Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલીતાણાના ફાસરામાં ખેતીની આડમાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઝડપાઈ:LCBએ દરોડો પાડી 1,700 લિટર આથા સહિત ₹71 હજારના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

    6 घंटे पहले

    ભાવનગર જિલ્લામાં દેશી દારૂની બદીને નેસ્તનાબૂદ કરવાની સૂચના અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચએ પાલીતાણા તાલુકાના ફાસરા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર દરોડો પાડ્યો છે. ખેતીની આડમાં ચાલતા આ ગેરકાયદેસર વેપલા પર ત્રાટકીને પોલીસે એક આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય ત્રણ ફરાર શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. વાડીના શેઢે ચાલતી ભઠ્ઠી પર રેઈડ, ત્રણ ફરાર LCBનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે ફાસરા ગામનો અરવિંદ નરશીભાઈ ડાભી ગામની સીમમાં આવેલી ગોવિંદ જીવાભાઈની વાડીના શેઢે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે. બાતમીના આધારે પોલીસ ટીમે તત્કાળ દરોડો પાડી ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી હતી અને મુખ્ય આરોપી અરવિંદ નરશીભાઈ ડાભી (ઉં.વ. 40, રહે. ફાસરા)ની ધરપકડ કરી હતી. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા ફાસરાના જ મયુર મોહનભાઈ વાળા, જોધા હિરાભાઈ મકવાણા અને ધીરૂ શામજીભાઈ ગોહિલ ફરાર થઈ જતાં તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ છે. 1,700 લિટર આથો, ગોળ, ખજૂર અને ભઠ્ઠીના સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 1,700 લિટર આથો (કિંમત રૂ. 42,500), 5 લિટર દેશી દારૂ (રૂ. 1,000), અખાદ્ય કાળા અને રસીવાળા ગોળના 11 ડબ્બા (રૂ. 13,750), 15 બોક્સમાં રહેલી 1,050 ખાલી પ્લાસ્ટિક બોટલો-ઢાંકણા (રૂ. 5,250), 3 બોક્સમાં ખજૂરના 60 પેકેટ (રૂ. 3,600), યીસ્ટના 8 પેકેટ (રૂ. 480) તેમજ 3 ખાલી ગેસના બાટલા અને 2 ગેસના ચૂલા (રૂ. 5,000) મળી કુલ રૂ. 71,580નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Amar Ujala Bulletin 22 June | Ram Mandir SIT Action | Monsoon Update | Rain Alert
    Next Article
    દિવાળી બાદ PGVCLની મેગા વીજચેકિંગ ઝુંબેશનો ચોથો દિવસ:પ્રથમ ત્રણ દિવસમાં વીજચોરીના 228 કેસ ઝડપાયા, આજે 60 ટીમો મેદાનમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment