Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીએમ ભૂપેન્દ્ર પટેલના દાહોદ પ્રવાસનો બીજો દિવસ:ગરબાડામાં ખાટલા બેઠક યોજી ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો; આંગણવાડીમાં ભૂલકાઓ સાથે ખડખડાટ હસી પડ્યા

    1 day ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ પ્રવાસના બીજા દિવસે રતનમહાલ પ્રોજેક્ટની મુલાકાત પૂર્ણ કરીને ગરબાડા જતી વખતે તેમણે રસ્તામાં આવતા પીપર ગોટા ગામે અચાનક કાર થોભાવી હતી. ત્યારબાદ ગામના કાચા રસ્તા પરથી ચાલીને તેઓ આદિજાતિ ખેડૂત બકુલભાઈ વાખળાના ઘરે પહોંચ્યા હતા. આ સાથે તેમણે ગામના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈને ભૂલકાઓ સાથે સમય પસાર કર્યો હતો. બપોર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધાનપુરથી ગરબાડા તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા હતા, જ્યાં તેમણે જનસુનાવણીમાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા અરજદારોની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતા. ગરબાડામાં ખાટલા બેઠક યોજી ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. ગરબાડા તાલુકાના ભામતળાઈ ફળિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન પ્રસંગે ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું. બાળાઓએ સાંસ્કૃતિક ગીતો પર સુંદર નૃત્ય રજૂ કર્યું હતું. જ્યારે એક નાની બાળકી દ્વારા સ્વાગત પ્રવચન રજૂ કરાયું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીએ જશવંતભાઈ ભાવસિંહભાઈ રાઠોડના ઘરે ખાટલા બેઠક યોજી હતી. આ દરમિયાન ગ્રામજનો સાથે બેસીને તેમની સમસ્યાઓ અને ગામના વિકાસને લગતા પ્રશ્નો સાંભળ્યા હતા. ગ્રામજનોએ ગામમાં લાઈબ્રેરી, કોમ્યુનિટી હોલ તથા ઓરડાઓની સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રીએ રજૂઆતો સાંભળી પ્રશ્નોના નિરાકરણ અને જરૂરી કામગીરી કરાવવાની ખાતરી આપી હતી. ખાટલા બેઠક બાદ મુખ્યમંત્રીએ સ્થાનિક મંડળી સાથે ભજન-કીર્તનના કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. આ મુલાકાતનું વિશેષ આકર્ષણ એ રહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જશવંતભાઈ ભાવસિંહભાઈ રાઠોડના ઘરે કોઈ વિશેષ ઠાઠમાઠ વિના સાદગીપૂર્ણ રીતે નીચે બેસીને પરિવારના સભ્યો સાથે રાત્રિ ભોજન લીધું હતું. જમવામાં અડદની દાળ, રોટલા, ગળ્યા પુડા, તીખા પુડા, લાડુ, દહીં, છાશ, કચુંબર, મિક્સ સબ્જી ચણાની ભાજી અને દાળ-ભાત હતા. આ દરમિયાન તેમણે પરિવારજનો સાથે આત્મીય વાતચીત પણ કરી હતી. મુખ્યમંત્રીની આ સાદગીપૂર્ણ મુલાકાત અને ગ્રામજનો સાથેના સીધા સંવાદે ભામતળાઈ ફળિયામાં એક આત્મીય માહોલ સર્જ્યો હતો. અરજદારોની રજૂઆતો સાંભળી સંબંધિત પ્રશ્નોના નિવારણની ખાતરી આપી ગરબાડા તાલુકા પંચાયત કચેરીમાં મુખ્યમંત્રીએ અરજદારોની રજૂઆતો સાંભળી સંબંધિત પ્રશ્નોના નિવારણની ખાતરી આપી હતી. જનસુનાવણીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીએ ગરબાડા તાલુકાના ભામાતલાઈ ગામની મુલાકાત લીધી હતી. પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ આવતીકાલે પાટાડુંગરીના બાબા ઘોડાજા દેવ મંદિરે દર્શન અને પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ તેઓ દાહોદના કાર્યક્રમ માટે રવાના થશે. મુખ્યમંત્રીએ પિપરગોટા ગામ સ્થિત નંદઘર-આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પિપરગોટા ગામના નંદઘર-આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓ અને બાળકોને આપવામાં આવતી પોષણલક્ષી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ભૂલકાંઓ સાથે હોદ્દાની ઔપચારિકતા બાજુએ રાખીને બાળકો સાથે એક વડીલ 'દાદા'ની જેમ પ્રેમપૂર્વક વાતો કરી હતી. એક બાળકીએ બાળગીત ગાયું એ દરમિયાન દાદા ખડખડાટ હસી પડ્યા હતા. મુખ્યમંત્રીએ આંગણવાડી કાર્યકરો સાથે પણ સંવાદ કરીને આંગણવાડી કેન્દ્રમાં બાળકોને આપવામાં આવતી સેવાઓ, પોષણની વ્યવસ્થા, બાળકોની હાજરી તેમજ તેમની શૈક્ષણિક વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી. બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક નાસ્તાની ગુણવત્તા, પોષણયુક્ત આહારની વ્યવસ્થા તેમજ બાળકોના આરોગ્ય અને પોષણ અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી. મકાઈની ખેતી અને પરિવારની આજીવિકા અંગે ચર્ચા કરી મુખ્યમંત્રીએ બકુલભાઈ વાખળા અને તેમના પરિવાર સાથે મુલાકાત દરમિયાન મકાઈની ખેતી, ખેતીમાંથી થતી આવક અને પરિવારની આજીવિકા અંગે વાતચીત કરી હતી. આ ઉપરાંત પરિવારના બાળકો સાથે પણ તેમણે વાત્સલ્યભર્યા અંદાજમાં સંવાદ કર્યો હતો અને તેમના અભ્યાસ તથા શાળા વિશે વિગતો જાણી હતી. મુખ્યમંત્રીની મુલાકાતથી આદિવાસી પરિવારમાં આનંદ પીપરગોટા જેવા નાનકડા આદિવાસી ગામમાં મુખ્યમંત્રીની ઓચિંતી મુલાકાતથી સ્થાનિક પરિવારોમાં આનંદની લાગણી જોવા મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરળ અને સહજ શૈલીથી ગ્રામજનોને પોતાના પરિવારના કોઈ વડીલ ઘરે હાલચાલ પૂછવા આવ્યા હોય તેવી લાગણી થઈ હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સામાન્ય આદિવાસી પરિવાર સાથે સીધો સંવાદ સાધ્યો હતો. ભુવેરો ગામના પ્રાચીન બાબાદેવના સ્થાનકે પહોંચીને શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાની ત્રિદિવસીય મુલાકાતના બીજા દિવસે ધાનપુર તાલુકાના રતનમહાલના ગાઢ જંગલની વચ્ચે આવેલા ભુવેરો ગામના પ્રાચીન બાબાદેવના સ્થાનકે પહોંચીને શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા. આદિવાસી સમાજની ધાર્મિક આસ્થા, પરંપરા અને સંસ્કૃતિના પ્રતીક સમાન આ સ્થાનકે મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનો સાથે જમીન પર સાદગીપૂર્વક બેસીને સંવાદ કર્યો હતો તેમજ ગ્રામજનોની વાતો અને સ્થાનિક પ્રશ્નો સાંભળ્યા હતા. મુખ્યમંત્રીએ આ સાથે સખી મંડળની બહેનો દ્વારા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો, ખજૂરીના પાનમાંથી બનાવેલ છાબડી, હર્બલ સાબુ, તીર કમાન જેવી બનાવટો પ્રદર્શિત કરતા સ્ટોલની મુલાકાત લીધી હતી. ગઈકાલે પ્રથમ દિવસે સરાબલી અને ભિંડોલ ગામે આદિજાતિ પરિવારના ઘરે ભોજન લીધું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરબાડા તાલુકાના 72 કલાકના પ્રવાસ દરમિયાન પ્રથમ દિવસે સરાબલી (ગાંગરડી) ગામ ખાતે એક અદના આદિજાતિ પરિવારના ઘરે નીચે બેસીને પરંપરાગત આદિવાસી ભોજન લીધું હતું. મુખ્યમંત્રીએ આ પરિવારના વડિલો અને બહેનો સાથે વાતચિત કરીને પારિવારિક સ્થિતી જાણી હતી તેમજ બાળકોના અભ્યાસ, પરિવારની આજિવિકા અંગે પૃચ્છા કરી હતી. ગરબાડા તાલુકાના ભિંડોલ ગામમાં રાત્રિ રોકાણ દરમિયાન ગ્રામજનો સાથે ખાટલા બેઠક કરીને ગ્રામીણ નાગરિકોની રજૂઆતો સાંભળી હતી તેમજ સહજ સંવાદ સાધીને ગ્રામીણ જનજીવનની જાણકારી મેળવી હતી. આદિવાસી ભજન મંડળીના ભજન-કીર્તન શ્રવણનો પણ લહાવો લીધો હતો. આદિજાતિ વિસ્તાર ગરબાડાના પોતાના ત્રીદિવસીય પ્રવાસની પ્રથમ રાત્રીએ ધાનપુરના ભિંડોલ ગામના આદિજાતિ તડવી પરિવારના ઘરે જમીન પર બેસી પરિવારજનો સાથે પડિયા-પતરાળીમાં પરંપરાગત આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના મવડી પોલીસ હેડક્વાર્ટરમાં યુવાનનો આપઘાત:ગોંડલ નજીક સતાપર ગામના યુવાને કાકાના ઘરે બાલ્કનીમાં ચુંદડી બાંધી જીવન ટૂંકાવ્યું, એકના એક પુત્રના મોતથી પરિવાર શોકમગ્ન
    Next Article
    પાટનગરની ટ્રાફિક વ્યવસ્થાને મળશે નવી રફતાર:ગાંધીનગરમાં ટ્રાફિક DYSPની જગ્યા મંજૂર, સેક્ટર-22 બાદ વધુ એક અદ્યતન ટ્રાફિક પોલીસ સ્ટેશન કાર્યરત થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment