Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTOમાં AI ટ્રેક પર 1 માસમાં 50 ટકા નાપાસ!:રાજકોટમાં ટુ વ્હીલરમાં 1,224, કાર સહિતના મોટા વાહનોના લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા 1,732 ફેઈલ

    1 day ago

    રાજકોટ આરટીઓ કચેરીમાં AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક નિર્માણ પામ્યાના એક માસમાં એટલે કે 16 જુલાઈથી 16 ઓગસ્ટ, 2026 દરમિયાન ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિતના 6,534 અરજદારોમાંથી 2,956 વાહન ચાલકો ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થયા છે જ્યારે 3,578 અરજદારો પાસ થયા છે. જેમાં પણ કાર સહિતના મોટા વાહનોમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારોમાં નાપાસ થવાનો રેશિયો સૌથી વધુ 86.82 ટકા છે. કાર સહિતના મોટા વાહનોના ડ્રાઇવિંગ લાયસન્સ માટે 1,995 માંથી 1,732 વાહન ચાલકો નાપાસ થતા ઊહાપોહ મચી ગયો છે. જ્યારે ટુ વ્હીલરમાં 4,539 માંથી 1,224 લોકો નાપાસ થયા છે. જેનું કારણ એ છે કે નવા AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર 4 સિગ્નલ પર ઊભું રહેવાનું અરજદારો ભૂલી જાય છે અને ડ્રાઇવિંગ ટેસ્ટ કઈ રીતે આપવી તેનો પૂરો વિડિયો પણ નિહાળતા નથી. જેથી બે માસનું લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. જેથી હવે RTO કચેરીમાં બીજો AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક નિર્માણ પામશે. રાજકોટ આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, રાજકોટમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત ટ્રેક નિર્માણ થયાના એક માસમાં LMV (લાઇટ મોટર વ્હીકલ) એટલે કે કાર સહિતના 1,995 મોટા વાહન ચાલકો પાક્કું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવ્યા હતા. જેમાંથી 263 વાહન ચાલકો પાસ થયા છે. જ્યારે 1,732 વાહન ચાલકો નાપાસ થયા છે. એટલે કે છેલ્લા એક મહિનામાં 13.18 ટકા વાહન ચાલકો પાસ થયા છે તો 86.82 ટકા વાહન ચાલકો નાપાસ થયા છે. આ ઉપરાંત ટુ વ્હીલરનું પાક્કું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે 4,539 વાહન ચાલકો આવ્યા હતા જેમાંથી 3,315 અરજદારો પાસ થયા હતા જ્યારે 1,224 લોકો નાપાસ થયા છે. એટલે કે 73.03 ટકા પાસ તો 26.97 ટકા વાહન ચાલકો નાપાસ થયા હતા. તેમણે ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થવાના કારણો અંગે તેમણે જણાવ્યું હતું કે, નવા AI ટ્રેકમાં 4 જગ્યાએ સિગ્નલ આવે છે ત્યાં ઊભું રહેવાને બદલે વાહન ચાલકો સિગ્નલ જમ્પિંગ કરી નાખે છે. આ ઉપરાંત ઘણા બધા વાહન ચાલકો પૂરો વિડિયો પણ નિહાળતા નથી જેને કારણે ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થાય છે. અમારા સ્ટાફ દ્વારા ફોર વ્હીલરનું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા અરજદારોને વીડિયો જોવા માટેનું કહેવાની સાથે કઈ રીતે ટ્રેક પર કઈ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની છે તે અલગથી સમજાવવામાં પણ આવે છે. જૂનો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હતો તેના ડાયમેન્શન સાંકડા હતા પરંતુ નવા ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં ડાયમેન્શન પહોળા છે. આ ઉપરાંત જુના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર એક પણ પ્રકારના સિગ્નલ ન હતા પરંતુ નવા ડ્રાઇવિંગ ટેસ્ટનું પેપર ચાર સિગ્નલ રાખવામાં આવ્યા છે જેને ફોલો કરવું જરૂરી છે. 3 માસમાં બીજો AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે આરટીઓ અધિકારીના જણાવ્યા પ્રમાણે, હાલ આરટીઓ કચેરીમાં જુનો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે તે જગ્યાએ રોડ અને બિલ્ડિંગ કચેરી દ્વારા સમારકામ કરવામાં આવશે અને ત્યારબાદ તે જગ્યાએ નવો AI ટ્રેક તૈયાર કરવામાં આવશે જે આગામી ત્રણ માસમાં નિર્માણ પામશે અને ત્યારબાદ રાજકોટના લોકો માટે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે 2 AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉપલબ્ધ બનાવવામાં આવશે. 2 માસનું લાંબુ વેઇટિંગ રાજકોટ આરટીઓ કચેરી ખાતે નવો AI ડ્રાઇવિંગ ટેસ્ટ નિર્માણ પામ્યાને એક માસ જ થયું છે ત્યાં જ અનેક લોકો નાપાસ થઈ રહ્યા છે જેને કારણે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે બે મહિનાનું લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. જેને પગલે વાહન ચાલકોમાં ભારે આંતરિક આક્રોશ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો:ચાંદી ₹1,920 ઘટીને ₹2.34 લાખ પ્રતિ કિલો પર આવી, 10 ગ્રામ સોનું ₹1.54 લાખમાં વેચાઈ રહ્યું છે
    Next Article
    અમેરિકાની વર્ક પરમિટના નામે નડિયાદની મહિલા સાથે 4.77 લાખની ઠગાઈ:વડોદરાના બ્લોસમ ગ્રુપના સંચાલકે રૂ.5.77 લાખ પડાવ્યા, વિઝા ન થતા રૂ.1 લાખ પરત આપી બાકીની રકમ પરત ન કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment