Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ અનાથ આશ્રમમાંથી દત્તક લીધેલા પુત્રને બેફામ ડમ્પરે કચડ્યો:સુરતમાં સાયકલ સવાર પ્રિન્સનું ઘટનાસ્થળે જ મોત, વડોદરામાં હોસ્પિટલ જઈ રહેલા દંપતીનું હિટ એન્ડ રનમાં મોત

    11 hours ago

    સુરતમાં સંતાન ન હોવાથી ભરૂચના અનાથ આશ્રમમાંથી દત્તક લીધેલા લાડકવાયા સંતાનને બેફામ ડમ્પરે ભોગ લેતા રાણા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃત્યુ પામનાર વિદ્યાર્થી પ્રિન્સ રમેશલાલ રાણા બે દિવસ પહેલા જ ઉજ્જૈનના દર્શન કરીને પરત ફર્યો હતો અને ધોરણ 10ની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. જરીકામ અને મજૂરી કરીને ગુજરાન ચલાવતા રાણા દંપતિએ વૃદ્ધાવસ્થામાં સહારો બને તેવા આશયથી દીકરાને સંઘર્ષ અને દુઃખ વેઠીને મોટો કર્યો હતો. પરંતુ ટ્યુશનથી ઘરે પરત ફરતી વખતે જીવલેણ અકસ્માતમાં પરિવારનો આધારસ્તંભ છીનવાઈ જતા શોકનું મોજું ફરી વળ્યું. જ્યારે અકસ્માતની બીજી ઘટના વડોદરાના પંડ્યા બ્રિજ પર બની. હોસ્પિટલ જઈ રહેલા બાઈકસવાર દંપતીને અજાણ્યા ટેન્કરના ચાલકે ટક્કર મારતા ઘટનાસ્થળે જ બંનેના મોત નિપજ્યા. ​પ્રતિબંધિત સમયે બેફામ ડમ્પરની રફ્તાર ​શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ડમ્પર સહિતના હેવી વ્હીકલ પર પ્રતિબંધ હોવા છતાં બેફામ ઝડપે વાહનો દોડી રહ્યા છે. ચાર રસ્તા નજીક ટ્યુશનથી પરત ફરી રહેલા વિદ્યાર્થી પર ડમ્પરનું પાછળનું વ્હીલ ફરી વળતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 'પ્રિન્સ દોઢ વર્ષનો હતો ત્યારે દત્તક લીધો હતો' મૃતકના મામા રજનીકાંત રાણાએ જણાવ્યું હતું કે, "અમને અકસ્માતની જાણ થતા જ અમે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પ્રિન્સ પર ડમ્પરનું પાછળનું વ્હીલ તેની ઉપર ચડી ગયું હતું અને પાંસળીના ભાગે ગંભીર નિશાન જોવા મળ્યા હતા. માતા-પિતાને સંતાન ન હોવાથી એમને એવું થયું કે અમારું શું. એટલે ભરૂચના આશ્રમમાંથી પ્રિન્સ દોઢ વર્ષનો હતો ત્યારે દત્તક લીધેલો. એ દત્તક લેવામાં આપણા અરવિંદભાઈ રાણાએ ખૂબ મહેનત કરી હતી. ​માસી ભાવનાબેન સહિત પરિવારજનોનો આક્રંદ ​દત્તક લીધેલા બાળકને ઉછેરવા અંગે ભાવુક થયેલા માસી ભાવનાબેન રાણાએ જણાવ્યું હતું કે, "અમે ભરૂચના અનાથ આશ્રમમાંથી દત્તક લઈને ખૂબ જ દુઃખ સહન કરીને તેને મોટો કર્યો હતો અને તેનું કાનનું ઓપરેશન પણ કરાવ્યું હતું. તે બે દિવસ પહેલા જ ઉજ્જૈન જઈને આવ્યો હતો અને કાલે જ ખુશ થઈને કહેતો હતો કે મારે 17 વર્ષ પૂરા થઈ ગયા છે. ​તંત્ર સામે સવાલો અને ન્યાયની માંગ ​વારંવાર બનતા ડમ્પર અકસ્માતોને પગલે સ્થાનિકો અને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રતિબંધિત સમય દરમિયાન પણ ભારે વાહનો કઈ રીતે શહેર અને ગીચ વિસ્તારોમાં પ્રવેશે છે, તે અંગે ટ્રાફિક અને પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. મહેનત અને સંઘર્ષથી ઉછેરેલા એકના એક દત્તક પુત્રને ગુમાવનાર રાણા પરિવારે જવાબદાર ડમ્પર ચાલક સામે કડક કાયદાકીય કાર્યવાહી કરી ઝડપી ન્યાય અપાવવાની માંગ કરી છે. જ્યારે પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરીને ડમ્પર કબજે કર્યું છે. આ સમાચાર પણ વાંચોઃ વડોદરામાં હોસ્પિટલે જઈ રહેલા દંપતીનું હિટ એન્ડ રનમાં મોત વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહેતા આરોગ્ય વિભાગના નિવૃત કર્મચારી અને તેમના પત્નીનું પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રનમાં મોત નિપજ્યું. દશરથભાઈ પટેલ અને મંજુલાબેન પટેલ જ્યારે પંડ્યા બ્રિજ પરથી પોતાનું બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પાછળથી આવેલા અજાણ્યા ટેન્કરચાલકે ટક્કર મારી. પતિ-પત્નીને ગંભીર ઈજા પહોંચતા બંનેના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા. તો બીજી તરફ ટેન્કરનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હોય તેના આધારે ટેન્કરચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    વાવાઝોડું અકવાન: ઓડિશામાંથી 80 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા:6 જિલ્લાઓમાં 3 દિવસ સ્કૂલો બંધ; 10 રાજ્યોમાં અસર રહેશે, 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે
    Next Article
    મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળ્યા:હિન્દુ સંગઠનોએ તપાસ અને કાર્યવાહીની માગ કરી; મા આદ્યશક્તિ મંદિર આસપાસના ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment