Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાની વર્ક પરમિટના નામે નડિયાદની મહિલા સાથે 4.77 લાખની ઠગાઈ:વડોદરાના બ્લોસમ ગ્રુપના સંચાલકે રૂ.5.77 લાખ પડાવ્યા, વિઝા ન થતા રૂ.1 લાખ પરત આપી બાકીની રકમ પરત ન કરી

    1 day ago

    નોકરી માટે અમેરિકા માટે વિઝા કન્સલ્ટન્સીની જાહેરાત જોઈને સંપર્ક કરનાર નડિયાદની મહિલાને વર્ક પરમિટ અપાવવાના બહાને 4.77 લાખ રૂપિયા ઠગાઈ થઈ છે. બ્લોસમ ગ્રુપના સંચાલક હેમલ ઉર્ફે રૂદ્ર ઉર્ફે ભયલુ નરેન્દ્ર પટેલે 3 મહિનામાં અમેરિકાની વર્ક પરમિટ થઈ જશે, તેવી ખાતરી આપ્યા બાદ તેમની પાસેથી અલગ-અલગ હપ્તામાં નાણાં મેળવ્યા હતા. જોકે બાદમાં ઓફિસ બંધ કરી દીધી હતી. આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. નડિયાદમાં રહેતી 30 વર્ષીય પૂજા દેસાઈએ નોધાવેલી ફરિયાદ મુજબ તેઓ વિદેશમાં નોકરી માટે સારી વિઝા કન્સલ્ટન્સીની શોધમાં હતી. આ દરમિયાન બ્લોસમ ગ્રુપની જાહેરાત જોઈ હતી, જેમાં આપેલા મોબાઇલ નંબર પર સંપર્ક કર્યો હતો. હેમલ પટેલે પૂજાને વડોદરાના ગેંડા સર્કલ નજીક આવેલી બ્લોસમ ગ્રુપની ઓફિસે બોલાવી હતી. જ્યાં અમેરિકાના વર્ક પરમિટ માટે 8 લાખ રૂપિયાનો ખર્ચ થશે અને શરૂઆતમાં રૂ.6 લાખ ચૂકવવાના રહેશે તેમ કહ્યું હતું. પૂજાએ ડિસેમ્બર 2025થી જાન્યુઆરી 2026 દરમિયાન 5.77 લાખ રૂપિયા બ્લોસમ ગ્રુપના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ આરોપીએ 3 મહિનામાં કામ પૂર્ણ થઈ જશે તેવી ખાતરી આપી હતી. સમય વીતી ગયા બાદ પૂજાએ સંપર્ક કરતાં આરોપીએ કામ ચાલુ હોવાનું કહી સમય પસાર કર્યો હતો. આખરે પૂજા ઓફિસે પહોંચી હતી, ત્યારે ઓફિસ બંધ હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસ કરતાં અન્ય લોકોને પણ વિદેશ મોકલવાના બહાને નાણાં પડાવી ઓફિસ બંધ કરી દેવામાં આવી હોવાની જાણ થઈ હતી. પૂજાએ વારંવાર સંપર્ક કરી રકમ પરત માંગતાં આરોપીએ 1 લાખ રૂપિયા પરત કર્યા હતા, પરંતુ બાકી 4.77 લાખ રૂપિયા પરત કર્યા નહોતા. પોલીસે હેમલ પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ગોરવા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    RTOમાં AI ટ્રેક પર 1 માસમાં 50 ટકા નાપાસ!:રાજકોટમાં ટુ વ્હીલરમાં 1,224, કાર સહિતના મોટા વાહનોના લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા 1,732 ફેઈલ
    Next Article
    ગોવિંદા મંડળીઓ અને રાસ-ગરબા જમાવશે આકર્ષણ:રાજકોટ મનપા દ્વારા સૌપ્રથમવાર જન્માષ્ટમી નિમિતે "સાર્વજનિક મટકીફોડ"નો કાર્યક્રમ યોજાશે, 30થી 40 ફૂટ ઊંચાઈએ મટકી બંધાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment