહેરના 0.380 કિમી સાંકળ પાસે પુલ બનશે ખાતમુહૂર્ત પ્રસંગે જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે મોરબી શાખા નહેરના 0.380 કિમી સાંકળ પાસે બનનારો આ પુલ સુરેન્દ્રનગર અને ખમીસણા વચ્ચે સીધું જોડાણ પૂરું પાડશે. પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ બંને વિસ્તારો વચ્ચેની અવરજવર વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનશે. બાંધકામ એજન્સીને ગુણવત્તા સાથે ઝડપથી કામ પૂરું કરવા સૂચના નાયબ મુખ્ય દંડકે વધુમાં જણાવ્યું હતું કે આ પુલનો સીધો લાભ સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને મળશે. તેમણે બાંધકામ કરતી એજન્સીને પુલનું કામ સમયમર્યાદામાં ઝડપથી અને પૂરતી ગુણવત્તા જાળવીને પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. કાર્યક્રમમાં મેયર અને નર્મદા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મેયર રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલ ચાંપાનેરી, નર્મદા વિભાગના અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરસાગર વિસ્તારમાં ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી:ઉત્તર ઝોનના વોર્ડ-13માં પાલિકાની નાઈટ ડ્રાઈવમાં બે દુકાન સીલ, 17ને નોટિસ ફટકારી ₹40 હજારનો દંડ વસૂલાયો
    Next Article
    મોંઘવારી અને ભેળસેળ સામે કડક કાર્યવાહીની માંગ સાથે AAPનું આવેદન,:બેફામ મોંઘવારી અને નકલી વસ્તુઓના વેચાણ સામે AAPનો વિરોધ, સરકારની નીતિઓ પર આકરા પ્રહાર અને તાત્કાલિક પગલાં લેવા ઉગ્ર માંગણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment