Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનાર લીલી પરિક્રમા પૂર્વે ભવનાથમાં ભાવિકોનો જમાવડો:ગિરનારની લીલી પરિક્રમા આવતીકાલે દેવઉઠી અગિયારસથી વિધિવત શરૂ થશે, ગેટ ખુલવા પૂર્વે જ લાખો ભાવિકો ઉમટ્યા; ચૂલા સળગાવી જાતે ભોજન બનાવવાની મોજ માણી

    6 hours ago

    ​ગિરનારની ગોદમાં 36 કિલોમીટરના જંગલ વિસ્તારમાં યોજાતી ઐતિહાસિક લીલી પરિક્રમા આવતીકાલે દેવઉઠી અગિયારસની મોડી રાત્રે વિધિવત રીતે શરૂ થવા જઈ રહી છે. પરિક્રમાના પ્રારંભ પૂર્વે જ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અલગ-અલગ રાજ્યો અને વિદેશમાંથી પણ લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પુણ્યનું ભાથું બાંધવા ભવનાથ ક્ષેત્રમાં ઉમટી પડ્યા છે. હાલ ભવનાથ તળેટીમાં જાણે મેળો જામ્યો હોય તેવો ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે અને શ્રદ્ધાળુઓ પરિક્રમા ગેટ ખુલવાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે. ​પરિક્રમામાં આવતા યાત્રાળુઓ ગેટ નજીકના મેદાનમાં પરિવાર સાથે આરામ કરવાની સાથે જાતે જ રસોઈ બનાવીને ભોજનની મોજ માણી રહ્યા છે. ભાવિકો પથ્થરો પર ચૂલો બનાવી, જંગલ નજીકથી લાકડા એકઠા કરીને બાજરાના રોટલા, રીંગણાનો ઓળો અને રીંગણા-બટાકાનું શાક બનાવી રહ્યા છે. લોકો પોતાની સાથે જ ઘરેથી લોટ, ખાંડ, તેલ અને તમામ ખાદ્ય સામગ્રી ઉચકીને લાવે છે અને પરિક્રમાના અલગ-અલગ પડાવો પર જાતે રસોઈ બનાવીને જમે છે. ​સુરતથી પરિવાર સાથે આવેલા યાત્રાળુ સોનલબેન ગોગદાણીએ જણાવ્યું હતું કે, "અમે મૂળ વેરાવળના વતની છીએ અને હાલ સુરતથી આવી રહ્યા છીએ. હું છેલ્લા ૧૭ વર્ષથી આ પરિક્રમામાં આવું છું અને આ વખતે અમારા પરિવારના કુલ ૨૧ સભ્યો સાથે આવ્યા છીએ. અમે પરિક્રમા શરૂ થવાના એક દિવસ અગાઉ જ આવી ગયા છીએ જેથી આખો પરિવાર સાથે મળીને જમી શકે અને પરિક્રમાનો પૂરો લાભ લઈ શકે. આજે અમે રોટલા બનાવવાના શ્રીગણેશ કરી દીધા છે અને અંદર જંગલમાં પણ જેવી વ્યવસ્થા હશે તે મુજબ રોટલા-શાક બનાવીને રાત્રે રસોઈ કરી જમીશું. ​પંચમહાલ જિલ્લાના હાલોલ-પાવાગઢથી આવેલા યુવક યાત્રાળુ યાજ્ઞિકકુમાર દુર્ગેશભાઈ ભટ્ટે પરિક્રમાનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, "હું છેલ્લા 16 વર્ષથી નિયમિત પરિક્રમા કરવા આવું છું. શાસ્ત્રોક્ત વિધિ અને લોકવાયકા મુજબ ગિરનાર એ નવનાથ અને 84 સિદ્ધોની ભૂમિ છે, જ્યાં ભગવાન દત્તાત્રેયનો વાસ છે અને મા અંબાની ભક્તિ થાય છે. દેવઉઠી અગિયારસથી દેવ પૂનમ સુધી ચાલતી આ પરિક્રમામાં ત્રણ, ચાર કે પાંચ રાત્રી રોકાવાનું વિશેષ મહત્વ છે. અહીં પ્રશાસન દ્વારા ભંડારાની ઉત્તમ સુવિધા હોય છે, પરંતુ ઘણા શ્રદ્ધાળુઓ પોતાના પુણ્યના બળે ઘરેથી સીધો સામાન લાવી સાત્વિક ભોજન બનાવી ગિરનારી બાપુને ધરાવે છે, જે આ પરિક્રમાને સાર્થક કરે છે. અમે દર વર્ષે પાંચ મિત્રો આવીએ છીએ અને જાતે લાકડા તથા સામાન ઉચકીને પરિક્રમાનો આનંદ માણીએ છીએ. ​સમગ્ર પરિક્રમા દરમિયાન કાયદો અને વ્યવસ્થા તેમજ વન્યજીવોની સુરક્ષા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં 2500 થી વધુ પોલીસ કર્મચારીઓ અને 450 થી વધુ વનકર્મીઓ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત તંત્ર દ્વારા પરિક્રમાને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત રાખવા અપીલ કરવામાં આવી છે અને સામાન્ય પ્લાસ્ટિક ઉપરાંત વનસ્પતિમાંથી બનેલી બાયો-પ્લાસ્ટિકની પાણીની બોટલો સહિત કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક જંગલમાં લઈ જવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવતીકાલે દેવઉઠી અગિયારસની રાત્રે સાધુ-સંતો, અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વિધિવત પૂજા-અર્ચના કર્યા બાદ પરિક્રમાનો ગેટ ખુલ્લો મૂકવામાં આવશે અને ભાવિકો ચાર દિવસની પરિક્રમાનો પ્રારંભ કરશે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી બાદ PGVCLની મેગા વીજચેકિંગ ઝુંબેશનો ચોથો દિવસ:પ્રથમ ત્રણ દિવસમાં વીજચોરીના 228 કેસ ઝડપાયા, આજે 60 ટીમો મેદાનમાં
    Next Article
    ઘોઘારોડ વિસ્તારમાં પોલીસના બે દરોડામાં દારૂ ઝડપાયો:શીતળામાના મંદિર સામે અને આડોડીયાવાસમાં ડ્રાઈવ દરમિયાન એકની ધરપકડ, બે ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment