Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરસાગર વિસ્તારમાં ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી:ઉત્તર ઝોનના વોર્ડ-13માં પાલિકાની નાઈટ ડ્રાઈવમાં બે દુકાન સીલ, 17ને નોટિસ ફટકારી ₹40 હજારનો દંડ વસૂલાયો

    एक दिन पहले

    વડોદરા શહેરને સ્વચ્છ રાખવા માટે વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા રાત-દિવસ સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ઉત્તર ઝોનના વોર્ડ નંબર 13માં આવેલા સુરસાગર આસપાસ તેમજ મદનઝાંપા અને સાયકલ માર્ટ વિસ્તારમાં વિશેષ ઇવનિંગ અને નાઈટ ડ્રાઈવ યોજીને ગંદકી ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સાંજના સમયે વધતી ગંદકીને નાથવા વિશેષ ચેકિંગ સાંજના સમયે દુકાનો બંધ થવા અને ખાણીપીણીની લારીઓ તેમજ રેસ્ટોરન્ટ શરૂ થવાના સમયે વિસ્તારમાં ગંદકી વધતી હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. આથી સુરસાગર, મદનઝાંપા અને સાયકલ માર્ટ વિસ્તારમાં પાલિકાની ટીમ દ્વારા ઓચિંતી તપાસણી હાથ ધરવામાં આવી હતી. બે દુકાનો સીલ, 17 વેપારીઓને નોટિસ અપાઈ તપાસ દરમિયાન નિયમોનો ભંગ કરી ગંદકી ફેલાવતા એકમો સામે પાલિકાએ લાલ આંખ કરી હતી. ટીમે સ્થળ પર જ બે દુકાનોને સીલ મારી દીધી હતી, 17 દુકાનદારોને નોટિસ ફટકારી હતી અને આશરે રૂ. 39,000 થી રૂ. 40,000 જેટલો દંડ વસૂલ્યો હતો. ગંદકી કરનાર સામે બાંધછોડ નહીં કરવાનો સંદેશ દિવસ દરમિયાન સેનેટરી વિભાગની ટીમો નિયમિત પેનલ્ટી ડ્રાઈવ ચલાવે છે, પરંતુ રાત્રિના સમયે વધતી ગંદકી રોકવા આ ખાસ ઝુંબેશ ચલાવાઈ હતી. શહેરને સ્વચ્છ રાખવાના અભિયાન હેઠળ ગંદકી કરનાર તત્વો સામે કોઈ બાંધછોડ નહીં કરાય તેવો સ્પષ્ટ સંદેશ તંત્રએ આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ‘આપ’એ મોંઘવારી સામે વિરોધ નોંધાવ્યો:કલેક્ટરને આવેદનપત્ર આપી ભાવ નિયંત્રણ અને ભેળસેળ સામે કાર્યવાહીની માગ કરી
    Next Article
    સુરેન્દ્રનગર અને ખમીસણાને જોડતા નવા પુલનું ખાતમુહૂર્ત કરાયું:મોરબી શાખા નહેર પર સરદાર સરોવર નર્મદા નિગમ પુલ બનાવશે; નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment