Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત અને વિદેશના 400 સ્કોલર હાજર રહેશે:નવલખી મેદાનમાં 27થી 29 નવેમ્બર ભવ્ય સાંસ્કૃતિક-શૈક્ષણિક મહોત્સવ, ઋષભાયન-3માં સંતો-મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે

    6 hours ago

    વડોદરામાં લબ્ધિ વિક્રમ જન સેવા ટ્રસ્ટ (LVJST) દ્વારા ગુજરાત સરકારના સહયોગથી આગામી 27, 28 અને 29 નવેમ્બર 2026 (શુક્રવાર, શનિવાર અને રવિવાર) દરમિયાન વડોદરાના નવલખી મેદાન ખાતે ભવ્ય ‘ઋષભાયન-3’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના મુખ્ય માર્ગદર્શન હેઠળ યોજાનારા આ ત્રિદિવસીય મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ, કલા, સાહિત્ય અને વ્યાપારનો અનોખો સંગમ જોવા મળશે. 'અનેક મંડપ, એક સ્થળ'ની થીમ પર આધારિત આ મહોત્સવમાં મુલાકાતીઓ માટે કુલ 10 જેટલા વિશેષ વિભાગો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ધર્મ-સમાજ પરિષદ માટેનો મુખ્ય ડોમ, ઋષભ સ્વાધ્યાયપીઠ, ભારતના વિવિધ પ્રાંતોના ભોજન સાથેનું ઋષભ પાકકલા ક્ષેત્ર, 72-64 કલાઓની જીવંત પ્રસ્તુતિ કરતું કલા અનુભવ કેન્દ્ર, અષ્ટાપદ પેવેલિયન, ગ્રંથ-પાંડુલિપિ પ્રદર્શન માટે વાંચન કક્ષ, 200થી વધુ સ્ટોલ ધરાવતું ટ્રેડ એક્ઝિબિશન, નાલંદા (બિહાર) સહિતની સંસ્થાઓની પ્રસ્તુતિ કરતું શિક્ષણ ક્ષેત્ર, પાઠશાળા-સ્ટાર્ટઅપ સ્પર્ધા ક્ષેત્ર અને બાળકો-પરિવાર માટે રમત ક્ષેત્રનો સમાવેશ થાય છે. "વિશ્વશાંતિનો મુલાધાર?" વિષય પર પંડિતો ચર્ચા કરશે ત્રણેય દિવસ દરમિયાન વિશિષ્ટ કાર્યક્રમોની હારમાળા યોજાશે, જેમાં પ્રથમ દિવસે 27 નવેમ્બરે દેશભરના ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં 'સર્વધર્મ ઐક્ય પરિષદ' અને મુંબઈના નાલંદા કલા વિદ્યાલય દ્વારા "ઋષભ કલા કીર્તન" નૃત્ય નાટિકા રજૂ થશે. બીજા દિવસે 28 નવેમ્બરે હજારો વર્ષ જૂની 'શાસ્ત્રાર્થ' પરંપરા જાહેરમાં પુનર્જીવિત થશે, જેમાં "વિશ્વશાંતિનો મુલાધાર?" વિષય પર પંડિતો ચર્ચા કરશે અને વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડ તેમજ વિવિધ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરો ઉપસ્થિત રહેશે, સાથે જ વડોદરાના કલાકારોનું સન્માન પણ કરાશે. અંતિમ દિવસે 29 નવેમ્બરે સવારે 5.30 થી 8 દરમિયાન વિશ્વશાંતિ મંત્રગાન, ધ્યાન અને સ્વર સાધનાનો પ્રભાત કાર્યક્રમ તથા દિવસ દરમિયાન પરિસંવાદ અને સંશોધન-પત્રોની પ્રસ્તુતિ બાદ રાત્રે સમાપન સમારોહ યોજાશે. આ ઐતિહાસિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહોત્સવમાં જાહેર જનતા માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે, પરંતુ પ્રવેશ માટે વેબસાઈટ (www.rushabhayan.org) પર અગાઉથી પંજીકરણ કરાવવું ફરજિયાત છે.
    Click here to Read More
    Previous Article
    મોદી કચ્છનું ચિત્ર ફિલિપાઈન્સ લઈગયા તે રોગાન કળા શું છે?:સદીઓ જૂની કળાના કારીગરને મળો; આશિષ કંસારા એક રૂપિયો ય લીધા વગર કળા શીખવે છે
    Next Article
    સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપની ટિફિન બેઠકો યોજાઈ:નાના કેરાળા અને વઢવાણ તાલુકા તથા મહાનગરના કાર્યકર્તાઓને સંગઠન મજબૂત કરવા માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment