Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ભાડે આપનાર સામે ફરિયાદ થશે:વસવાટ કરતા મૂળ માલિકોને વારંવાર નોટિસ ન આપવા રજૂઆત; ભાડુઆતોને મકાન ફાળવી દેવાની અધિકારીઓની ચીમકી

    2 दिन पहले

    પાટણ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવવામાં આવેલા 240 મકાનોના મામલે તંત્ર દ્વારા અપાતી નોટિસોના વિરોધમાં રહીશોએ પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી. ખરેખર વસવાટ કરતા મૂળ માલિકોને વારંવાર નોટિસો ન આપવા અને શરતભંગ કરનારાઓ સામે પગલાં લેવા રહીશોએ માગ કરી હતી. જેના જવાબમાં અધિકારીએ મકાનો ભાડે આપનાર મૂળ લાભાર્થી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની ખાતરી આપી છે. મૂળ માલિકોને વારંવાર નોટિસો આપવાનું બંધ કરવા રહીશોની માગ પાટણ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને 240 જેટલા મકાનોની ફાળવણી કરવામાં આવી છે. આ આવાસોમાં વસવાટ કરતા રહીશોનું 1 ટોળું પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યું હતું. રહીશોએ જણાવ્યું હતું કે જે મૂળ માલિકો પોતે મકાનમાં રહે છે તેમને પણ તંત્ર દ્વારા વારંવાર નોટિસો પાઠવવામાં આવી રહી છે, જે બંધ થવી જોઈએ અને માત્ર નિયમોનું ઉલ્લંઘન કરીને મકાનો ભાડે કે વેચાણ આપનારા લોકો સામે જ કાર્યવાહી થવી જોઈએ. ભાડે અપાયેલા મકાનો ભાડૂઆતોને ફાળવી દેવાની અધિકારીની ખાતરી રજૂઆત દરમિયાન અધિકારીએ રહીશોને જણાવ્યું હતું કે જે લાભાર્થીઓએ આવાસ યોજનાના મકાનો વેચી માર્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, જે મકાનો ભાડે આપવામાં આવ્યા છે ત્યાં રહેતા ભાડૂઆતોને મકાન ફાળવી દેવાશે અને મકાન ભાડે આપનાર મૂળ લાભાર્થી સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. ગીરો, ભાડે કે વેચાણ ન કરવાની શરતે મકાનો ફાળવાયા હતા નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસ અંગે રહીશોએ વિગતો આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ મકાનો ગીરો ન મૂકવા, ભાડે ન આપવા તેમજ વેચાણ ન કરવાની શરતે ફાળવવામાં આવ્યા છે. તેમ છતાં કેટલાક લાભાર્થીઓએ શરતોનો ભંગ કરીને મકાનો ભાડે આપ્યા હોવાનું અને વેચાણ કર્યા હોવાનું તંત્રના ધ્યાને આવતા આ નોટિસો આપવામાં આવી હોવાનું અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સિરાજને બહાર રાખવાના નિર્ણય પર કોટક બોલ્યા:5 દિવસને ધ્યાનમાં રાખીને ટીમ પસંદ કરી, વૉશિંગ્ટન વધુ સારો વિકલ્પ
    Next Article
    તીથલ BAPS મંદિરમાં નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા:મહંત સ્વામી મહારાજના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રતિષ્ઠા વિધિ સંપન્ન; દેશ-વિદેશના 930 યજમાનોએ મહાયજ્ઞમાં આહુતિ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment