Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળ્યા:હિન્દુ સંગઠનોએ તપાસ અને કાર્યવાહીની માગ કરી; મા આદ્યશક્તિ મંદિર આસપાસના ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા રજૂઆત

    6 hours ago

    મોરબીના શક્તિ ચોક પાસે આવેલા મા આદ્યશક્તિ મંદિરના પટાંગણમાંથી આજે બપોરે માંસના ટુકડા અને અવશેષો મળી આવ્યા હતા. આ ઘટના બાદ હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનોના આગેવાનોએ આ મામલે તટસ્થ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. આ ઉપરાંત શક્તિ ચોકની આસપાસ ચાલતાં તમામ ગેરકાયદેસર કતલખાનાં કાયમી ધોરણે બંધ કરાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. ગેરકાયદેસર કતલખાનાં બંધ કરાવવા અગાઉ પણ રજૂઆતો કરાઈ હતી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતનાં હિન્દુ સંગઠનો છેલ્લા ઘણા સમયથી શક્તિ ચોકની આસપાસનાં ગેરકાયદેસર કતલખાનાં બંધ કરાવવા માટે મોરબી મહાનગરપાલિકામાં રજૂઆતો અને આવેદનપત્રો આપી રહ્યાં છે. આ રજૂઆતોના પગલે મહાનગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ આપીને કાર્યવાહી પણ કરવામાં આવી હતી. કતલખાનાં ફરી ચાલુ થતા અગાઉ મહાપાલિકા કચેરીએ વિરોધ કરાયો હતો મહાનગરપાલિકાની કાર્યવાહી બાદ પણ કતલખાનાં ચાલુ હોવાના બનાવો અગાઉ સામે આવ્યા હતા, તે સમયે પણ હિન્દુ સંગઠનોના આગેવાનોએ મહાનગરપાલિકા કચેરીએ જઈને વિરોધ નોંધાવ્યો હતો. આજે બપોરે ફરી એકવાર મંદિરના પટાંગણમાંથી માંસના ટુકડા અને અવશેષો મળતા સંગઠનોએ તંત્ર દ્વારા કડક પગલાં લેવાય અને તમામ ગેરકાયદેસર કતલખાનાં બંધ કરાવાય તેવી માગ ઉઠાવી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ અનાથ આશ્રમમાંથી દત્તક લીધેલા પુત્રને બેફામ ડમ્પરે કચડ્યો:સુરતમાં સાયકલ સવાર પ્રિન્સનું ઘટનાસ્થળે જ મોત, વડોદરામાં હોસ્પિટલ જઈ રહેલા દંપતીનું હિટ એન્ડ રનમાં મોત
    Next Article
    અમદાવાદમાં બે અકસ્માતમાં બે વૃદ્ધના મોત:વાડજ સર્કલ પાસે રોડ ક્રોસ કરતાં વૃદ્ધને રિક્ષાચાલકે ઉડાવ્યા, ખાડિયામાં એક્ટિવાચાલકે વૃદ્ધને અડફેટે લેતા જીવ ગુમાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment