Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિલિયમસને પસંદ કર્યા આગામી ફેબ-5 ટેસ્ટ બેટર્સ:ગિલ-જયસ્વાલ, બ્રુક, ગ્રીન અને રચિન સામેલ; 2014માં માર્ટિન ક્રોએ પસંદ કર્યા હતા ફેબ-4 બેટર્સ

    2 days ago

    ફેબ-4માં સામેલ રહેલા ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન કેન વિલિયમસને ક્રિકેટની આગામી પેઢીના 'ફેબ-5' ટેસ્ટ બેટર પસંદ કર્યા છે. તેમની યાદીમાં શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ, ઇંગ્લેન્ડના હેરી બ્રુક, ઓસ્ટ્રેલિયાના કેમેરન ગ્રીન અને ન્યૂઝીલેન્ડના રાચિન રવીન્દ્રનો સમાવેશ થાય છે. 2014માં ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર માર્ટિન ક્રોએ વિલિયમસન, વિરાટ કોહલી, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ઇંગ્લેન્ડના જો રૂટને ટેસ્ટ ક્રિકેટના ચાર મોટા બેટર તરીકે 'ફેબ-4' નામ આપ્યું હતું. વિલિયમસને ગુરુવારે 'ધ ICC રિવ્યૂ'ના તાજેતરના એપિસોડમાં ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈન સાથે વાતચીત દરમિયાન આ ખેલાડીઓનાં નામ જણાવ્યાં હતાં. ફેબ-4નો ટૅગ ક્યારેય બોજ લાગ્યો નથી ફેબ-4ના ટૅગ સાથે જોડાયેલા દબાણ વિશે પૂછવામાં આવતા વિલિયમસને કહ્યું, મેં તેને ક્યારેય બોજા તરીકે અનુભવ્યું નથી. હું બાકીના ત્રણેય ખેલાડીઓની ખૂબ પ્રશંસા કરું છું. મેં યોર્કશાયરમાં જો રૂટ સાથે રમ્યું છે અને બાકીના ત્રણેય સામે લાંબા સમય સુધી ક્રિકેટ રમી છે. તેમની રમવાની રીત મને ખૂબ ગમે છે. ચારેય ખેલાડીઓ એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે. વ્યક્તિગત રેકોર્ડ કરતાં ટીમને પ્રાથમિકતા વિલિયમસને કહ્યું કે વ્યક્તિગત સિદ્ધિઓ અને ફેબ-4નો હિસ્સો બનવું ખાસ રહ્યું, પરંતુ તેમનું ધ્યાન હંમેશાં ટીમની જીત અને પોતાની રમતને વધુ સારી બનાવવા પર રહ્યું. તેમણે કહ્યું કે અલગ-અલગ સમયગાળા અને પરિસ્થિતિઓમાં રમનારા ખેલાડીઓની તુલના કરવી મુશ્કેલ છે. જોકે, પાછળ વળીને જોવું ખાસ લાગે છે કે ચારેય ખેલાડીઓ લાંબા સમય સુધી રમ્યા અને ઘણા રન બનાવ્યા.
    Click here to Read More
    Previous Article
    ઇકબાલગઢમાં તમાકુ વેચતા 10 જેટલા વેપારીઓને દંડ:વિશ્વ તમાકુ નિષેધ અભિયાન અંતર્ગત પાનના ગલ્લા અને દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ, આરોગ્ય વિભાગે રૂ.500 વસૂલ્યા
    Next Article
    આસુન્દ્રાળીમાં 15 કુવાઓમાંથી ખનિજ ચોરી પકડાઈ:ખાણ-ખનિજ વિભાગે 230 ટન કાર્બોસેલ સહિત રૂ. 14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment