Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમે ધંધો છોડી દઈએ કે પછી ઘરે જઈને દવા પીએ?:ભવનાથ મેળામાં નાના ધંધાર્થીઓને હટાવવા મુદ્દે ભારે રોષ,​ભવનાથમાં નાના ધંધાર્થીઓને હટાવવાના મનપાના આદેશ સામે વેપારીઓમાં ભારે આક્રોશ

    2 दिन पहले

    ​જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં પરિક્રમાના મેળાની શરૂઆત સમયે જ મહાનગરપાલિકા દ્વારા નાના ધંધાર્થીઓને જગ્યા ખાલી કરી હટાવવાનો આદેશ આપવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ અને મુશ્કેલી સર્જાઈ છે. રાજસ્થાન, અમદાવાદ અને મુંબઈ જેવા દૂર-દૂરના સ્થળોએથી મોટો માલસામાન લાવીને ગોઠવનારા તેમજ છેલ્લા 40-50 વર્ષથી અહીં શાંતિપૂર્વક ધંધો કરતા વેપારીઓ અચાનક આવેલા આ નિર્ણયને ગરીબો પ્રત્યેની તાનાશાહી ગણાવી રહ્યા છે. ગયા વર્ષે પરિક્રમા ન યોજાઈ હોવાથી આ વર્ષે કમાણીની આશાએ અનેક લોકો વ્યાજે નાણાં લઈને તેમજ પોતાના પરિવાર અને નાના બાળકોને ઘરે મૂકીને આઠ-નવ દિવસથી અહીં આવ્યા છે, પરંતુ અધિકારીઓના આ કડક વલણને કારણે તેમની આજીવિકા પર ગંભીર સંકટ ઊભું થયું છે. ​વેપારી પ્રકાશભાઈ કટારિયાએ પરિક્રમાના મેળામાં ધંધાર્થીઓને હટાવવાના કમિશનર ઓફિસના હુકમ સામે પોતાનો વિરોધ અને વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું કે, "પરિક્રમાના મેળાની શરૂઆત થઈ ગઈ છે અને ત્યારે જ કમિશનર ઓફિસ તરફથી એવો આદેશ આપવામાં આવે છે કે કોઈ પણ ધંધાર્થીએ અહીં રહેવું નહીં. જો તંત્રને કોઈને રહેવા જ ન દેવા હોય તો ત્રણ-ચાર મહિના અગાઉ જાહેરાત કરવી જોઈએ, કારણ કે અત્યારે ઘણા લોકો રાજસ્થાન, અમદાવાદ કે મુંબઈથી મોટો માલ ભરીને અને સામાન ગોઠવીને ધંધો કરવા આવ્યા છે, તો અચાનક સામાન હટાવી જગ્યા ખાલી કરવાનું કહેવાથી આ લોકો ક્યાં જાય. અમે 40-50 વર્ષથી અહીં સાઈડમાં રહીને ધંધો કરીએ છીએ અને અત્યાર સુધી કોઈને નડ્યા નથી, તો હવે અચાનક કેમ નડતરરૂપ બન્યા છીએ. ​અન્ય એક મહિલા વેપારી હંસાબેન વાઘેલાએ પોતાની લાચારી અને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અહીં તંત્રના અધિકારીઓ ધંધાર્થીઓને બહુ હેરાન કરે છે. ત્યારે નાના માણસોએ ક્યાં જવું. ઘણા લોકો વ્યાજે રૂપિયા લઈને, વેપારીઓને મેળો કરીને પૈસા પાછા આપવાની ખાતરી આપીને અને નાના બાળકો તથા પરિવારને મૂકીને આઠ-નવ દિવસથી જગ્યા રોકવા માટે બેઠા છે અને હેરાન થઈ રહ્યા છે. અમારી પાસે કોઈ નોકરી નથી અને અમે મજૂરી તથા મહેનત કરીને બે મહિના કે પાંચ મહિનાનો રોટલો કમાઈ લઈએ છીએ, કોઈ ધૂળ ખાવા નથી આવતું. જો અમે મહેનત કરીને કમાઈ ખાતા હોઈએ તો અધિકારીઓ શા માટે આડે આવે છે અને હેરાન કરે છે. જો વ્યાજે રૂપિયા લઈને આવ્યા બાદ મેળો ખોટો પડે અને ધંધો જ ન કરવા દેવામાં આવે તો પછી અમારે શું કરવાનું—રસ્તામાં કાગળ વીણવાના, ધંધો છોડી દેવાનો કે પછી ઘરે જઈને દવા પી લેવાની..."
    Click here to Read More
    Previous Article
    આસુન્દ્રાળીમાં 15 કુવાઓમાંથી ખનિજ ચોરી પકડાઈ:ખાણ-ખનિજ વિભાગે 230 ટન કાર્બોસેલ સહિત રૂ. 14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    મુસાફરોની ભીડને પહોંચી વળવા અમદાવાદ-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે:શનિવાર અને રવિવાર એમ બે દિવસ વિશેષ ભાડા પર ટ્રેન દોડાવાશે, બુકિંગ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment