Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં બે અકસ્માતમાં બે વૃદ્ધના મોત:વાડજ સર્કલ પાસે રોડ ક્રોસ કરતાં વૃદ્ધને રિક્ષાચાલકે ઉડાવ્યા, ખાડિયામાં એક્ટિવાચાલકે વૃદ્ધને અડફેટે લેતા જીવ ગુમાવ્યો

    6 hours ago

    અમદાવાદ શહેરમાં બેફામ વાહન હંકારવાના કારણે સર્જાયેલા અલગ-અલગ બે માર્ગ અકસ્માતોમાં બે વૃદ્ધ નાગરિકોએ જીવ ગુમાવ્યા હોવાની ઘટના સામે આવી છે. વાડજ સર્કલ પાસે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને રિક્ષાચાલકે જ્યારે ખાડિયા ચાર રસ્તા પાસે પગપાળા જઈ રહેલા વૃદ્ધને એક્ટિવા ચાલકે અડફેટે લેતાં બંનેના સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે. આ બંને બનાવોમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર વાહનચાલકોની શોધખોળ હાથ ધરી છે. વાડજ સર્કલ પાસે મંદિરે દર્શન કરવા ગયેલા વૃદ્ધને રિક્ષાની ટક્કર જૂના વાડજ વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા 75 વર્ષીય કાંતિલાલ નાનજીભાઈ પરમાર ગત તા. 9 નવેમ્બરના રોજ દધીચિ બ્રિજ પાસે આવેલા દૂધનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા. મંદિરની સામે મેલડીમાતા સર્કલથી જૂના વાડજ સર્કલ તરફ જતો રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન પૂરઝડપે આવી રહેલા એક રિક્ષાચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કાંતિલાલને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા રિક્ષાચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. ખાડિયા ચાર રસ્તા પાસે એક્ટિવાની ટક્કરે એકાઉન્ટન્ટ વૃદ્ધનું મોત અન્ય એક બનાવમાં નરોડા પાટીયા પાસે રહેતા 63 વર્ષીય ગોપાલદાસ આહુજા કાલુપુર સ્થિત એક ખાનગી દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. ગત તા. 29 ઓક્ટોબરના રોજ તેઓ પોતાની દુકાનેથી ચાલતા ફર્નાન્ડીઝ બ્રિજ ખાતે સામાન ખરીદીને પરત ફરી રહ્યા હતા. તેઓ ખાડિયા ચાર રસ્તા પાસે પહોંચ્યા તે સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક એક્ટિવા ચાલકે તેમને અડફેટે લીધા હતા. રોડ પર પટકાવાથી ગંભીર ઈજાઓ પહોંચતાં ગોપાલદાસને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. આ મામલે ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા એક્ટિવા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળ્યા:હિન્દુ સંગઠનોએ તપાસ અને કાર્યવાહીની માગ કરી; મા આદ્યશક્તિ મંદિર આસપાસના ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા રજૂઆત
    Next Article
    બોલેરો ગાડી ડિવાઈડર કૂદી આઈસરને અથડાઈ, બંને ચાલકના મોત:આઈસર ચાલકનું સારવાર દરમિયાન મોત, વડોદરા નજીક NH નં.-48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment