Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદી કચ્છનું ચિત્ર ફિલિપાઈન્સ લઈગયા તે રોગાન કળા શું છે?:સદીઓ જૂની કળાના કારીગરને મળો; આશિષ કંસારા એક રૂપિયો ય લીધા વગર કળા શીખવે છે

    6 घंटे पहले

    તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થાઈલેન્ડના વડાપ્રધાન એલેક્સને કચ્છનું પરંપરાગત રોગાન આર્ટ પેઈન્ટિંગ ભેટમાં આપ્યું હતું. રોગાન કળા એ સદીઓ જૂની એક દુર્લભ કાપડ ચિત્રકળાની પરંપરા છે, જે કચ્છના નિરોણા ગામના ગણ્યા ગાંઠ્યા કારીગર પરિવારો દ્વારા જાળવવામાં આવી છે. ત્યારે આ રોગાન કળા શું છે તે અંગે કારીગર આશિષ કંસારાએ સમગ્ર માહિતી આપી હતી. જૂની રોગાન ચિત્રકળાને નવજીવન આપવાનું ભગીરથ કાર્ય સમયના બદલાતા પ્રવાહ અને આધુનિક મશીનરીના વધતા પ્રભાવ વચ્ચે અનેક પરંપરાગત કલાઓ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે. આવી જ લુપ્ત થવાના આરે પહોંચેલી કચ્છની સદીઓ જૂની રોગાન ચિત્રકળાને નવજીવન આપવાનું ભગીરથ કાર્ય માધાપરના કલાકાર આશિષ શાંતિલાલ કંસારા કરી રહ્યા છે. માત્ર પરંપરાગત કલાના વારસદાર બની રહેવાને બદલે તેને નવીન સર્જનાત્મકતા, તાલીમ અને રોજગારી સાથે જોડીને તેમણે એક આગવી ઓળખ ઊભી કરી છે. આશિષે દાદાની પરંપરાને આગળ વધારવાનો નિર્ણય કર્યો આશિષ કંસારાને રોગાન કલાનો વારસો તેમના દાદા જમનાદાસ વસ્તારામ કંસારા પાસેથી મળ્યો હતો. તેમના પિતા શાંતિલાલ કંસારા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાથી આ કળા સાથે જોડાયેલા નહોતા. ધોરણ 10 સુધી અભ્યાસ કર્યા બાદ આશિષે દાદાની પરંપરાને આગળ વધારવાનો નિર્ણય કર્યો. જોકે, મશીન પ્રિન્ટના વધતા ચલણને કારણે 1992-93ના સમયગાળામાં આ કળાના કલાકારો ધીમે ધીમે અન્ય વ્યવસાય તરફ વળવા લાગ્યા હતા. શ્રીરામ દરબારની કૃતિએ તેમને વિશેષ લોકપ્રિયતા અપાવી કચ્છના વિનાશક ભૂકંપ બાદ આશિષે પણ બે-ત્રણ વર્ષ આ વ્યવસાયથી દૂર રહેવું પડ્યું હતું. રણોત્સવની શરૂઆત અને કચ્છની હસ્તકલાને મળેલા નવા મંચે આ કળા માટે આશાનું કિરણ જગાવ્યું હતું. આશિષે પરંપરાગત ડિઝાઇનની મર્યાદા તોડી ભગવાન શ્રીરામ દરબાર, ગણેશજી, હનુમાનજી, તિરુપતિ બાલાજી અને સ્વામિનારાયણ ભગવાનનાં ચિત્રો તૈયાર કર્યાં. ખાસ કરીને શ્રીરામ દરબારની કૃતિએ તેમને વિશેષ લોકપ્રિયતા અપાવી. રોગાન કળા એ ધીરજ, કુશળતા અને બારીક કારીગરીનું અનોખું સંયોજન રોગાન કળા માત્ર ચિત્રકળા નથી, પરંતુ ધીરજ, કુશળતા અને બારીક કારીગરીનું અનોખું સંયોજન છે. કુદરતી તેલને ઉકાળી ઘટ્ટ કરીને તેમાં ચોક પાવડર અને રંગો ભેળવી વિશિષ્ટ પેસ્ટ તૈયાર કરવામાં આવે છે. આ પેસ્ટને હથેળી પર ઘસીને ઝીણા તાર જેવા સ્વરૂપમાં લાવવામાં આવે છે અને લોખંડની સળીની મદદથી કાપડ પર અદભુત ભાત ઉપસાવવામાં આવે છે. કાપડની એક જ બાજુ કરેલી ડિઝાઇનને વાળીને બીજી બાજુ તેની પ્રતિછબી ઉતારવાની પદ્ધતિ આ કલાને વિશિષ્ટ બનાવે છે. 23થી 25 જેટલી મહિલાઓ આ કળા સાથે જોડાઈ કોરોના કાળના પડકારો બાદ આશિષે આ વારસાને માત્ર પોતાના સુધી સીમિત ન રાખતાં શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં વર્કશોપ દ્વારા નવી પેઢીને તાલીમ આપવાનું શરૂ કર્યું. આજે તેમના માર્ગદર્શન હેઠળ 23થી 25 જેટલી મહિલાઓ આ કળા સાથે જોડાઈ રોજગારી મેળવી રહી છે. તેમનાં પત્ની કોમલ કંસારા પણ આ કળાની તાલીમ અને સંવર્ધનમાં સક્રિય યોગદાન આપી રહ્યાં છે. ભારત સરકાર દ્વારા તેમને રોગાન કળાના અધિકૃત ઉપયોગકર્તા તરીકેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 7 જુલાઈ, 2026ના રોજ લખનૌની ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીના 24મા દીક્ષાંત સમારોહમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે તેમને માનદ ડૉક્ટરેટ સમકક્ષ ડૉક્ટર ઑફ લિટરેચર (D.Litt.)ની ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. કળાના જતન, સંવર્ધન અને મહિલાઓના સામાજિક-આર્થિક ઉત્થાનમાં તેમના યોગદાનની આ રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર કદર છે. માધાપર ગામ આજે માત્ર તેની આર્થિક સમૃદ્ધિ માટે જ નહીં, પરંતુ રોગાન કળાની આગવી ઓળખ માટે પણ ચર્ચામાં છે. એક પરિવારની લગન, કલાકારની સર્જનાત્મકતા અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની ભાવનાએ સાબિત કર્યું છે કે પરંપરાગત વારસાને સાચી દિશા અને સમર્પણ મળે તો લુપ્ત થતી કળા પણ ફરી વિશ્વના નકશા પર સ્થાન મેળવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    અનાથ દીકરીઓની છેડતી કરનાર હોટેલના બે કર્મચારીને 3 વર્ષની કેદ:ગાંધીનગર કોર્ટે 3 હજારનો દંડ પણ ફટકાર્યો, બિભત્સ હરકતો કરી જાતિ વિષયક શબ્દો પણ બોલ્યા હતા
    Next Article
    ભારત અને વિદેશના 400 સ્કોલર હાજર રહેશે:નવલખી મેદાનમાં 27થી 29 નવેમ્બર ભવ્ય સાંસ્કૃતિક-શૈક્ષણિક મહોત્સવ, ઋષભાયન-3માં સંતો-મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment