Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના મવડી પોલીસ હેડક્વાર્ટરમાં યુવાનનો આપઘાત:ગોંડલ નજીક સતાપર ગામના યુવાને કાકાના ઘરે બાલ્કનીમાં ચુંદડી બાંધી જીવન ટૂંકાવ્યું, એકના એક પુત્રના મોતથી પરિવાર શોકમગ્ન

    18 hours ago

    રાજકોટના મવડી પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૂળ ગોંડલ નજીક સતાપર ગામના અને અહીં રાજકોટમાં નોકરી કરી કાકાના ઘરે રહેતા સતીશ ધ્રાંગાએ રાત્રીના સમયે ઘરે એકલો હતો ત્યારે બાલ્કનીના હુકમાં ચૂંદડી બાંધી જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ અંગે જાણ થતા માલવિયાનગર પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે એકના એક પુત્રનું આકસ્મિક મોત થતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. ​મૂળ ગોંડલ તાલુકાના સતાપર ગામનો 23 વર્ષીય સતિષ કલ્પેશભાઈ ધ્રાંગા છેલ્લા કેટલાક સમયથી રાજકોટના મવડી પોલીસ હેડક્વાર્ટરના આઠમા માળે આવેલા બ્લોક નંબર બી-12માં હેડક્વાર્ટરમાં જ ફરજ બજાવતા પોતાના કાકા અનિલભાઈના ઘરે રહીને ખાનગી કંપનીમાં નોકરી કરી રોજગારી મેળવતો હતો. ​ગઈકાલે રાત્રિના સમયે કાકા અનિલભાઈ પોતાની ફરજ પર નોકરીએ ગયા હતા જ્યારે કાકી બહારગામ હોવાથી સતિષ ઘરમાં એકલો હતો. આ દરમિયાન સતિષે બાલ્કનીમાં આવેલા લોખંડના હુક સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને બનાવ અંગે માલવિયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. ​બનાવની જાણ થતાં જ માલવીયાનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને નીચે ઉતારી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ​મૃતક યુવાન સતિષ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને તેના પિતા વતનમાં ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા સમય પહેલા તેમના માતાનું પણ અવસાન થઇ ચૂક્યું છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના નવલખી રોડ પર રિક્ષા-બાઇક અકસ્માતમાં 2 યુવાનોના મોત:બેંકનું કામ પતાવી ઘર તરફ જતી વખતે બરવાળા પાસે કાળ ભેટ્યો; ઘાયલ રિક્ષાચાલકને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો
    Next Article
    સીએમ ભૂપેન્દ્ર પટેલના દાહોદ પ્રવાસનો બીજો દિવસ:ગરબાડામાં ખાટલા બેઠક યોજી ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો; આંગણવાડીમાં ભૂલકાઓ સાથે ખડખડાટ હસી પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment