Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા નજીક NH-48 પર હિટ એન્ડ રન:તરસાલી-કપુરાઈ બાયપાસ પાસે પૂરપાટ ઝડપે દોડતી થારે અજાણ્યા રાહદારીને અડફેટે લેતાં મોત, ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

    10 hours ago

    વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગોઝારો અકસ્માત તરસાલી બાયપાસ ચોકડીથી કપુરાઈ તરફ જતા માર્ગ પર સર્જાયો હતો. હાઇવે પરથી પસાર થઈ રહેલી એક પૂરપાટ ઝડપે આવતી થાર ગાડીના ચાલકે રસ્તા પરથી ચાલીને જઈ રહેલા એક અજાણ્યા રાહદારીને ટક્કર મારતા રાહદારીનું મોત નીપજ્યું હતું. પૂરપાટ વેગે ચાલતી થારે ટક્કર મારી નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટના ઘટે છે ત્યારે કપૂરી ચોકડી નજીક પુર પાટે ચાલતી થાર ગાડીએ રાહદારીને ટક્કર મારી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે રાહદારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ અકસ્માત બાદ નેશનલ હાઇવે 48 પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. ટ્રાફિકને પૂર્વવત કરવા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને તેની ઓળખ છતી કરવાની તથા અકસ્માત સર્જીને નાસી છૂટેલા કે રોકાયેલા થાર ચાલક સામે કાયદેસરની ગુનાહિત કાર્યવાહી કરવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રોજેરોજ બનતા અકસ્માત ચિંતાજનક ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર અને તેની આસપાસથી પસાર થતા નેશનલ હાઇવે પર અવારનવાર આવા ગંભીર અને જીવલેણ અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. હાઇવે પર વાહનોની અનિયંત્રિત ગતિ અને માર્ગ સુરક્ષાના અભાવે આ પ્રકારના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. સતત વધતા અકસ્માતોની ઘટનાઓને પગલે હવે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જ માર્ગ સુરક્ષાની સુવિધા, હાઇવે પર સ્પીડ લિમિટનું પાલન અને યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેલા સ્થાનિક તંત્ર તથા હાઇવે ઓથોરિટીની કામગીરી સામે પણ અનેક ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના મરોલીમાં ખુલ્લી જીપ પર યુવાનોના જોખમી સ્ટંટ:કાર્ટૂન માસ્ક પહેરી બોનેટ અને છત પર બેસી ડાન્સ કરતો વીડિયો વાયરલ; રીલ્સ બનાવવા કાયદાના ધજાગરા ઉડાડ્યાં;વાહનચાલકો માટે ખતરો ઊભો કર્યો
    Next Article
    ભાદરવાના પ્રારંભે અમદાવાદ-વડોદરામાં ધોધમાર વરસાદ:નડિયાદમાં રસ્તા પર નદીની માફક પાણી વહેતા થયા, સૌરાષ્ટ્રમાં હજી પણ સારા વરસાદની રાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment