Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતીય તીરંદાજોના કોચને 3 મહિનાથી પગાર મળ્યો નથી:એશિયન ગેમ્સમાં 3 ગોલ્ડ અપાવ્યા હતા; અમેરિકન કોચ ડેવની દેશ છોડવાની ચેતવણી

    4 days ago

    ભારતની કમ્પાઉન્ડ તીરંદાજી ટીમના મુખ્ય કોચ ડેવ કઝિન્સ છેલ્લા 3 મહિનાથી પગાર નહીં મળતાં નારાજ છે. મે મહિનામાં કમ્પાઉન્ડ આર્ચરી પ્રોગ્રામની જવાબદારી સંભાળનાર અમેરિકન કોચે બાકી ચુકવણી નહીં થાય તો દેશ છોડીને જવાની ચેતવણી આપી છે. આર્ચરી એસોસિયેશન ઑફ ઈન્ડિયા (AAI) અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (SAI)એ ચુકવણીમાં વિલંબ સ્વીકાર્યો છે. બંને સંસ્થાઓએ તેને તકનીકી સમસ્યા ગણાવી છે. સાથે જ ખાતરી આપી છે કે ચુકવણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે. ભારતના કમ્પાઉન્ડ તીરંદાજોએ જાપાનમાં યોજાયેલી એશિયન ગેમ્સની ત્રણેય ટીમ ઇવેન્ટ્સ- મેન્સ, વુમન્સ અને મિક્સ્ડમાં ગોલ્ડ મેડલ જીત્યા. જ્યારે વ્યક્તિગત ઇવેન્ટમાં એક બ્રોન્ઝ મેડલ પણ મળ્યો. આ સાથે તેમણે લોસ એન્જેલિસ ઓલિમ્પિક્સ-2028 માટે ઇવેન્ટનો પહેલો ક્વોટા હાંસલ કર્યો. દક્ષિણ કોરિયાને હરાવીને ભારતે ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો ભારતીય કમ્પાઉન્ડ તીરંદાજોની એશિયન ગેમ્સમાં સૌથી મોટી સફળતા મિક્સ્ડ ટીમ ઇવેન્ટ રહી. આ મુકાબલામાં સાહિલ જાધવ અને ચિકિતા તનીપાર્થિની ભારતીય જોડીએ દક્ષિણ કોરિયાને શૂટ-ઓફમાં હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. નિર્ધારિત ચાર એન્ડ બાદ બંને ટીમનો સ્કોર 157-157થી બરાબર હતો. ત્યારબાદ શૂટ-ઓફમાં ભારતીય જોડીએ બાજી મારી લીધી. કઝિન્સના કોચિંગ હેઠળ ભારતે એશિયન ગેમ્સની કમ્પાઉન્ડ ઇવેન્ટમાં ત્રણ ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો. રિકર્વ અને કમ્પાઉન્ડને મળીને ભારતનું કુલ પ્રદર્શન પાંચ ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલનું રહ્યું. કઝિન્સે કહ્યું હતું- ઓલિમ્પિકનો પ્રથમ કોટા મેળવવો સિદ્ધિ ડેવિડ કઝિન્સે ભારતીય કમ્પાઉન્ડ ટીમની જવાબદારી સંભાળ્યા બાદ ખેલાડીઓની તૈયારી અને પ્રક્રિયા પર ભાર મૂક્યો હતો. એશિયન ગેમ્સમાં સફળતા બાદ તેમણે કહ્યું હતું- ‘ટીમનો લક્ષ્ય ખેલાડીઓને સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતારવાનો હતો.’ ડેવિડ કઝિન્સ કોણ છે? 49 વર્ષીય અમેરિકન કોચ ડેવિડ કઝિન્સ પોતે પણ કમ્પાઉન્ડ તીરંદાજીના મોટા નામ રહ્યા છે. તેઓ ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-1 તીરંદાજ છે અને 1999 તથા 2003માં વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશિપના ખિતાબ જીતી ચૂક્યા છે. મે મહિનામાં તેમને ભારતના મુખ્ય કમ્પાઉન્ડ તીરંદાજી કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કઝિન્સની નિમણૂક સર્જિયો પાગ્નીના ગયા બાદ કરવામાં આવી હતી. પાગ્નીની કોચિંગ હેઠળ ભારતે 2023ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં તીરંદાજીના તમામ પાંચ ગોલ્ડ મેડલ જીત્યા હતા. રિકર્વ ટીમ માટે દક્ષિણ કોરિયાના કોચ સાથે વાતચીત આ દરમિયાન, આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયા લોસ એન્જલસ ઓલિમ્પિકની તૈયારી માટે રિકર્વ ટીમ સાથે દક્ષિણ કોરિયાના કોચ પાર્ક ચે-સૂનને જોડવા અંગે પણ વાતચીત કરી રહ્યું છે. અહેવાલ મુજબ, પાર્ક ડિસેમ્બર સુધીમાં ભારત સાથે જોડાઈ શકે છે. પાર્કને આંતરરાષ્ટ્રીય કોચિંગનો સારો અનુભવ છે. તેમણે 2012ના લંડન ઓલિમ્પિકમાં દક્ષિણ કોરિયાની મહિલા ટીમ અને 2016ના રિયો ઓલિમ્પિકમાં પુરુષ ટીમને કોચિંગ આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગ્સમાં 346 પર ઓલઆઉટ:તન્ઝીદ, શાદમાન અને લિટનની ફિફ્ટી, અફઘાનિસ્તાનના મોહમ્મદ સલીમે 4 વિકેટ લીધી
    Next Article
    કોકરોચ પાર્ટીના નેતાઓ સહિત એક હજાર લોકો કસ્ટડીમાં:દીપકે કહ્યું- અમારી ધરપકડ બાદ અજિંક્ય આંદોલનનું નેતૃત્વ કરશે; મહારાષ્ટ્રમાં દીપકેના ઘરની સુરક્ષા વધારાઈ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment