Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં બીજો AI ટ્રેક દોઢ માસમાં તૈયાર થઈ જશે:RTO માં AI ટ્રેકમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારામાંથી 75% નાપાસ થતા 45 દિવસનું વેઈટિંગ, રજાઓમાં ટ્રેક ચાલુ રાખવાની નોબત આવી

    2 दिन पहले

    રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ સહિત 38 જિલ્લાઓની RTO કચેરી ખાતે આધુનિક AI ટ્રેકનું નિર્માણ કરવામાં આવ્યું છે જોકે તેને કારણે પાક્કા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારાઓમાં નાપાસ થનારાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. રાજકોટમાં છેલ્લા ચાર મહિનામાં ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારાઓમાં 7,284માંથી 6,006 નાપાસ થયા છે ત્યારે અહીં પાર્કિંગમાં વર્ચ્યુઅલના બદલે ફિઝિકલ પોલ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા દોઢ મહિના જેટલું લાંબુ વેટિંગ જોવા મળી રહ્યું છે જેને કારણે રવિવારે અને રજાના દિવસે પણ ટ્રેક ચાલુ રાખવાની નોબત આવી છે. આ ઉપરાંત બીજો નવો AI ટ્રેક નિર્માણ પામી રહ્યો છે. જે દોઢ મહિનામાં તૈયાર થઈ જશે જે બાદ લોકોની મુશ્કેલી દૂર થાય તેવી આશા સેવાઈ રહી છે. રાજકોટના આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે, આરટીઓ કચેરીમાં હાલ નવો AI ટ્રેક બની રહ્યો છે. જેનું સંપૂર્ણ કામ દોઢ મહિનાની અંદર પૂરું થઈ જશે. જોકે હાલ વેઈટિંગ પિરિયડ છે એટલે કે પાક્કા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા લોકોને ટેસ્ટ માટે ઘણા દિવસો સુધી રાહ જોવી પડે છે. જેના અનુસંધાને અહીં દરેક રજાના દિવસે પણ ટ્રેક ચાલુ રાખીએ છીએ. આ ઉપરાંત રવિવારના દિવસે પણ ટ્રેક ચાલુ રાખવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, હાલ જે જૂનો AI ટ્રેક છે એ મુજબ જ નવો AI ટ્રેક બની રહ્યો છે અને વેઈટિંગ વધુ હોવાને કારણે આ નવો ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે. હાલ જે પાર્કિંગમાં 80% લોકો ફેલ થતા હતા ત્યાં પોલ મૂકવામાં આવ્યા છે. જેના કારણે અંદાજિત 7 થી 8% રિઝલ્ટ વધેલું છે. આ ઉપરાંત પાર્કિંગ માટેનું જે પહેલા બોક્સ હતું એ વર્ચ્યુઅલી હતું. હાલ પોલ મૂકી અને લોકોને સારી રીતે સમજણ પડે તે રીતે બોક્સ બનાવવામાં આવેલ છે. જેથી એકંદરે સમગ્ર રાજ્યમાં પાસનો રેશિયો વધી રહ્યો છે. જ્યારે પાકુ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવતા હોય છે ત્યારે કેટલું વેઇટિંગ છે તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, વેઈટિંગ હાલ 45 દિવસની આસપાસ ચાલી રહ્યું છે પણ હાલ રજાના દિવસોમાં પણ ટ્રેક ચાલુ રહેશે તથા બીજો ટ્રેક પણ બની રહ્યો છે. તેથી વેઈટિંગ ઘણું ઘટી જશે. આ સાથે જ લોકોને એપોઇન્ટમેન્ટ રિ-શેડ્યુલ કરીને ડ્રાઇવિંગ ટેસ્ટની વ્યવસ્થા કરી દેવામાં આવે છે. છેલ્લા 4 માસમાં ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારા 7,284માંથી 6,006 નાપાસ મહિનો - ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારા(ફોર વ્હીલર/ટુ વ્હીલર) - પાસ - નાપાસ જુલાઈ - 712/1567 - 104/1124 - 608/443 ઓગસ્ટ - 2490/4771 -388/3547 -2102/1224 સપ્ટેમ્બર - 2218/5791 -361/4314 -1857/1477 ઓક્ટોબર - 1864/3006 -425/2097 -1439/909 કુલ - 7,284/15,135 - 1,278/11,082 -6,006/4,053
    Click here to Read More
    Previous Article
    હાઈવે પરની હોટેલ-ઢાબામાં આજથી ફૂડ વિભાગનું ચેકિંગ:ગંદકી કે ભેળસેળ મળી તો લાઇસન્સ રદ થશે, શંકાસ્પદ ખાદ્યપદાર્થોના સ્થળ પર જ સેમ્પલ લેવાશે
    Next Article
    ટ્રમ્પ અમેરિકી ઉપરાષ્ટ્રપતિથી નારાજ:આગામી રાષ્ટ્રપતિ તરીકે રૂબિયોને સમર્થન આપ્યું; વેન્સે ઈરાન યુદ્ધને ચૂંટણીમાં હારનું કારણ ગણાવ્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment