Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોઘારોડ વિસ્તારમાં પોલીસના બે દરોડામાં દારૂ ઝડપાયો:શીતળામાના મંદિર સામે અને આડોડીયાવાસમાં ડ્રાઈવ દરમિયાન એકની ધરપકડ, બે ફરાર

    10 hours ago

    ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત પોલીસે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર અને અન્ય એક બુટલેગર સહિત બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. શીતળામાના મંદિર સામેના ગ્રાઉન્ડમાંથી વ્હિસ્કીની બોટલ સાથે એક ઝડપાયો ઘોઘારોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગમાં હતો ત્યારે ઘોઘારોડ પર આવેલા શીતળામાના મંદિર સામેના ગ્રાઉન્ડમાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ઉભો હોવાનું જણાયું હતું. પોલીસે તેની પાસે રહેલી પ્લાસ્ટિકની થેલીની તલાશી લેતા તેમાંથી મધ્યપ્રદેશ બનાવટની 'લંડન પ્રાઈડ પ્રીમિયમ વ્હિસ્કી'ની એક બોટલ (કિંમત રૂ. 613) મળી આવી હતી. પોલીસે પંચોની હાજરીમાં બોટલ કબજે કરી જેલ ગ્રાઉન્ડ પાસે ગવર્મેન્ટ ક્વાર્ટરમાં રહેતા કુણાલ જયમલભાઈ હડીયલ (ઉં.વ. 31) ની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આ દારૂની બોટલ અશોક નોનવેજવાળાએ આપી હોવાની કબૂલાત કરતા પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આડોડીયાવાસના છાપરામાં રેઈડ કરી 10 ચપટા કબજે કર્યા બીજા બનાવમાં પોલીસે સાંજના સમયે આડોડીયાવાસ વિસ્તારમાં રહેતા અજય ઉર્ફે ભગત મોહનભાઈ રાઠોડના કબજા ભોગવટાના છાપરામાં દરોડો પાડ્યો હતો. રેઈડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો, પરંતુ છાપરાની તલાશી લેતા તેમાંથી '8 P.M. સ્પેશિયલ રેર વ્હિસ્કી'ના 180 એમ.એલ.ના કંપની સીલપેક 10 નંગ ચપટા (કુલ કિંમત રૂ. 1,250) મળી આવ્યા હતા. પોલીસે મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપી અજય ઉર્ફે ભગત વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગિરનાર લીલી પરિક્રમા પૂર્વે ભવનાથમાં ભાવિકોનો જમાવડો:ગિરનારની લીલી પરિક્રમા આવતીકાલે દેવઉઠી અગિયારસથી વિધિવત શરૂ થશે, ગેટ ખુલવા પૂર્વે જ લાખો ભાવિકો ઉમટ્યા; ચૂલા સળગાવી જાતે ભોજન બનાવવાની મોજ માણી
    Next Article
    રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં:કોલ્ડ સ્ટોરેજમાં ખામીઓનાં કારણે 2 મૃતદેહને નુકસાન થયાનો આરોપ, મૃતદેહો પહેલાથી જ ડિકમ્પોઝ હોવાનો તંત્રનો બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment