Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાતમ-આઠમે ઘરમાં જુગાર રમતા હોય તો પોલીસ રેડ પાડી શકે?:પોલીસે ક્યા નિયમનું પાલન કરવું પડે; જાણો 4 સિનિયર વકીલે શું કહ્યું

    18 hours ago

    ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક જુગારના કેસમાં મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું હતું કે, ખાનગી ફ્લેટમાં પત્તા રમતા લોકો મળી આવ્યા હોય એટલા માત્રથી તે સ્થળને કોમન ગેમિંગ હાઉસ ગણી શકાય નહીં. ફરિયાદ અને ચાર્જશીટમાં મકાન માલિકને જુગારથી કોઈ નફો કે ફાયદો મળતો હોવાનો પુરાવો ન મળતા અમદાવાદજના આનંદનગર પોલીસ સ્ટેશમાં નોંધાયેલી ફરિયાદ રદ કરવા આદેશ કર્યો. હાઈકોર્ટના આ અવલોકન બાદ રાજ્યભરમાં એક ચર્ચાએ વેગ પકડ્યો છે કે, ખાનગી ફ્લેટમાં જુગાર રમવો ગુનો ગણાશે કે નહીં? આ બાબતે કાયદામાં શું જોગવાઈ રહેલી છે તે જાણવા ભાસ્કરે ચાર વકીલ અનિલ કેલ્લા, હાર્દિક બ્રહ્મભટ્ટ, આફતાબ અન્સારી હુસૈન અને અયાઝ શેખ સાથે વાત કરી લોકોના મનમાં ઉઠતા સવાલોના જવાબ મેળવ્યા. શું હતો કેસ? 2021માં 6 આરોપી સામે જુગાર અટકાયતી અધિનિયમની કલમ 4 અને 5 અંતર્ગત ગુનો નોંધાયો હતો. આ કેસમાં કોર્ટે નોંધ્યું કે, પોલીસે મેસેજ મળ્યાની 23 મિનિટમાં જ વોરંટ મેળવી લીધું હતું. કલમ 6 મુજબ સક્ષમ અધિકારીએ જરૂરી તપાસ કર્યા વિના જ ઔપચારિક રીતે વોરંટ ઇશ્યૂ કર્યું હતું. આ કેસમાં પોલીસને ટેલિફોનિક માહિતી મળી હતી કે, સેટેલાઈટના એક ફ્લેટમાં જુગાર ચાલી રહ્યો છે. પોલીસે રેડ પાડીને તાશના પત્તા, સિક્કા અને રોકડ સાથે 5 વ્યક્તિને પકડ્યા હતા અને જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. હાઈકોર્ટના ચુકાદાનો અર્થ શું? એડવોકેટ આફતાબ હુસૈન અન્સારી કહે છે કે, આ એક ટેકનિકલ ચુકાદો છે, જેનો લાભ આરોપીઓને મળ્યો. આ કેસમાં એવા આધાર પુરાવા પોલીસને હાથ લાગ્યા નહોતા કે ઘરનો માલિક બાકીના રમનારા પાસેથી રૂપિયા લેતો હોય. આમ તેને કાયદાની ભાષામાં કોમન ગેમ્બલિંગ હાઉસ કહી શકાય નહીં. નફાના પુરાવામાં શું શું હોય? નફા માટે ઘરનો માલિક પૈસા લેતો હોય તેમ જુગાર રમતા લોકોના કે ત્યાં હાજર અન્ય લોકોના નિવેદન લઈ શકાય. પત્તા અને રોકડ સિવાયના મહત્વના પુરાવાઓમાં તપાસ અધિકારીએ સાબિત કરવું પડે કે પૈસાની લેતીદેતી થતી હતી. ખાનગી મિલકતમાં જુગાર રમતા ગુનો લાગુ પડે પણ તેને કોમન ગેમ્બલિંગ હાઉસ જાહેર કરવું પડે. માત્ર 23 મિનિટમાં કોમન ગેમ્બલિંગ હાઉસની ઓળખ કરી, સર્ચ વોરંટ કાઢવું તે શંકાસ્પદ છે. પુરાવાનું યોગ્ય અર્થઘટન કરવું તે કોર્ટનું કામ છે. ગેમ્બલિંગ સાબિત કેમ થાય? જુગાર ફક્ત પત્તાથી નહીં લુડો, ક્રિકેટ બેટિંગ વગેરે ઉપર જુગાર રમી શકાય તેમ છે. જુગાર નાનો કે મોટો નહીં જુગાર એ જુગાર જ હોય છે. જાહેરમાં રમાતા જુગારમાં કોમન ગેમ્બલિંગ હાઉસ પણ પુરવાર કરવાની જરૂર નથી. ફેમિલિ કે ફ્રેન્ડ્સ વચ્ચે રમાતા જુગારમાં શું થાય? ટેકનિકલી ગુનો લાગુ પડે. જ્યાં પૈસાની આપ લે થતી હોય જેમ કે સાપ સીડી, લુડો, મેચમાં કેટલા રન બનશે?, વરસાદ આવશે કે નહીં? ત્યાં બધે જ ગુનો નોંધાઈ શકે. ખાનગી જગ્યાએ રમાતા જુગારમાં પણ ગુનો લાગુ પડે, આ કેસમાં ફક્ત તપાસની ભૂલના કારણે ટેક્નિકલ લાભ આરોપીઓને મળ્યો છે. ઘરમાં રેડ કરતા પહેલાં પોલીસે ક્યા નિયમનું પાલન કરવું પડે? એડવોકેટ અયાઝ શેખ કહે છે, આ કેસમાં આરોપીઓ ઉપર ગેમ્બલિંગ એક્ટની કલમ 4 અને 5 લગાવવામાં આવી હતી. બંધ બારણે રમાતા જુગારના કેસમાં આ કલમો લાગુ પડે છે. જાહેર જગ્યાએ રમાતા જુગારમાં કલમ 12 લાગુ પડે છે. અંગત માલિકીનું ઘર હોય ત્યારે જુગાર સાબિત કરવો મુશ્કેલ હોય છે. જુગાર રમાતો હોય તેવા મકાનમાં સર્ચ કરવા માટે SP કક્ષાના અધિકારીનું સર્ચ વોરંટ મેળવવું પડે છે. સર્ચ વોરંટ વગર મકાનમાં પ્રવેશી શકાય નહીં. સેક્શન 12 મુજબના પુરાવા અલગ હોય છે. નફો કર્યો છે કે નહીં તેના માટે પોલીસે શું કરવું પડે? નફાનું તત્વમાં પૈસાની રિકવરી, મૂડી, નફો, વહેંચણી બધું પુરવાર કરવું પડે, જમીન ઉપર પડેલા રૂપિયા, તેમના સભાન પઝેશનમાં આ બધું છે કે કેમ? નફાનો ભાગ પૂરવાર કરવો પડે. પત્તા અને રોકડ મળી હોય તે જગ્યાનું પંચનામુ કરવું પડે છે. જો આનંદ પ્રમોદ માટે ખાનગી મિલકતમાં પત્તા રમાતા હોય તો તેને જુગાર કહી શકાય નહીં. જ્યાં હાર જીત થતી હોય, નફો નુકસાન થતું હોય તેને કાયદામાં જુગાર કહેવાય. જુગાર મોટા પ્રમાણમાં રમાય છે કે નાના પ્રમાણમાં તેનાથી કોઈ ફેર પડતો નથી, કાયદાની દ્રષ્ટિએ બંને જુગાર જ છે. આમ ખાનગી જગ્યામાં જુગાર રમાતો હોય તો પણ પ્રક્રિયા મુજબ જ કાર્યવાહી કરવી પડે. 'પૈસાની લેવડદેવડ અને ઉપજ થતી હોય તો જ તેને જુગાર કહી શકાય' એડવોકેટ અનિલ કેલ્લા કહે છે, જે જગ્યાએ જુગાર રમાતો હોય પણ તેનો માલિક તેમાંથી નફો લેતો ના હોય તો તેની ઉપર ગેમ્બલિંગ એક્ટની કલમ 4 અને 5 લાગુ પડે નહીં. નફાનો અર્થ જુગારના સાધનો પત્તા, કોઇન, ટેબલ વગેરે જુગાર રમવા માટે જ હોય. તેમાં પૈસાની લેવડદેવડ થતી હોય, ઉપજ થતી હોય તો જ તેને જુગાર કહી શકાય. સ્થળેથી પત્તા રોકડ અને કોઈન મળવા એક સામાન્ય ઘટના છે. ઘણા લોકો ઘરમાં આનંદ પ્રમોદ માટે પત્તા રમતા હોય છે. આ કિસ્સામાં ખર્ચ માટે ખિસ્સામાં રૂપિયા હતા, તેમાં પૈસા કમાવાનો હેતુ સ્પષ્ટ નહોતો તેમ લાગી રહ્યું છે. પરંતુ ખાનગી જગ્યાએ જુગાર રમી શકાય તેવું કહી શકાય નહીં, જુગારમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓના સર્ચ વોરંટથી ઘરનો મકાન માલિક, કેટલા લોકો ત્યાં બેઠા હતા? કઈ રમત રમાતી હતી વગેરેની ચકાસણી કરવી પડે છે. નફાના તત્વની દરેક કિસ્સામાં જરૂર પડે છે. સંબંધિત વ્યક્તિઓ પાસે કયા સાધનો હતા, તે ગેમ્બલિંગ હાઉસ નક્કી કરવા માટે જરૂરી છે. ખાનગી વ્યક્તિના ઘરમાં પણ નફાના હેતુથી જુગાર રમતો હોય તો તે ચકાસણી બાદ નક્કી થાય છે કે તે ગેમ્બલિંગ એક્ટની વ્યાખ્યામાં આવે છે કે નહીં. ગેમ્બલિંગ હાઉસમાં મોટાપાયે નફાના હેતુથી જુગાર રમતો હોય છે, જ્યારે સાતમ આઠમે ઘરના લોકો આનંદ પ્રમોદ માટે પત્તાની રમત રમતા હોય છે. 'પૈસા કે નફાના ઉદ્દેશ વગર પત્તા રમાતા હોય તો તેમાં જુગારનો ગુનો લાગુ ન પડે' એડવોકેટ હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું ગુજરાત ગેમ્બલિંગ એક્ટમાં જુગારની વ્યાખ્યા કરવામાં આવી છે. જુગારના અડ્ડામાં અને જાહેર જગ્યા પર જુગાર રમવો ગુનો બને છે. જુગાર રમતા બેઠકમાંથી કેટલો કટ લેવામાં આવે છે, તે પણ એક પુરાવાનો વિષય છે. નજીકના મિત્રો સાથે બેસીને નફાના ઉદેશ વગર જુગાર રમાતો હોય તો તે ગેમ્બલિંગ એક્ટની વ્યાખ્યામાં આવતો નથી. નફાના પુરાવામાં ચાર્જની ચુકવણી થતી હોય છે. નફો હોય તો જ જુગાર રમવા અને રમાડવો ગુનો બને છે. સાતમ આઠમે નફાના ઉદ્દેશ વગર રમાતા જુગારમાં ગુનો લાગુ પડે નહીં.
    Click here to Read More
    Previous Article
    દિશા સાલિયાન મૃત્યુ કેસમાં CBI તપાસનો આદેશ:બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય; સુશાંત સિંહ રાજપૂતની મેનેજર હતી, 2020માં મૃત્યુ થયું હતું
    Next Article
    બોટાદમાં નાગપાંચમે મહાસુખાનંદ અને રમણીકભાઈ ભગતનું સન્માન:તુરખા રોડ પર ખેતલીયાદાદા મંદિરે લોકડાયરામાં રજવાડી સાફા અને તલવારો અર્પણ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment