Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તીથલ BAPS મંદિરમાં નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા:મહંત સ્વામી મહારાજના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રતિષ્ઠા વિધિ સંપન્ન; દેશ-વિદેશના 930 યજમાનોએ મહાયજ્ઞમાં આહુતિ આપી

    2 days ago

    વલસાડના સુપ્રસિદ્ધ પ્રવાસનધામ તીથલ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણના કિશોર સ્વરૂપ તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણી મહારાજની 21 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન હસ્તે વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. સમુદ્રકિનારે નીલકંઠ વર્ણી મહારાજની આટલી વિશાળ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા પ્રથમવાર થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વહેલી સવારે 5 વાગ્યાથી જ મંદિર પરિસરમાં ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો. દેશ-વિદેશમાંથી આવેલા 930 યજમાનો સહિત મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રતિષ્ઠા મહાયજ્ઞમાં ભાગ લીધો હતો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ યજ્ઞનારાયણને આહુતિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સંતો અને હરિભક્તોના જયઘોષ તથા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મહંત સ્વામી મહારાજે 21 ફૂટ ઊંચી નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી આરતી ઉતારી હતી. સમુદ્રના જીવોના કલ્યાણ અને સત્સંગના વ્યાપ માટે આશીર્વાદ આ પ્રસંગે આશીર્વચન આપતાં મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે સમુદ્રકિનારે નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ છે ત્યારે તેમની દિવ્ય દૃષ્ટિથી સમુદ્રમાં વસતા તમામ જીવોનું કલ્યાણ થાય તેવી ભાવના છે. આ ઉપરાંત આસપાસનાં ગામોમાં સત્સંગનો વ્યાપ વધે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા. વ્રત, જપ અને તપ દ્વારા ભગવાનને રાજી કરવાનો સંદેશ મહંત સ્વામી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે નીલકંઠ વર્ણી મહારાજને તપ પ્રિય હોવાથી એકાદશી જેવા વ્રત, જપ અને તપના નિયમોનું પાલન કરીને તેમને રાજી કરવા જોઈએ. તેમજ મંદિર ખાતે પ્રદક્ષિણા અને અભિષેક કરવાથી ભક્તોના શુભ સંકલ્પો ફળીભૂત થાય તેવા આશીર્વાદ પણ આપ્યા હતા. ભક્તો અને પ્રવાસીઓને કાયમી દર્શનનો લાભ મળશે તપ, સેવા, ત્યાગ, સંયમ અને અડગ ભક્તિના પ્રતીક એવા કિશોર યોગી નીલકંઠ વર્ણી મહારાજની 21 ફૂટ ઊંચી દિવ્ય મૂર્તિનાં દર્શનનો લાભ હવે તીથલ આવતા સ્થાનિક નાગરિકો, હરિભક્તો અને પ્રવાસીઓને કાયમી ધોરણે મળશે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને પગલે સમગ્ર મંદિર પરિસર ભક્તિરસમાં તરબોળ બન્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ભાડે આપનાર સામે ફરિયાદ થશે:વસવાટ કરતા મૂળ માલિકોને વારંવાર નોટિસ ન આપવા રજૂઆત; ભાડુઆતોને મકાન ફાળવી દેવાની અધિકારીઓની ચીમકી
    Next Article
    ઇકબાલગઢમાં તમાકુ વેચતા 10 જેટલા વેપારીઓને દંડ:વિશ્વ તમાકુ નિષેધ અભિયાન અંતર્ગત પાનના ગલ્લા અને દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ, આરોગ્ય વિભાગે રૂ.500 વસૂલ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment