Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રહ્મક્ષત્રિય રક્તદાન મંડળ દ્વારા રક્તદાન કેમ્પ:યુવાનોના ઉત્સાહથી જીવરાજ મહેતા હોસ્પિટલમાં યોજાયો

    1 day ago

    બ્રહ્મક્ષત્રિય રક્તદાન મંડળ દ્વારા અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું. સમાજ સેવાના ઉમદા કાર્ય માટે જાણીતું આ મંડળ છેલ્લા 45 વર્ષથી સતત રક્તદાન શિબિરોનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષે મંડળની યુવા પેઢીએ પણ આ પહેલને આગળ વધારી હતી. યુવાનોના ઉત્સાહ અને જવાબદારીપૂર્વક આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ સહિત અનેક રક્તદાતાઓએ ભાગ લીધો હતો. તેમણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. કાર્યક્રમની સફળતા બદલ મંડળની યુવા ટીમે તમામ રક્તદાતાઓ, ડોકટરો, નર્સિંગ સ્ટાફ અને જીવરાજ મહેતા હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે "એક બોટલ રક્ત, ત્રણ જીવન બચાવે" ના સંદેશ સાથે મંડળ ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો કરવા પ્રતિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    ગોવિંદા મંડળીઓ અને રાસ-ગરબા જમાવશે આકર્ષણ:રાજકોટ મનપા દ્વારા સૌપ્રથમવાર જન્માષ્ટમી નિમિતે "સાર્વજનિક મટકીફોડ"નો કાર્યક્રમ યોજાશે, 30થી 40 ફૂટ ઊંચાઈએ મટકી બંધાશે
    Next Article
    સુરતમાં પરિવારના પાંચ સભ્યને ફૂડ પોઈઝનિંગ, 5 વર્ષની દીકરીનું મોત:શીતલ રેસ્ટોરન્ટની પંજાબી સબ્જી જમ્યા બાદ તબિયત લથડી; દંપતી અને બે દીકરી સારવારમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment