Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી બાદ PGVCLની મેગા વીજચેકિંગ ઝુંબેશનો ચોથો દિવસ:પ્રથમ ત્રણ દિવસમાં વીજચોરીના 228 કેસ ઝડપાયા, આજે 60 ટીમો મેદાનમાં

    6 hours ago

    જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજચોરી કરતા તત્વો સામે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા દિવાળીના તહેવારો બાદ શરૂ કરવામાં આવેલી મેગા વીજચેકિંગ ઝુંબેશ સતત ચોથા દિવસે પણ ચાલુ રાખવામાં આવી છે. સોમવારથી શરૂ થયેલી આ ઝુંબેશ દરમિયાન પ્રથમ ત્રણ દિવસમાં જ વીજચોરીના કુલ 228 કેસ ઝડપાયા છે. ત્રણ દિવસમાં વીજચોરીના 228 કેસ પ્રથમ દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને રાવલ પંથકમાં ચેકિંગ દરમિયાન 74 કેસ સામે આવ્યા હતા અને આ મામલે જામનગરના વીજ પોલીસ મથકમાં 74 ફરિયાદો નોંધાવવામાં આવી હતી. બીજા દિવસે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તપાસ દરમિયાન 78 કેસ ઝડપાયા હતા, જ્યારે ત્રીજા દિવસે વધુ 76 વીજચોરીના કેસ સામે આવ્યા હતા. 1 લાખથી વધુની વીજચોરીના 46 કેસ વીજતંત્રની અગાઉની કાર્યવાહીમાં મોટી રકમની વીજચોરીના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. જેમાં રૂ.1 લાખથી વધુની વીજચોરીના 46 કેસ અને રૂ.5 લાખથી વધુની વીજચોરીના 5 કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. વીજચોરીના કિસ્સાઓમાં જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. ચોથા દિવસે 60 ટીમો મેદાનમાં ગુરુવારે ચોથા દિવસે પણ PGVCL દ્વારા ચેકિંગની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. જામનગર શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારો ઉપરાંત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વીજચોરી પકડવા માટે આશરે 60 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ મેગા ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેવાની હોવાથી વીજચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    પાલીતાણાના ફાસરામાં ખેતીની આડમાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઝડપાઈ:LCBએ દરોડો પાડી 1,700 લિટર આથા સહિત ₹71 હજારના મુદ્દામાલ સાથે એકની ધરપકડ
    Next Article
    ગિરનાર લીલી પરિક્રમા પૂર્વે ભવનાથમાં ભાવિકોનો જમાવડો:ગિરનારની લીલી પરિક્રમા આવતીકાલે દેવઉઠી અગિયારસથી વિધિવત શરૂ થશે, ગેટ ખુલવા પૂર્વે જ લાખો ભાવિકો ઉમટ્યા; ચૂલા સળગાવી જાતે ભોજન બનાવવાની મોજ માણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment