Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ‘આપ’એ મોંઘવારી સામે વિરોધ નોંધાવ્યો:કલેક્ટરને આવેદનપત્ર આપી ભાવ નિયંત્રણ અને ભેળસેળ સામે કાર્યવાહીની માગ કરી

    एक दिन पहले

    વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી (AAP)એ વધતી મોંઘવારી અને બજારમાં વેચાતી નકલી તથા ભેળસેળવાળી વસ્તુઓ સામે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું. પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ બેનર તથા પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો અને લોકોને મોંઘવારીમાંથી રાહત આપવાની માંગ કરી. જિલ્લા પ્રમુખ પ્રકાશ પટેલે કહ્યું કે રોજિંદી વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર ભાવ ઘટાડવા માટે નક્કર પગલાં લઈ રહી નથી. પેટ્રોલ-ડીઝલ, ગેસ, શાકભાજી અને અનાજ સહિતની વસ્તુઓના ભાવ વધ્યા છે. પ્રકાશ પટેલે કહ્યું કે સામાન્ય, ગરીબ અને મધ્યમ વર્ગની આવક વધી નથી, જ્યારે મોંઘવારી સતત વધી રહી છે. તેના કારણે ઘરખર્ચ, બાળકોના શિક્ષણ અને દવાખાનાનો ખર્ચ કાઢવો મુશ્કેલ બન્યો છે. મોંઘવારી ઓછી નહીં થાય તો આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીએ આંદોલન કરવાની ચીમકી આપી. આવેદનપત્રમાં ગેસ સિલિન્ડર, પેટ્રોલ-ડીઝલ, CNG, દૂધ, ખાદ્યતેલ, શાકભાજી અને અન્ય જીવનજરૂરી વસ્તુઓના ભાવ પર નિયંત્રણ માટે પગલાં લેવાની માંગ કરાઈ. બજારમાં વેચાતી નકલી અને ભેળસેળવાળી વસ્તુઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ છે. પાર્ટીએ બજારો, દુકાનો અને ગોડાઉનોમાં નિયમિત તપાસ કરવા તેમજ મોંઘવારીથી પરેશાન લોકોને તાત્કાલિક રાહત આપવા સરકારને પગલાં લેવા કહ્યું. વિરોધ દરમિયાન કાર્યકરોએ ‘ભાજપના રાજમાં મોંઘવારી અપાર, જનતા બેહાલ’, ‘ચાવાળાના રાજમાં, દૂધ જ મોંઘું થયું!’, ‘ગેસના ભાવ ઓછા કરો’ અને ‘પેટ્રોલ મોંઘું, ખાંડ મોંઘી, દૂધ મોંઘું; આ કેવા અચ્છે દિન?’ લખેલા પ્લેકાર્ડ બતાવ્યા. આવેદનપત્ર આપતી વખતે જિલ્લા પ્રમુખ પ્રકાશ પટેલ સાથે શૈલેષ જે. ત્રિપાઠી, કૌશિક ઝાખિયા, હરેશ ઝાખિયા સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    ઇટાલિયન નેતાના નિવેદનને સોશિયલ મીડિયામાંથી હટાવવાની માગ:સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી; ભારત સમિટમાં કહ્યું હતું- મત ચોર, ગાદી છોડો
    Next Article
    સુરસાગર વિસ્તારમાં ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી:ઉત્તર ઝોનના વોર્ડ-13માં પાલિકાની નાઈટ ડ્રાઈવમાં બે દુકાન સીલ, 17ને નોટિસ ફટકારી ₹40 હજારનો દંડ વસૂલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment