Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નજુપુરામાં પાણી મુદ્દે રોષ: ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી:10 વર્ષથી નર્મદાના પાણી વગર 500 લોકો હિજરત કરવા મજબૂર

    9 hours ago

    પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામના ગ્રામજનોએ નર્મદાના સિંચાઈનું પાણી ન મળવાને કારણે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. છેલ્લા દસ વર્ષથી સિંચાઈના પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા ગ્રામજનોએ ગામમાં બેનરો લગાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, સિંચાઈના પાણીના અભાવે ગામની આશરે 700 થી વધુ વીઘા જમીન સૂકી ભઠ્ઠ બની ગઈ છે. આના પરિણામે ખેતી પર નિર્ભર પરિવારોની આર્થિક સ્થિતિ કથળી છે. પાણીની અછતને કારણે ખેતી અને પશુપાલન મુશ્કેલ બનતા અત્યાર સુધીમાં ગામમાંથી 500 થી વધુ લોકો હિજરત કરવા મજબૂર બન્યા છે. ગામમાં પાયાની સુવિધા ગણાતા સિંચાઈના પાણીના અભાવે સામાજિક સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, પાણીની અછતને કારણે દીકરા-દીકરીઓના લગ્ન પ્રસંગો કરવામાં પણ અવરોધ આવી રહ્યો છે, જેના કારણે અનેક પરિવારોએ લગ્ન માટે પણ ગામ છોડવાની નોબત આવી છે. તંત્ર દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા, અંતે ગ્રામજનોએ એકસંપ થઈ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. ગામમાં વિવિધ જગ્યાએ "પાણી નહીં તો વોટ નહીં" ના બેનરો લગાવીને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જ્યાં સુધી નર્મદાનું પાણી નહીં મળે ત્યાં સુધી કોઈ પણ પક્ષના નેતા કે કાર્યકર્તાએ પ્રચાર માટે ગામમાં પ્રવેશ કરવો નહીં.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠા LCB અને SOGએ 5 ફરાર આરોપીઓને ઝડપ્યા:ખેરોજ, તલોદ, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ગુનામાં કાર્યવાહી
    Next Article
    Meet V Muraleedharan, BJP Leader Contesting Kerala Polls From Kazhakkuttom

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment