Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં સોનાનો કારોબાર ગ્લોબલ સપ્લાય ચેઇન સાથે જોડાયો:ગુજરાત ગોલ્ડ કન્ઝમ્પશનમાં ટોચના રાજ્યોમાં, રાજકોટ-સુરત ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ, 30થી 40 સ્ટોર્સને મળ્યું એક્રેડિટેશન

    7 hours ago

    ગુજરાતનું ગોલ્ડ માર્કેટ માત્ર સોનાના વપરાશ પૂરતું સીમિત નથી, પરંતુ મેન્યુફેક્ચરિંગ, ડાયમંડ પ્રોસેસિંગ અને નિકાસ સહિત સમગ્ર ગોલ્ડ વેલ્યુ ચેઇનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ઈન્ડિયન એસોસિએશન ફોર ગોલ્ડ એક્સેલન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ (IAGES)ના CEO કૌશલેન્દ્ર સિન્હાએ જણાવ્યું કે રાજકોટ અને સુરત માત્ર ભારત જ નહીં, પરંતુ ગ્લોબલ સ્તરે પણ ગોલ્ડ મેન્યુફેક્ચરિંગના મહત્વના હબ છે. કૌશલેન્દ્ર સિન્હાના જણાવ્યા મુજબ, IAGES એક સ્વ-નિયમનકારી સંસ્થા છે, જેનો હેતુ ગોલ્ડ બિઝનેસમાં ગ્રાહકોનો વિશ્વાસ વધારવાનો છે. સંસ્થાએ ગયા વર્ષે સપ્ટેમ્બરથી એક્રેડિટેશન આપવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં 190થી વધુ કંપનીઓ અને દેશભરમાં 900થી વધુ સ્ટોર્સ IAGES સાથે જોડાઈ ચૂક્યા છે. ગુજરાતમાં પણ સંસ્થાને સારો પ્રતિસાદ મળ્યો છે અને લગભગ 30થી 40 સ્ટોર્સ જોડાયા છે. સુરત, રાજકોટ અને અમદાવાદના ઉત્પાદકો પણ આ પ્રક્રિયામાં જોડાયા છે. ત્રીજા પક્ષના ઓડિટ બાદ જ એક્રેડિટેશન IAGESના જણાવ્યા પ્રમાણે, કોઈ ગોલ્ડ બિઝનેસને એક્રેડિટેશન મેળવવા માટે સંસ્થાના કોડ ઓફ કન્ડક્ટનું પાલન કરવું પડે છે. તેનું વેરિફિકેશન થર્ડ-પાર્ટી ન્યુટ્રલ ઓડિટ મારફતે થાય છે. દેશની આશરે 150 CA, CS અને CMA ફર્મ્સને આ કોડ ઓફ કન્ડક્ટ, દસ્તાવેજોની ચકાસણી અને રિપોર્ટિંગ પ્રક્રિયા અંગે તાલીમ આપવામાં આવી છે. ઓડિટ બાદ માપદંડો પૂર્ણ કરનાર સંસ્થાને જ એક્રેડિટેશન આપવામાં આવે છે. IAGESએ ગ્રાહકોમાં જાગૃતિ માટે 'Before buying gold, First check IAGES' અભિયાન પણ શરૂ કર્યું છે. સંસ્થા ડિજિટલ અને સોશિયલ મીડિયા મારફતે ગ્રાહકોને ગોલ્ડ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અને ઓડિટ પ્રક્રિયા વિશે માહિતી આપી રહી છે. BIS હોલમાર્ક સાથે HUIDની પણ ચકાસણી કૌશલેન્દ્ર સિન્હાએ કહ્યું કે સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ BIS Care એપ મારફતે હોલમાર્ક અને HUIDની ચકાસણી કરવી જોઈએ. IAGESની એસેસમેન્ટ પ્રક્રિયામાં પણ રિટેલરની દુકાન પરથી રેન્ડમલી દાગીના પસંદ કરીને તેના HUIDની BIS Care એપ પર લિસ્ટિંગ સાથે ચકાસણી કરવામાં આવે છે. HUID દ્વારા દાગીનાની ડિઝાઇન અને શુદ્ધતા સહિતની વિગતો જાણી શકાય છે. આ પ્રક્રિયા ગ્રાહક માટે વિશ્વાસનું વધારાનું સ્તર પૂરું પાડે છે. ગુજરાતમાં સોનાનો વપરાશ પણ વધુ સિન્હાના જણાવ્યા પ્રમાણે, ગુજરાત માથાદીઠ સોનાના વપરાશની દ્રષ્ટિએ દેશના ટોચના બજારોમાં સામેલ છે. દક્ષિણના રાજ્યો, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સોનાનો વપરાશ વધુ જોવા મળે છે. ગુજરાતની મજબૂત અર્થવ્યવસ્થા અને માથાદીઠ આવકને કારણે અહીં સોનાની માંગ પણ મજબૂત છે. રાજકોટ અને સુરતનું મેન્યુફેક્ચરિંગ, ડાયમંડ પ્રોસેસિંગ અને નિકાસનું કામ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે જોડે છે. યુવા ગ્રાહકો માટે 24 કેરેટ અને ડેઇલી વેર ગોલ્ડ ગોલ્ડ માર્કેટમાં થઈ રહેલા બદલાવ અંગે તેમણે જણાવ્યું કે દરેક પેઢી સોનું ખરીદે છે, પરંતુ તેની પસંદગી બદલાઈ રહી છે. યુવા ગ્રાહકો માટે આધુનિક ડિઝાઇન, ડેઇલી વેર ગોલ્ડ અને ઓછા કેરેટેજના દાગીનાનું ચલણ વધ્યું છે. સાથે જ 24 કેરેટ જ્વેલરી અંગેની પરંપરાગત માન્યતા પણ બદલાઈ રહી છે. 24 કેરેટ ગોલ્ડની જ્વેલરીને પહેરવા સાથે રોકાણના વિકલ્પ તરીકે પણ જોવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, કેટલાક ગ્રાહકો જ્વેલરીના બદલે ગોલ્ડ ETF અને બુલિયનમાં રોકાણ કરી રહ્યા છે. છેલ્લા 25 વર્ષમાં સોનાએ આશરે 15% CAGR રિટર્ન આપ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું. નવી પેઢી સોનું પહેરવા માટે ખરીદે છે કે રોકાણ માટે, તે અંગે વધુ જાગૃત બની રહી છે. ગોલ્ડના ભાવ અંગે કહ્યું- વૈશ્વિક પરિબળોની અસર સોનાના ભાવ હજુ કેટલા ઉપર જઈ શકે તે અંગે ચોક્કસ આગાહી કરવાનો ઇનકાર કરતાં IAGES CEOએ કહ્યું કે જિયોપોલિટિકલ સ્થિતિ, અમેરિકાનું બોન્ડ માર્કેટ, ક્રૂડ ઓઇલ, ડોલર અને અમેરિકાના વધતા દેવા સહિતના અનેક વૈશ્વિક પરિબળો સોનાના ભાવને અસર કરે છે. બીજી તરફ સોનાનો પુરવઠો મર્યાદિત છે અને સેન્ટ્રલ બેન્કો પણ સોનાની ખરીદી વધારી રહી છે. આ પરિબળોના કારણે સોનાના ભાવ પર ઉપરની તરફ દબાણ જોવા મળી રહ્યું છે. લગ્ન અને પ્રસંગોમાં સોનાની ખરીદી યથાવત ભારતમાં સોનાની ખરીદી અંગે તેમણે કહ્યું કે હાલમાં કેટલાક કારણોસર ખરીદીમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ભારતીયોનું સોના સાથેનું જોડાણ મજબૂત છે. લગ્ન, પરિવારના પ્રસંગો અને બાળકના જન્મ જેવા પ્રસંગોએ સોનું ખરીદવાની પરંપરા હજુ પણ યથાવત છે. સોનું ભારતમાં માત્ર રોકાણ નહીં પરંતુ પરંપરા અને પેઢી દર પેઢી ટ્રાન્સફર થતી સંપત્તિ તરીકે પણ જોવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ગઢડાના જીનનાકા વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી, એકને ગંભીર ઈજા:છોકરા-છોકરીના ઝઘડાને પગલે બે જૂથ સામસામે આવ્યા, પાઈપ-ધોકા વડે હુમલો; સમગ્ર ઘટના CCTVમાં કેદ
    Next Article
    Gyanesh Kumar के ख़िलाफ़ Protest पर Congress की क्या है अगली रणनीति?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment