Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈવે પરની હોટેલ-ઢાબામાં આજથી ફૂડ વિભાગનું ચેકિંગ:ગંદકી કે ભેળસેળ મળી તો લાઇસન્સ રદ થશે, શંકાસ્પદ ખાદ્યપદાર્થોના સ્થળ પર જ સેમ્પલ લેવાશે

    2 दिन पहले

    ગુજરાતમાં ખાદ્ય સુરક્ષાને લઈને રાજ્ય સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના નાગરિકો અને મુસાફરોને શુદ્ધ તથા આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે આજથી એટલે કે 19 નવેમ્બરથી સમગ્ર ગુજરાતમાં ‘ઓપરેશન હેલ્થ’ હેઠળ ફૂડ સેફ્ટીની મેગા ડ્રાઈવ શરૂ કરાશે. આ અભિયાન અંતર્ગત નેશનલ હાઈવે અને રાજ્યના મુખ્ય હાઈવે પર આવેલી તમામ હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા તેમજ ફૂડ સર્વિસ સાથે સંકળાયેલા એકમોનું સઘન ચેકિંગ કરાશે. નિયમોનો ભંગ કરનારા એકમો સામે લાઇસન્સ સસ્પેન્ડ કરવા અથવા કાયમી રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ અને ખોરાક-ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં ખાદ્ય સુરક્ષાની સ્થિતિ, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને હોટેલ-રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાના નિયમોના અમલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ મંત્રીએ અધિકારીઓને રાજ્યવ્યાપી તપાસણી ઝુંબેશ શરૂ કરવા સ્પષ્ટ આદેશ આપ્યા હતા. તમામ જિલ્લાઓમાં અધિકારીઓને તપાસના આદેશ આ અભિયાનને અસરકારક બનાવવા માટે તમામ મહાનગરપાલિકાઓ અને જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરોને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને નેશનલ હાઈવે અને રાજ્યના મુખ્ય હાઈવે પર આવેલી હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબાઓનું સંબંધિત જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરની સીધી દેખરેખ હેઠળ ચેકિંગ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરોની હોટલો અને રેસ્ટોરન્ટ્સ પણ તપાસના દાયરામાં આવશે. રસોડામાં કેપ, એપ્રોન અને ગ્લોવ્ઝ ફરજિયાત તપાસ દરમિયાન હોટેલ અને રેસ્ટોરન્ટના રસોડાની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન અપાશે. રસોઈ બનાવતા કારીગરો અને અન્ય કર્મચારીઓએ ફરજિયાત કેપ, એપ્રોન અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરવાના રહેશે. રસોડું, ખાદ્ય સામગ્રીનો સંગ્રહ કરવાની જગ્યા અને આસપાસના પરિસરમાં સ્વચ્છતા જાળવવામાં આવે છે કે નહીં તેની પણ તપાસ કરાશે. શંકા જણાશે તો સ્થળ પર જ સેમ્પલ લેવાશે ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા તપાસ દરમિયાન શંકાસ્પદ ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવશે. તપાસની પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ ફૂડ સેફ્ટી ઓફિસર FoSCoS (Food Safety Compliance System) પોર્ટલ મારફતે ઓનલાઈન ઇન્સ્પેક્શન કરશે. આ ઉપરાંત 'ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ' દ્વારા પણ ખાદ્ય ચીજવસ્તુઓનું સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવશે. નિયમો તોડનાર સામે લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 અને તેના શિડ્યુલ-4ના નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમોને પહેલાં ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવશે. તેમ છતાં નિયમોનું પાલન નહીં થાય અથવા ગંભીર બેદરકારી જણાશે તો લાઇસન્સ સસ્પેન્ડ કરવા કે કાયમી ધોરણે રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, સામાન્ય નાગરિકો અને મુસાફરોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડાં ચલાવી લેવામાં આવશે નહીં. હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકોએ ફૂડ સેફ્ટીના કાયદા અને સ્વચ્છતાના નિયમોનું સ્વયંભૂ પાલન કરવું પડશે. ગ્રાહકોને શુદ્ધ, સુરક્ષિત અને આરોગ્યપ્રદ ભોજન મળે તે સરકારની પ્રાથમિકતા છે.
    Click here to Read More
    Previous Article
    2035 સુધીમાં ઇસ્લામ વિશ્વનો સૌથી મોટો ધર્મ બની જશે:દુનિયાની વસતિમાં મુસ્લિમોની સંખ્યા ઝડપથી વધશે,હિન્દુઓની હિસ્સેદારી ઘટશે
    Next Article
    રાજકોટમાં બીજો AI ટ્રેક દોઢ માસમાં તૈયાર થઈ જશે:RTO માં AI ટ્રેકમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારામાંથી 75% નાપાસ થતા 45 દિવસનું વેઈટિંગ, રજાઓમાં ટ્રેક ચાલુ રાખવાની નોબત આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment