Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ આવતા ત્રણ વાહનો અથડાયાં:મોરબીમાં કુબેર ટોકીઝ પાસે બે ઈકો, અર્ટિકા અને ટ્રક વચ્ચે અકસ્માત; કોઈ જાનહાનિ નહીં

    6 घंटे पहले

    મોરબી-વાંકાનેર હાઇવે રોડ ઉપરથી પસાર થતા વાહનોમાં ટ્રાફિકના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો થતા હોય છે દરમિયાન આજે એક કાર ચાલકે પોતાના વાહનને બ્રેક મારતાની સાથે પાછળના ભાગમાં આવી રહેલી બે કાર અને ટ્રક એકબીજા પાછળ અથડાયા હતા, જેથી ચાર વાહનોનો અકસ્માત થયો હતો. જોકે, આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ ચારે વાહનોમાં નુકસાન થયું છે. મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર સતત ટ્રક ડમ્પર સહિતના ભારે વાહનો પસાર થતા હોય છે. ઔદ્યોગિક વિસ્તાર હોવાના કારણે સ્કૂટર, બાઈક, રીક્ષા જેવા વાહનોની પણ સંખ્યા વધુ પ્રમાણમાં રહેતી હોય છે. અવારનવાર ટ્રાફિકના કારણે નાના મોટા અકસ્માતો પણ થતા હોય છે. ખાસ કરીને નેશનલ હાઈવે રોડ ઉપર જુદી જુદી જગ્યા પર આવતી કટ પાસે અકસ્માતની ઘટનાઓ વધુ બનતી હોય છે તેવામાં આજે બપોરના સમયે કુબેર ટોકીઝ પાસે ઈકો ગાડીના ચાલકે પોતાના વાહનને બ્રેક મારી હતી. ત્યારબાદ તેની પાછળ આવી રહેલી અન્ય ઈકો ગાડી, અર્ટિકા અને ટ્રક એકબીજા વાહનની પાછળ અથડાયા હતા જેથી કરીને ચાર વાહનો વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં ચારે ચાર વાહનોમાં નુકસાની થયું છે. જોકે અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.
    Click here to Read More
    Previous Article
    બોલેરો ગાડી ડિવાઈડર કૂદી આઈસરને અથડાઈ, બંને ચાલકના મોત:આઈસર ચાલકનું સારવાર દરમિયાન મોત, વડોદરા નજીક NH નં.-48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો
    Next Article
    Azam Khan की Bail पर बेटे Abdullah Azam, मुंहबोली बेटी Ekta Kaushik का बयान | Azam Family|Azam Bail

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment