Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિશા સાલિયાન મૃત્યુ કેસમાં CBI તપાસનો આદેશ:બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય; સુશાંત સિંહ રાજપૂતની મેનેજર હતી, 2020માં મૃત્યુ થયું હતું

    13 hours ago

    બોમ્બે હાઈકોર્ટે બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુના કેસમાં CBI તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે આ મામલે FIR નોંધવાનો પણ નિર્દેશ આપ્યો છે. દિશાનું મૃત્યુ 8 જૂન 2020ના રોજ મુંબઈના મલાડમાં એક ઇમારતના 14મા માળેથી પડી જવાથી થયું હતું. દિશાના મૃત્યુના 6 દિવસ પછી 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત પણ મૃત હાલતમાં મળી આવ્યા હતા. દિશાના પિતા સતીશ સાલિયાને હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પુત્રીના મૃત્યુની ફરીથી તપાસ અને CBI તપાસની માગ કરી હતી. તેમનો આરોપ હતો કે દિશા સાથે ગેંગરેપ અને હત્યા થઈ હતી અને મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે, પોલીસે અત્યાર સુધી દિશાના મૃત્યુને આત્મહત્યા ગણાવી છે અને તેની તપાસમાં કોઈપણ પ્રકારની ગડબડ કે યૌન હુમલાના પુરાવા ન મળ્યા હોવાનું જણાવ્યું છે. કોર્ટે તપાસ પર સવાલો ઉઠાવ્યા હતા દિશાના મૃત્યુને લઈને 2023માં મુંબઈ પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવી હતી. કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મુંબઈ પોલીસની તપાસની રીત પર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે 14મા માળેથી પડવા છતાં ઈજાઓને લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વિરોધાભાસ શા માટે છે. અદાલતે ઘટનાસ્થળના CCTV ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને પંચનામા સહિત તપાસ સાથે સંકળાયેલા અનેક પાસાઓ પર પણ સવાલો ઉઠાવ્યા. કોર્ટે એ પણ સવાલ કર્યો કે પરિવાર દ્વારા મૃત્યુના સંજોગો પર શંકા વ્યક્ત કરવામાં આવી હોવા છતાં FIR શા માટે નોંધવામાં આવી ન હતી. પોલીસે શરૂઆતમાં આ મામલે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધ્યો હતો. બાદમાં તપાસમાં તેને આત્મહત્યા ગણાવવામાં આવી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર પણ સવાલો ઉઠ્યા સુનાવણી દરમિયાન કોર્ટે પોસ્ટમોર્ટમ પ્રક્રિયા અંગે પણ સવાલો કર્યા હતા. કોર્ટ સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે દિશાનું પોસ્ટમોર્ટમ એક ડોક્ટરે કર્યું હતું, જ્યારે રાજ્યના દિશાનિર્દેશો અનુસાર આવા કિસ્સાઓમાં બે ડોકટરોની જરૂર હોય છે. રિપોર્ટમાં માથા, હાથ, પગ અને છાતી પર ઇજાઓનો ઉલ્લેખ હતો અને માથાની ઇજાને મૃત્યુનું કારણ ગણાવ્યું હતું. બીજી તરફ, પોલીસે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાતીય હુમલા કે બળાત્કારના કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસે એવો પણ દાવો કર્યો હતો કે સાક્ષીઓના નિવેદનો અને તપાસના આધારે દિશાએ પોતે જ ઇમારત પરથી છલાંગ લગાવી હતી.
    Click here to Read More
    Previous Article
    દુઃખી ખેડૂતે દેવી પાસેથી રાજ-પાટને બદલે ભક્તિ માંગી!:દરેક ઇચ્છા પૂરી કરવા માટે બેચેન રહેવું યોગ્ય નથી, મનમાં સંતોષ હશે તો સુખ-શાંતિ જળવાઈ રહેશે
    Next Article
    સાતમ-આઠમે ઘરમાં જુગાર રમતા હોય તો પોલીસ રેડ પાડી શકે?:પોલીસે ક્યા નિયમનું પાલન કરવું પડે; જાણો 4 સિનિયર વકીલે શું કહ્યું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment