Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બટાકાના ઓછા ભાવથી થયેલા નુકસાન સામે સબસિડી:બટાકાના ભાવ સહિત પ્રશ્ને આજે પાલનપુરમાં ખેડૂતોની મહાપંચાયત,5 કિમીની અધિકાર રેલી

    20 hours ago

    બનાસકાંઠાના ખેડૂતોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ભારતીય કિસાન સંઘ દ્વારા આજે પાલનપુરના જોડનાપુરા નજીક ખેડૂત અધિકાર રેલી અને જાહેર સભાનું આયોજન કરાયું છે. સવારે 10 વાગ્યે પાલનપુર-ડીસા હાઇવે પર જોડનાપુરા બ્રિજ નજીક યોજાનારી સભામાં જિલ્લામાંથી આશરે 10 હજાર ખેડૂતો જોડાશે. સભા બાદ અંદાજે 5 કિમી રેલી યોજી કલેક્ટર કચેરીએ આવેદન અપાશે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની મુખ્ય રજૂઆતમાં ચાલુ વર્ષે બટાકાના ઓછા ભાવથી થયેલા નુકસાન સામે તાત્કાલિક સબસિડી આપવાની માંગ છે.ભારતીય કિસાન સંઘ પાલનપુર તાલુકા પ્રમુખ માવજીભાઈ લોહે જણાવ્યું હતું કે, દુષ્કાળ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખી પાક ધિરાણ માફ કરવું અથવા વ્યાજ માફ કરવું તથા રૂ.5 લાખ સુધીનું પાક ધિરાણ શૂન્ય ટકા વ્યાજે આપવાની માગ કરાઈ છે. ડ્રિપ અને ફુવારા સિંચાઈમાં 80થી 90 ટકા સબસિડી આપવા અને સાત વર્ષ બાદ પણ સબસિડી ચાલુ રાખવાની માંગ છે.ખેતીના ઓજારોની સબસિડીમાં ડ્રો પ્રથા બંધ કરી દરેક પાત્ર ખેડૂતને લાભ આપવા તથા 10 વર્ષથી ચાલતા રી-સર્વેમાં રહેલી ભૂલો ઝડપથી સુધારી સુધારેલા રેકોર્ડ તાલુકા મથકે ઉપલબ્ધ કરાવવાની માગ કરવામાં આવી છે. ટ્રોલીના પાર્સિંગની પ્રથા રદ કરવા, ખેડૂતોને ટોલટેક્સમાંથી મુક્તિ અને ચંડીસર, કુચાવાડા તથા ડીસા બાયપાસ માટે બજાર કિંમતના ચાર ગણા વળતરની માગ કરાઈ છે.સરકાર પ્રશ્નો નહીં ઉકેલે તો ભવિષ્યમાં અનાજને લગતું મોટું આંદોલન કરવાની ચીમકી પણ અપાઈ છે. બ.કાં.ને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરાયાનો આક્ષેપ‎ ખેતાભાઈ માળીએ જણાવ્યું કે, કસારા-દાંતીવાડા પાઇપલાઇનના ચારેય પમ્પિંગ સ્ટેશનને પૂરતું વીજ વોલ્ટેજ આપવા ખેડૂતોની માગ છે. બનાસ-લુણી નદી પર ચેકડેમ બનાવવા, વડગામના મોકેશ્વર- કરમાવત તળાવની લાઇન પૂર્ણ કરી તળાવો ભરવા તથા પાઇપલાઇન વિનાના વિસ્તારો અને કાંકરેજ પૂર્વ વિભાગનાં ગામોના તળાવો ભરવા રજૂઆત કરાશે. ખેડૂતોનો આક્ષેપ છે કે,વાસ્તવિક વરસાદ કરતાં આંકડા વધુ દર્શાવી બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયું નથી. 15 વર્ષ બાદ ટ્રેક્ટર રી-પાર્સિંગ કેમ મુદ્દો બન્યો મંત્રી પરસોત્તમભાઈ પટેલે જણાવ્યું હતું કે,ખેડૂતોનો વિરોધ 15 વર્ષ બાદ ટ્રેક્ટરના રી-પાર્સિંગના નિયમ સામે છે. એક વખત રી-પાર્સિંગમાં રૂ.30થી 50 હજાર સુધીનો ખર્ચ થાય છે. અને ત્યારબાદ પણ પ્રક્રિયા કરવાની રહે છે. ટ્રેક્ટર ખેતીનું મુખ્ય સાધન હોવાથી આ ખર્ચ ઘટાડવાની અથવા નિયમ દૂર કરવા માગ છે. મગફળીનું બિયારણ ન મળ્યાનો આક્ષેપ‎ મગફળીના મફત બિયારણ માટે બનાસકાંઠાના 40 હજારથી વધુ‎ખેડૂતોએ નોંધણી કરાવી હોવા છતાં બાદમાં યોજના આદિવાસી‎વિસ્તાર પૂરતી મર્યાદિત હોવાનું જણાવાયું હોવાનો ભારતીય કિસાન‎સંઘે આક્ષેપ કર્યો છે. ખેડૂતોનું કહેવું છે કે,લાભ આપવાનો ન હોય તો‎અગાઉથી નોંધણી શા માટે કરાવવામાં આવી? આ મુદ્દાને લઈને‎ખેડૂતોમાં સરકાર સામે રોષ હોવાનું સંઘે જણાવ્યું હતુ.‎ રાત્રે 7થી 9 વાગ્યામાં લોડ શેડિંગ બંધ કરવા માંગ પ્રમુખ ભગવાનભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાત્રિના સમયે ખેતરોમાં સિંચાઈ માટે વીજ પુરવઠો બંધ રહેતાં ભારે મુશ્કેલી પડે છે. ખાસ કરીને રાત્રે 7થી 9 વાગ્યા દરમિયાન લોડશેડિંગ થતું હોવાનો આક્ષેપ છે. પૂરતું અને નિયમિત વોલ્ટેજ આપવા તેમજ રાત્રિના લોડશેડિંગની સમસ્યા દૂર કરવાની માંગ કરી હતી. 300 પ્રતિ મણ ભાવ નહીં મળે તો બટાકાનું વાવેતર નહીં અમીરગઢના આવલ સહિત આસપાસના ગામોના ઉત્પાદકોએ રૂ.300 પ્રતિ મણ ભાવની માંગ કરી છે. બિયારણ, ખાતર, દવા, સિંચાઈ, મજૂરી અને લણણીનો ખર્ચ વધ્યો છે, જ્યારે યોગ્ય ભાવ ન મળતા નુકસાન થતું હોવાનું ખેડૂતોનું કહેવું છે. સરકાર-વેપારીઓ પોષણક્ષમ ભાવ નક્કી કરે, અન્યથા આગામી બટાકા વાવેતર અંગે પુનઃવિચાર કરવાની ચીમકી આપી હતી.બટાકાના વાસ્તવિક ઉત્પાદન ખર્ચનો સર્વે કરાવી તેના આધારે ખેડૂતોને યોગ્ય ભાવ મળે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    મોડી રાત સુધી સોશિયલ મીડિયા જોતી મહિલા સાથે ઘટના‎:રાત્રે ઝોકું આવતા મહિલાના હાથમાંથી સરકી મોબાઈલ હોઠ પર પડતાં ચાંદુ પડ્યું
    Next Article
    ખેરાલુના 2 શખ્સોની અટકાયત:પાલનપુરના સોનગઢ પાટિયા પાસે ટ્રકમાં કતલખાને લઈ જવાતી 9 ભેંસો બચાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment