Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફાઈ કર્મચારીએ કચરામાંથી સોનાના સિક્કા શોધી પરત કર્યા:સુરેન્દ્રનગરમાં માંગુ ડાંગીએ ચાર તોલા સોનું વીરાબેન દરજીને આપ્યું, મહાનગરપાલિકા સન્માન અને પુરસ્કાર આપશે

    6 hours ago

    સુરેન્દ્રનગરના મયૂરનગરમાં એક મહિલાનું ચાર તોલા સોનું ભૂલથી કચરાની ગાડીમાં જતું રહ્યું હતું. મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી માંગુ ડાંગીએ કચરાની ગાડી ખાલી કરીને સોનાના ચાર સિક્કા શોધી માલિકને પરત કર્યા. સોનાની કિંમત આશરે સાત લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, મયૂરનગરમાં રહેતાં વીરાબેન દરજીનું સોનાના ચાર સિક્કા ભરેલું પાકીટ ઘરના કચરા સાથે ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી મહાનગરપાલિકાની ગાડીમાં ફેંકાઈ ગયું હતું. પાકીટમાં સોનાના સિક્કા હોવાની જાણ થતાં પરિવારજનોએ કર્મચારીને જાણ કરી હતી. માંગુ ડાંગીએ કચરાની ગાડી ખાલી કરીને તપાસ શરૂ કરી. કચરામાંથી કોથળીમાં રાખેલા ચાર સોનાના સિક્કા મળ્યા હતા.ત્યારબાદ મહાનગરપાલિકાના અધિકારીઓની હાજરીમાં આશરે સાત લાખ રૂપિયાના ચાર તોલા સોનાના સિક્કા વીરાબેન દરજીને પરત કરવામાં આવ્યા હતા.મહાનગરપાલિકાએ માંગુ ડાંગીનું સન્માન કરવાની અને તેમને આર્થિક પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.
    Click here to Read More
    Previous Article
    જંબુસરના ઉબેર પાસે કેનાલમાં ગાબડું પડ્યું:50થી 60 એકર ખેતરોમાં પાણી ભરાયું, ડાંગર, કપાસ અને તુવેરના પાકને નુકસાનની ભીતિ
    Next Article
    ગ્રેસિયસ અને અલ ફલાહ સ્કૂલને એક-એક લાખનો દંડ:મંજૂરી વગર વર્ગો ચલાવવા અને સ્થળમાં ફેરફાર કરવા મામલે શિક્ષશ્રણ વિભાગની કાર્યવાહી, અન્ય 12 શાળાઓને પણ જવાબ રજૂ કરવા બોલાવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment